ખુબ જ સરસ કલાકાર કાદર ખાનનું કરિયર અચાનક પતી ગયું – બચ્ચને જે કરેલું એ માન્યમાં નહિ આવે

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમુક એવા એવા કલાકારો પણ થયા છે એને ફિલ્મોમાં લીડ એક્ટરનો રોલ ભલે ના નિભાવ્યો હોય પરંતુ વિલેન, કોમેડી, સપોર્ટર નો રોલ કરીને પણ લાખો લોકોના દિલમાં રાજ કર્યું છે. કાદર ખાનની આ જ પ્રકારના એક એક્ટર હતા. તેને તેના કરિયરમાં ઘણા હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

લોકો કાદર ખાનને કોમેડી અને સીરીયલ ડ્રામા માં જોવાનું પસંદ કરતા હતા. ઘણા ઓછા લોકો જનતા હશે કે કાદર ખાન એક શ્રેષ્ઠ કલાકાર હોવાની સાથે સાથે એક જબરદસ્ત ડાયલોગ રાઈટર પણ હતા. તેને તેના કરિયરની શરૂઆત એક લેખકથી કરી હતી. આજે આપણે કાદર ખાન અને અમિતાભ વચ્ચેની અમુક અજાણી અને રસપ્રદ વાતો કરવાના છીએ.

એવું કહેવામાં આવે છે કે અમિતાભનું કરિયર ઊંચાઈઓ પર પહોંચાડવામાં કાદર ખાનનો હાથ રહ્યો છે, જ્યારે કાદર ખાનનું કરિયર બરબાદ કરવામાં અમિતાભનો હાથ રહ્યો છે. વાત જાને એમ છે કે અમુક વર્ષો પહેલા કાદર ખાન તેના જુના પત્રકાર દોસ્તો સાથે બેસીને એમ જ વાતચીત કરતા હતા. ત્યારે અમિતાભ બચ્ચન ની વાત થઇ. અમિતનું નામ સંભાળીને કાદર ખાન એકદમ ચુપ થઇ ગયા. પછી તેના મોઢામાંથી જે શબ્દ નીકળ્યો જે સાંભળીને બધા હેરાન થઇ ગયા. કાદર ખાને કહ્યું કે, “જો હું અમિતને સર જી કહીને બોલાવવાનું ચાલુ કરી દેત તો મારું કરિયર બરબાદ ન થાય”.  ચાલો વિગતે જાણીએ કે આનો મતલબ શું છે.

હકીકતમાં દક્ષીણ ભારતના પ્રોડ્યુસર કાદર ખાનને એક સંવાદ લેખક લેવાના હતા. ફિલ્મના પ્રોડ્યુસરએ તેને કહ્યું કે તમે એકવખત ‘સર જી’ સાથે વાત કરી લો. ત્યારે કાદર ખાન બોલ્યા ‘કોણ સર જી’? ત્યારે નિર્માતાએ કહ્યું, ‘અરે તમે સારા જી ને નથી ઓળખાતા’. અમિતાભ બચ્ચન. ‘તેના પર કાદર ખાને જવાબ આપ્યો ‘તે સર જી ક્યારે થઇ ગયો?’

જો કે ત્યાંરે લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અમિતાભને સારા જી બોલાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. પરંતુ કાદર ખાનનું કહેવું હતું કે હું અમિતને સર જી નહિ કહું. હું મારા ઘરના સભ્યો અને દોસ્તોને ક્યારેય જી નથી કહેતો. બસ આ જ કારણે કાદર ખાનનાં હાથમાંથી અમિતાભની બનેલી ઘણી ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ. જે ફિલ્મોમાં કાદર ખાન કા તો સંવાદ લેખક હતા અને કા તો પછી એક્ટર થવાના હતા. પરંતુ તેને એકેય માં કામ ન મળ્યું કેમ કે તે અમિતાભને સર જી કહેવા નહોતા માંગતા. આ ફિલ્મોમાં ખુદા ગવાહ અને ગંગા જમના સરસ્વતી સહીત ઘણી ફિલ્મો શામેલ હતી.

જણાવી દઈએ કે તેની પહેલા કાદર ક્લ્હાને અમિતાભની ફિલ્મોમાં ઘણા જબરદસ્ત ડાયલોગ લખ્યા હતા. તેના જ કારણે અમિતજી સફળ થયા છે. પરંતુ બાદમાં પરિસ્થિતિ એવી સર્જાણી કે અમિતાભને જી ન કહેવા પર પણ કાદર ખાનનું કરિયર બરબાદ થઇ ગયું. પરંતુ એક વાત તો પાક્કી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કાદર ખાન જેવા અભિનેતા અને સંવાદ લેખક આજસુધી કોઈ નથી બની શક્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેનું યોગદાન અમૂલ્ય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!