અચાનક જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ કાજોલની તસવીરો – ૪૫ ની ઉમરે પણ હોટ અંદાજમાં ફોટો જુવો

કાજોલ ભારતીય ફિલ્મ સિનેમાંની જાણીતી અભિનેત્રી છે. કાજોલનું નામ ઇંડસ્ટ્રીઝની ખુબ સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તેને બોલીવુડની એકથી એક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે માત્ર કાજોલ જ નહી પરંતુ તેના આખા પરીવારનો સંબંધ બોલીવુડ સાથે છે. કાજોલની માં તનુજા તેના જમાનાની ફેમસ અભિનેત્રી હતી. તેમજ તેની માસી નૂતનનું નામ પણ બોલીવુડની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાં સામેલ થતુ હતુ. જો કે હાલ તે આ દુનિયા છોડીને જતી રહિ છે ઘણા ઓછા લોકોને ખબર હસે કે એક્ટર મોહનીશ બહલ નૂતનનો દિકરો છે.

 

View this post on Instagram

 

3 steps to success:- 1. Try #EverythingWorksEventually

A post shared by Kajol Devgan (@kajol) on


કાજોલના પતી અજય દેવગણ પણ બોલીવુડના મહાન અભિનેતા છે તેમજ તેની કઝીન રાની મુખર્જી પણ બોલીવુડની ક્વીન છે. આ સંબંધો જ જણાવે છે કે કાજોલનો પુરો પરીવાર જ ફિલ્મી છે. છેલ્લી વાર કાજોલ શાહરુખ ખાન સાથે વર્ષ 2015 મા ફિલ્મ ‘દિલવાલે’ માં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ ખાસ સફળતા તો મેળવી ન શકી.

 

View this post on Instagram

 

3. Learn and try harder, Repeat till you achieve everything #EverythingWorksEventually

A post shared by Kajol Devgan (@kajol) on


ફિલ્મોથી આજકાલ દુર રહેનાર અભિનેત્રી કાજોલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની અને તેના પરિવારની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હલમાં જ કાજોલે તેતી અમુક તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે જેમા તે ખુબ જ સુંદર લાગી રહી છે. ખાસ કરીને કાજોલના ફેંસને તેની આ તસ્વીરો ખુબ જ પસંદ આવી.

 

View this post on Instagram

 

2. Failure #Life #EverythingWorksEventually #Attitude #PositiveIsAFeeling

A post shared by Kajol Devgan (@kajol) on


તસ્વીરોમાં તમે જોઇ શકો છો કે કાજોલે સફેદ રંગનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. અને કમર પર બ્રાઉન કલરનો બેલ્ટ લગાવ્યો છે. દરીયા કિનારે લેવામાં આવેલ આ તસ્વીરોમાં કાજોલ ખુબ જ ગ્લેમરસ દેખાય છે. આ તસ્વીરોમાં કાજોલ 45 વર્ષની નહી પણ 20 વર્ષની છોકરી જેવી દેખાય છે. અમને આશા છે કે તમને પણ કાજોલની આ લેટેસ્ટ તસ્વીરો પસંદ આવી હસે.


જણાવી દઇયે કે શાહરુખ ખાન સાથે કાજોલની જોડી ખુબ જ હિટ માનવામાં આવે છે. બન્ને વચ્ચે એક સારી દોસ્તી પણ જોવા મળે છે. તેની સુપર હિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ આજે પણ સિનેમા ઘરોમાં લાગે છે.

કાજોલની એક નાની બહેન પણ છે જેનું નામ તનીષા મુખર્જી છે. ફિલ્મ ‘બેખુદી’ થી તેના કરીઅરની શરુઆત કરનાર અભિનેત્રી કાજોલે ‘બાજીગર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘ફના’ જેવી અનેક સુપર હિટ ફિલ્મો આપી છે. કાજોલે અત્યાર સુધી તેના નામે 6 ફિલ્મ ફેયર એવોર્ડ કર્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!