ભારતમાં મળતા આ કીડાની કિંમત લાખોમાં છે – રાત્રી ક્રીડામાં આ રીતે કામ આપે છે

પ્રકૃતિ વિવિધતાથી ભરેલી છે, એટલે જ દુનિયામાં નત-નવા જીવ જોવા મળે છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ભારતમાં સૌથી વધુ જૈવ વિવિધતા જોવા મળે છે અને એટલે જ અહીંયા દુનિયા કરતા અલગ પ્રકારનાં જીવ જોવા મળે છે. ખેર ! આ તો થઈ જીવની વાત. જો હું તમને કહું કે, પૃથ્વી પર એક એવો કીડો મળી આવે છે કે જેની કિંમત લાખો રૂપિયામાં છે તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો. પણ આ વાત એકદમ સાચી છે, જી હાં, અને આ જીવ બીજે ક્યાંય નહીં ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

આ કીડા પર આખી દુનિયાના તસ્કરોની નજર છે:


આ કીડા ખૂબ મોંઘા હોવાનું કારણ એ છે કે, તે ખૂબ ઓછા જોવા મળે છે અને બીજું એ કે તેમાં ખૂબ જ વિશેષ પ્રકારનાં ગુણ રહેલા છે. આ કીડાનું નામ યારસાંગુબા છે અને એનો ઉપયોગ યૌનશક્તિ વધારવા માટે થાય છે. એટલે આ કીડા પર દુનિયાભરના તસ્કરોની નજર મંડાયેલ રહે છે. ચીન અને જાપાનમાં આ કીડાની ખૂબ માંગ છે.

એના તત્વોમાંથી બને છે યૌનશક્તિ વર્ધક દવા :


તમને જણાવી દઈએ કે, આ કીડામાંથી દવા બનાવવામાં આવે છે જે માણસની યૌનશક્તિ વધારવામાં મદદ કરે છે. યારસાંગુબા એક પ્રકારની ફૂગ છે અને આ હિમાલયનાં બર્ફીલા ક્ષેત્રમાં જોવા મળે છે. આ કીડા કથ્થાઈ કલરનાં હોય છે અને એની લંબાઈ 7 થી 9 ઇંચ સુધીની હોય છે. જેને શિયાળુ કીડા પણ કહેવાય છે, ઘણી જગ્યાએ આને કીડા જડીનાં નામથી પણ ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોની શોધ દ્વારા એ જાણવા મળ્યું છે કે, આ કીડામાં વિટામિન બી-12, કાર્ડિસેપિક એસિડ, ઈર્ગોસ્ટાલ, મેનોટાલ અને 25 થી 30 ટકા કાર્ડિસેપીન તેમજ ડિપોક્સીનનોપિન પણ મળી આવે છે. આ બધાનો ઉપયોગ યૌનશક્તિને વધારવા માટેની દવાઓમાં થાય છે.

આજથી 1500 વર્ષ પહેલાં આની શોધ થઈ હતી :


આ કીડાની શોધને લઈને એક ખૂબ જ દિલચસ્પ કહાની પ્રસિદ્ધ છે. એવું કહેવાય છે કે, આજથી લગભગ 1500 વર્ષ પહેલાં તિબેટીયન લોકોએ આ કીડાની શોધ કરી હતી. એ વખતે તિબેટીયન લોકો પોતાનાં જાનવરોને ચરાવવા માટે હિમાલયનાં આજુબાજુના વિસ્તારમાં લઈ જતા. ત્યાં આ કીડા ખાધા પછી જાનવરોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવતું હતું. ત્યારબાદ આ કીડાની ઓળખ યૌનશક્તિ વધારનાર તત્વ તરીકે થઈ. પછી એના પર સંશોધન થયા અને આજે લોકો એનો ઉપયોગ દવા તરીકે કરે છે.

ભારતમાં આની નિકાસ પર પ્રતિબંધ :

ભારતમાં આની નિકાસ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, જેના કારણે લોકો ચોરી-છુપીથી આની તસ્કરી કરે છે. નેપાળ અને તિબેટમાં આના પર કોઈ પ્રતિબંધ નથી એટલે અહીંના લોકો આને વેચે છે. ચીનમાં આ કીડા 15-20 લાખ રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે વેચાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!