30 કંપનીએ રિજેક્ટ કર્યા, નોકરી ન મળી અને પછી આ રીતે ૧૦ લાખ કરોડની કંપની બનાવી..

આ એક એવા વ્યક્તિની કહાની છે કે જેણે ન પોતાના જીવનમાં ઘણી ઠોકરો ખાધી છે, ઘણી નિષ્ફળતાનો સામનો કર્યો છે એમ છતાં કોઈ દિવસ હાર નથી માની. તે એક સમયે ટુર ગાઈડનું કામ કરતા અને મહિને ફક્ત 800 રૂપિયા કમાતા હતા, એ જ વ્યક્તિ આજે 130,000 કરોડ રૂપિયાની મિલ્કત સાથે ચીનનાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એક રંકમાંથી રાજા બનવાની આ કહાની બીજા કોઈની નહીં પણ ઈ-કોમર્સ કંપની અલિબાબા ડોટ કોમ (Alibaba.com) નાં સંસ્થાપક જેક મા ની છે.

એમનો જન્મ 15 ઓક્ટોબર, 1964નાં રોજ સંગીતકાર અને વાર્તાકારનાં ઘરે હેંગ્જ્હો, ચીનમાં થયો. એમનું બાળપણ એક એવા સમયમાં વીત્યું કે જ્યારે ચીનમાં સામ્યવાદ (કમ્યુનિઝમ) ચરમસીમા પર હતો અને ત્યાંના નાગરિકોને બહારની દુનિયા સાથે લગભગ કોઈ સંબંધ નહોતો. ચીનની આ સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન જેક માનો પરિવાર કમ્યુનિસ્ટ પાર્ટીની વિરોધમાં અને નેશનલિસ્ટ પાર્ટીનાં સમર્થનમાં હોવાથી એમણે ઘણી યાતનાઓ વેઠવી પડી હતી.

જેક મા ઘણી વખત ફેઈલ થયા :


જેક માને ભણતર કરતા વધારે જીવનમાં મળેલ નિષ્ફળતાએ પાઠ શીખવ્યા. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે, ચીનનો સૌથી અમીર માણસ ભણવામાં ઘણો નબળો હતો. તેઓ પ્રાથમિક સ્કૂલની મહત્વપૂર્ણ પરીક્ષામાં 2 વખત ફેઈલ થયા અને માધ્યમિક સ્કૂલની પરીક્ષામાં 3 વખત ફેઈલ થયા.

જેક મા શરૂઆતથી જ અંગ્રેજી ભાષા શીખવા માંગતા હતા. અમેરિકાનાં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન વર્ષ 1972માં હેંગ્જ્હો આવ્યા હતા અને તેથી હેંગ્જ્હોનાં પ્રવાસન ઉદ્યોગને ખૂબ પ્રોત્સાહન મળ્યું. ત્યારબાદ જેક મા ભણતરની સાથોસાથ ટુર ગાઈડનું કામ કરવા લાગ્યા જેથી તેઓ થોડા પૈસા કમાઈ શકે અને સાથે અંગ્રેજી પણ શીખી શકે. એ પહેલી તક હતી કે જ્યારે જેક મા બહારની દુનિયાનાં લોકો સાથે સંપર્કમાં આવ્યા.

સ્કૂલ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જેક માએ કોલેજમાં અરજી કરી પણ કોલેજની પ્રવેશ પરીક્ષામાં તેઓ 3 વખત ફેઈલ થયા. એમણે હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ માટે 10 વખત અરજી કરી હતી પણ તેઓ એકેય વખત પાસ ન થયા. છેલ્લે એમને હેંગ્જ્હોનાં ટીચર ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળી ગયું, જ્યાંથી એમણે વર્ષ 1988માં અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું.

