આ દિવસે કડવા ચૌથ નું વ્રત છે – આ રીતે પૂજા કરીને પતિદેવ માટે લાંબી ઉંમર માંગજો

પરણીત મહિલાઓ દરવર્ષે કડવા ચૌથનું વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે કડવા ચૌથનું વ્રત રાખવાથી પતિની ઉંમર વધુ થઇ જાય છે. આ વ્રત થોડું આકરુ હોય છે કેમ કે આ વ્રતનાં દિવસે સાંજે ચન્દ્રની પૂજા કર્યા પછી જ ભોજન કરવામાં આવે છે. કડવા ચૌથનું મહત્વ હિંદુ ધર્મમાં ખુબ જ ખાસ છે અને આ દિવસે દરેક પરણીત મહિલાને વ્રત રાખવું જોઇએ.

ક્યારે આવશે આ વર્ષનું કડવા ચૌથ વ્રત :

આ વર્ષનું કડવા ચૌથનું વ્રત 17 ઓક્ટોબરનાં દિવસે આવી રહ્યુ છે. તેથી દરેક પરણીત મહીલાઓ 17 તારીખે આ વ્રત જરુર રાખે. અને આ દિવસે કઇ ખાસ પૂજા કરવામં આવે છે અને આ દિવસે શું કરવું શુભ છે અને શું કરવું અશુભ છે, તે બધી જાણકારી આપણે આ લેખમાં જાણીશુ.. તો ચાલો જાણીયે..

કડવા ચૌથ પૂજા વિધિ :

 

કડવા ચૌથનાં દિવસે સાંજે 5 વાગે પૂજા કરવામાં આવે છે. અને આ પૂજા દરમિયાન સ્ત્રીઓ કડવા ચૌથ સાથે જોડાયેલ વાર્તાઓ અને કથાઓ વાંચે છે. કાથા વાંચ્યા પછી ચન્દ્ર નિકળવાની રાહ જોવામાં આવે છે. ચન્દ્ર નિકળ્યા પછી તેને જળ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પતિના હાથે પાણી પી ને આ વ્રતને તોડવામાં આવે છે.

કડવા ચૌથના દિવસે કરો આ શુભ કામ :

કડવા ચૌથના દિવસે પૂજાના સમયે લાલ, ગુલાબી અને પીલા રંગના વસ્ત્રો પહેરવા જોઇએ અને સારી રીતે તૈયાર થવું જોઇએ.

કરવા ચૌથના દિવસે પતિના હાથે પાણી પીધા પછી જ જમવુ જોઇએ. તેમજ જો તમારો પતી તમારી સાથે ન રહેતો હોય તો તેનો ફોટો જોઇને પણ વ્રત તોડી શકો છો.

કરવા ચૌથના દિવસે આ વ્રત સાથે જોડાયેલ કથાઓ જરુર વાંચો અને માં પાસે થી તમારા પતિની વધુ ઉંમર માંગણી પણ કરો.

આ દિવસે વહુએ તેની સાસુને કપડા અને મિઠાઇઓ ભેટમાં આપવા જોઇએ, અને સાસુના આશિર્વાદ લેવા જોઇએ.

ચન્દ્રની પૂજા કરતી વખતે ઘી નો દિવો પ્રગટાવવો જોઇએ અને આ દિવાથી જ પતિની આરતી કરવી જોઇએ.

આ દિવસે તમે મંગલસુત્ર જરુર પહેરો અને બની શકે તો હાથોમાં મહેન્દી પણ લગાવવી જોઇએ. તેમજ આ દિવસે નવા કપડા જ પહેરવા જોઇએ અને બની શકે તો લાલ કલરની બંગળી પહેરવી જોઇએ.

આટલા કાર્યો હોય છે આ દિવસ માટે અશુભ :

કડવા ચૌથના દિવસે સફેદ અને કાળા કલરના કપડા ન પહેરવા જોઇએ. કેમ કે આ રંગના વસ્તો ધરણ કરવા અશુભ માનવામાં આવે છે.

કડવા ચૌથની પૂજા કર્યા પહેલા કંઇ પણ ન ખાવું જોઇએ, અને તમારા મનમાં ખરાબ વિચારો ન રાખવા જોઇએ. સુતેલા વ્યક્તિને નિંદરમાંથી ઉઠાડવા ન જોઇએ.

કડવા ચૌથના દિવસે કાતર અને લોઢાથી બનેલી કોઇ વસ્તુનો ઉપયોગ કરવો અશુભ ફળ આપે છે. તેમજ આ દિવસે નખ અને વાળ પણ ન કાપવા જોઇએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!