આ પતિ-પત્નીની જોડી છે દેશની અમીર જોડીઓ – ચોથા નંબર પાસે બીલ ગેટ્સથી પણ વધુ પૈસા છે

આમ તો ભારતમાં ઘણા લોકો અમીરની કેટેગરીમાં આવે છે પણ કેટલાક લોકો એવા છે કે જેની પાસે પૈસાનો સમુદ્ર છે. આજની આ પોસ્ટમાં અમે તમને કેટલીક એવી જોડી વિશે જણાવીશું કે, જેની ગણના સૌથી અમીર લોકોમાં થાય છે. તમે એમની કુલ સંપત્તિ જાણીને ખરેખર મોઢામાં આંગળા નાખી દેશો. કઈ-કઈ છે આ પૈસાદાર જોડીઓ ? ચાલો જાણીએ એમના વિશે…

(1) રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી :


આપણે બધા જાણીએ છીએ કે, શિલ્પા શેટ્ટીએ મશહૂર બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. શિલ્પાનાં ભલે આ પહેલા લગ્ન હોય પણ રાજનાં આ બીજા લગ્ન હતા. જી હાં, શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. વર્ષ 2009માં શિલ્પા અને રાજે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એમના ઘરે એક દિકરાનો જન્મ પણ થયો જેનું નામ વિયાન કુન્દ્રા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષ 2004માં રાજ કુન્દ્રાને બ્રિટનનાં સૌથી અમીર 198 લોકોની યાદીમાં સ્થાન મળ્યું હતું. રાજ લંડનમાં સ્થિત ભારતીય મૂળનાં મુખ્ય વેપારી છે. એમની કુલ સંપત્તિ 2700 કરોડ છે.

(2) વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા :


બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં લગ્ન વર્ષ 2017માં થયા હતાં. બંને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જાણીતા સ્ટાર છે. અનુષ્કાનું નામ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં આવે છે અને વિરાટ ક્રિકેટ જગતમાં સૌથી પોપ્યુલર નામ છે. અનુષ્કાનું એક ફિલ્મ કરોડોની કમાણી કરે છે અને વિરાટ કોહલી પણ ક્રિકેટ અને જાહેરાત થકી ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બંનેની કુલ સંપત્તિ 1000 કરોડથી પણ વધુ છે.

(3) શાહરુખ ખાન અને ગૌરી :


શાહરુખ ખાન બૉલીવુડમાં કિંગ ખાન તરીકે ઓળખાય છે. એમને કિંગ ખાન કહેવા પાછળ એક નહીં અનેક કારણ છે. શાહરુખ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. દુનિયાભરમાં શાહરૂખનાં કરોડો ફેન્સ છે. શાહરુખ ખાન બાદશાહનાં નામથી પણ પોપ્યુલર છે. શાહરૂખ ખાને શરૂઆતનાં દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આટલા વર્ષની મહેનત પછી એમણે સાબિત કરી બતાવ્યું છે કે, બૉલીવુડનાં અસલી કિંગ શાહરુખ ખાન છે અને એમની જગ્યા કોઈ ન લઈ શકે. શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા છે અને તમને જણાવીએ કે, આ જોડીની કુલ સંપત્તિ લગભગ 6000 કરોડ રૂપિયા છે.

(4) મુકેશ અંબાણી અને નીતા અંબાણી :


ભારતનાં સૌથી મશહૂર અને અમીર ઉદ્યોગપતિની વાત કરીએ તો મુકેશ અંબાણીનું નામ ટોપ પર આવે છે. મુકેશ અંબાણી ભારતની સાથોસાથ વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. મુકેશ અંબાણીની પત્નીનું નામ નીતા અંબાણી છે. હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના બંને બાળકો આકાશ અને ઈશાનાં લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા. અંબાણી પરિવાર દેશના સૌથી ધનિક પરિવારમાં આવે છે. મુકેશ અને નીતાની કુલ સંપત્તિ 51.1 બિલિયન ડોલર એટલે કે 380700 કરોડ રૂપિયા છે. ગયા વર્ષે તેઓ એશિયાનાં સૌથી અમીર વ્યક્તિ તરીકે નામના મેળવી ચુક્યા છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!