કદાચ તમને એવું લાગતું હશે કે, આટલી મોટી કંપનીનાં સંસ્થાપક માટે ગણિત તો ખૂબ જ સરળ વિષય હશે. પણ હકીકત કંઈક અલગ છે. એમની કોલેજ પરીક્ષામાં ગણિતનાં પેપરમાં 120 માર્ક્સમાંથી ફક્ત 1 માર્ક મળ્યો હતો.

ગણિત વિશે જેક મા નાં શબ્દો આવા હતા :


“હું ગણિતમાં હોશિયાર નથી, કોઈ દિવસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી અને હજુ એકાઉન્ટ રિપોર્ટ વાંચતા નથી આવડતો”

30 કંપનીએ રિજેક્ટ કર્યા, નોકરી ન મળી :


કોલેજ કમ્પ્લીટ કર્યા બાદ એમણે નોકરી માટે લગભગ 30 કંપનીમાં અરજી કરી હતી પણ બધી કંપનીએ એમને ફેઈલ કર્યા. કોઈએ નોકરી ન આપી.

જેક માનાં શબ્દો આવા હતા :


“મેં પોલીસની નોકરી માટે અરજી કરી હતી પણ એમણે મારી અરજી એવું કહીને નામંજૂર કરી કે, હું નોકરી માટે લાયક નથી”

“જ્યારે અમારા શહેરમાં KFC કંપનીએ પોતાનો સ્ટોર ખોલ્યો, તો મેં KFC માં જોબ માટે અરજી કરી. કુલ 24 લોકોએ KFC માં જોબ માટે અરજી કરી હતી જેમાંથી 23 લોકોને નોકરી મળી ગઈ અને હું રહી ગયો ”

છેલ્લે એમને મહિને 800 રૂપિયાનાં પગારમાં શિક્ષકની નોકરી મળી, જ્યાં તેઓ વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ ફેમસ થયા. ત્યારબાદ એમણે અનુવાદક (ટ્રાન્સલેટર)નું કામ શરૂ કર્યું. એ દરમિયાન તેઓ એક વખત અમેરિકા પણ જઈ આવ્યા. એમણે પહેલી વખત વર્ષ 1995માં ઈન્ટરનેટની દુનિયા જોઈ.

ઈન્ટરનેટની દુનિયામાં પહેલું ડગલું :

ઈન્ટરનેટ વિશે જાણ્યા બાદ સૌથી પહેલા એમણે ચીનનાં બિયરની જાણકારી માટે એક નવી વેબસાઈટ બનાવી, જેનું નામ એમણે ‘ચાઈનાપેજ’ રાખ્યુ. વધુ રોકાણ માટે એમણે સરકારી સંસ્થા સાથે ભાગીદારી કરી. પણ સરકારી નોકરશાહીએ ધીરે-ધીરે એમનાં સપના અને યોજનાને નુક્શાન પહોંચાડવાનું શરૂ કર્યું, જેના લીધે એમણે સરકારી સંસ્થાથી અલગ થવું પડ્યું. આનાથી એમને એક સરસ પાઠ મળ્યો, જેના વિશે તે કહે છે :
“સરકાર સાથે પ્રેમ કરો, પણ એની સાથે લગ્ન કરવા નહીં”

આખરે રોકાણની તકલીફ અને અન્ય સમસ્યાને કારણે એમની યોજના નિષ્ફળ રહી.

અલિબાબાની શરૂઆત અને સફળતા :


“ચાઈનાપેજ” ની નિષ્ફળતા બાદ એમણે એક નવા વિચાર સાથે કામ કરવાનું વિચાર્યું અને એ વિચાર હતો – એક એવી વેબસાઇટની સ્થાપના કરવી કે જે અલગ-અલગ ધંધા-રોજગારનાં બજાર માટે એક ખાસ પોર્ટલ પ્રદાન કરે અને ત્યાં દેશ-વિદેશનાં વેપારી/નિકાસકારો પોતાની પ્રોડક્ટ્સનું એક વિસ્તૃત લિસ્ટ મૂકે. જેક મા એ આ વેબસાઈટનું નામ “અલિબાબા” રાખ્યું.

