જ્યારે કરીના કપૂરે ખેતરમાં પાવડો-કોદાળી ચલાવી અને જમીન ખેડી – જુવો વિડીયો

કરીના કપૂર અવારનવાર મીડિયામાં છવાયેલી રહે છે. ક્યારેક પોતાની ફિટનેસને કારણે તો ક્યારેક પોતાની ફિલ્મને લીધે. છેલ્લે કરીના કપૂર પોતાના રેડિયો શો ‘વ્હાટ વુમન વાંટ’ ને લઈને ચર્ચામાં હતી. તેણીએ પોતાના શો પર કરિશ્મા કપૂર, મલાઈકા અરોડા, સ્વરા ભાસ્કર, અમૃતા અરોડા અને સની લિયોન જેવી ફેમસ અભિનેત્રીઓનાં ઈન્ટરવ્યૂ લીધા હતાં. કરીનાનો આ શો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. કરીના કપૂર ઘણીવાર પોતાનો લુક બદલતી રહે છે. ઘણી યુવતીઓ તેણીનાં ડ્રેસિંગ સેન્સને ફોલો કરે છે. કરીના કપૂર આજકાલ ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ માં જજ તરીકે કામ કરી રહી છે. પોતાના નવા-નવા લુક અને સ્ટાઇલ માટે તેણી ફેમસ છે.

કરીનાનો વીડિયો વાયરલ થયો :


હાલમાં જ કરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થયો છે જેમાં તેણી પાવડો અને કોદાળી વડે કામ કરી રહી છે. કરીનાનાં બધા ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેણીનાં ફેન્સ જાણવા ઉત્સુક છે કે, આ કઈ જગ્યાનો વીડિયો છે અને તેણી આ કામ શા માટે કરી રહી છે? કરીનાનો આ અનોખો અંદાઝ જોઈને લોકો અલગ-અલગ વાતો કરવા લાગ્યા છે. કરીનાનો આ વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, તેણી ખૂબ જલ્દી પોતાના ફેન્સને કંઈક નવી સરપ્રાઈઝ આપશે. જોકે જ્યાં સુધી વીડિયો પાછળનું રહસ્ય જાણવા ન મળે ત્યાં સુધી બધાએ રાહ જોવી પડશે.

ડાન્સ ઈન્ડિયા ડાન્સ પર કરીનાએ 38 લાખનો નેકલેસ પહેર્યો હતો :


હમણાં જ ડાન્સ ઈન્ડિયા ડાન્સના સેટ પર દેશી ગર્લ એટલે કે, પ્રિયંકા ચોપડા પોતાની ફિલ્મ ‘ સ્કાય ઇઝ પિન્ક’નાં પ્રમોશન માટે પહોંચી હતી. શો દરમિયાન કરીના અને પ્રિયંકાએ ખૂબ મસ્તી-મજાક કરી હતી. પ્રિયંકા અને કરીના બંને સાથે હોય એવા ઘણા ફોટો વાયરલ પણ થયા હતા. ઘણા સમય પછી બંને અભિનેત્રીઓ સાથે જોવા મળી હતી. આ બધા વચ્ચે કરીના વધુ લાઇમલાઈટમાં હતી. એનો અંદાઝ અને લુક એકદમ આકર્ષક હતો. ખાસ તો કરીના કપૂરે જે નેકલેસ પહેર્યો હતો એની ચર્ચા વધુ થઈ હતી.

હવે કદાચ તમને એવું લાગી રહ્યું હશે કે, આખરે ! આ નેકલેસમાં એવું તે શું ખાસ હતું? તો તમને જણાવી દઈએ કે, બેબોએ પોતાની સ્ટનિંગ ડ્રેસ સાથે જે ખૂબસૂરત નેકલેસ પહેર્યો હતો એ કંઈ મામુલી નેકલેસ નહોતો. સ્પોટ બોયની રિપોર્ટ મુજબ કરીનાએ જે નેકલેસ પહેર્યો હતો એની કિંમત 38 લાખ રૂપિયા હતી. રિપોર્ટ મુજબ આ નેકલેસ Bvlgari બ્રાન્ડનો હતો. કરીના ઉપરાંત પ્રિયંકા ચોપડાનો ડ્રેસ પણ લાઈમલાઈટમાં રહ્યો.

કરીના પાવડો અને કોદાળી સાથે કામ કરી રહી છે, જુઓ આ વિડીયો :

 

View this post on Instagram

 

What is Kareena doing with @mostlysane something exciting coming up soon ❤??

A post shared by Kareena Kapoor Khan FC (@kareenakapoorteam) on


કરીના કપૂર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગુડ બોય’નાં શૂટિંગમાં ઘણી વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીના સાથે અક્ષય કુમાર જોવા મળશે. લગભગ 10 વર્ષ પછી અક્ષય કુમાર કરીના સાથે આ ફિલ્મમાં કામ કરશે. છેલ્લે તેઓ ફિલ્મ ‘કમબખ્ત ઇશ્ક’માં સાથે જોવા મળ્યા હતા. આ સિવાય કરીના ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ માં પણ જોવા મળશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!