સૌ પહેલા જેક મા અલિબાબામાં રોકાણ માટે સિલિકોન વેલી પહોંચ્યા પણ કોઈ ફાયદો ન થયો. ત્યાં સુધી કે સિલિકોન વેલીમાં ઘણા લોકોએ આ યોજનાને નિષ્ફળ અને ખોટવાળુ બિઝનેસ મોડલ ગણાવ્યું.

પણ એમણે પોતાનું આ સપનું તૂટવા ન દીધું અને ખૂબ જલ્દી એમનો સારો સમય આવી ગયો. બે મોટી કંપનીઓ – ગોલ્ડમેન સૈક્સ અને સૉફ્ટબેન્ક એ અલિબાબા ડોટ કોમમાં 25 મિલિયન ડોલરનું રોકાણ કર્યું.

આટલું રોકાણ કરવા છતાં અલિબાબાથી કોઈ લાભ ન થયો હોવાથી જેક મા અને એની ટીમે વર્ષ 2003માં ‘તાઓબાઓ’ ડોટ કોમ નામની એક ઑક્શન વેબસાઈટ (હરાજીની વેબસાઇટ) બનાવી, જેના પર સામાનની હરાજી (નિલામી) નિઃશુલ્ક હતી. આ વેબસાઈટનું નિર્માણ સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ઈબે (eBay) ને પછાડવા માટે કરવામાં આવ્યું હતું, જે પહેલેથી જ ચીનની બજારમાં હરાજીનું ઘણું મોટું પ્લેટફોર્મ હતું. તાઓબાઓ પર નિઃશુલ્ક સેવા આપવાને કારણે અલિબાબા પર ખૂબ જ આર્થિક બોજ વધી ગયો. આ સમસ્યાને નિવારવા માટે જેક મા અને એમની ટીમ બીજી ઘણી વેલ્યુ-એડેડ સેવા ઉપલબ્ધ કરાવવા લાગી, જેમ કે કસ્ટમ વેબપેજ, વર્ગીકરણ અને અન્ય સુવિધા. જેને કારણે ફક્ત 5 વર્ષમાં જ eBay ને પીછેહઠ કરવી પડી.

પોતાના કરતા વધુ શક્તિશાળી સ્પર્ધક સાથે ટકરાવવામાં જેક માને એક અલગ જ આનંદ મળતો. eBay સાથેની લડાઈ વિશે જેક મા કહે છે :
“જો ઈબે (eBay) સમુદ્રની શાર્ક છે, તો અમે (અલિબાબા અને તાઓબાઓ) યાંગત્ઝી નદીનાં મગરમચ્છ છીએ.”

ત્યારબાદ આ કંપનીએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક સમય તો એવો પણ આવ્યો કે જ્યારે આ કંપની દેવાળીયું ફૂંકવાની તૈયારીમાં હતું. પણ જેક માનો દ્રઢ સંકલ્પ, દીર્ઘદ્રષ્ટિ અને બેમિસાલ નેતૃત્વને કારણે અલિબાબા સંકટમાંથી બહાર આવી અને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચી ગઈ. વર્ષ 2013માં 10 લાખ કરોડ રૂપિયાનાં IPO સાથે યુ.એસ. માર્કેટમાં સૌથી મોટા IPO વાળી કંપની બની ગઈ. ખુદ જેક માની કંપની 23 બિલિયન ડોલરથી વધુ આંકવામાં આવી છે.

આ સફળતાનું કારણ જેક માની કાબેલિયત અને ક્યારેય હાર નહીં માનવાની ઝીદ હતી. આ સફળતા પાછળનું મુખ્ય કારણ છે જેક માનો પોઝીટીવ એટીટ્યુડ. જે એમના નીચેના શબ્દો પરથી ખ્યાલ આવે છે.

” આપણે સફળ થઈને જ રહીશું કારણ કે આપણે કોઈ દિવસ હાર નથી માનતા ”

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાત્મક આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!