મળો KBC ના માસ્ટર માઈન્ડસ ને – અમિતાભ બચ્ચન પણ એમના ઈશારે જ કામ કરે છે

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ‘કૌન બનેગા કરોડપતિ’ શો પાછળ અમિતાભ બચ્ચન નહીં પણ આ શો નાં નિર્દેશક અરુણ શેષકુમારનું મગજ દોડે છે.

‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન-11 ટીવીના સૌથી પ્રખ્યાત શોમાંથી એક છે. દરેક સીઝનમાં આ શો TRP બાબતે ટોપ લિસ્ટમાં રહે છે. અમિતાભ બચ્ચનનો અનોખો અંદાઝ, સ્ટાઈલ અને નવી-નવી વાતો દરેક સીઝનમાં દર્શકોને દિવાના બનાવી દે છે. કૌન બનેગા કરોડપતિ શોએ અત્યાર સુધીમાં ઘણા સ્પર્ધકોને રાતોરાત કરોડપતિ બનાવી દીધા છે. બિહારના રહેવાસી ગૌતમ કુમાર આ સીઝનમાં ત્રીજા કરોડપતિ બની ગયા છે. તેમની પહેલા સનોજ રાજ અને બબીતા તાડે એક કરોડ રૂપિયા જીતી ચૂક્યા છે. એવામાં ચાલો જાણીએ કે, આ શો આખરે ! કઈ વ્યક્તિની દેખરેખ હેઠળ આટલો સફળ સાબિત થાય છે?

તમને જાણીને નવાઈ લાગશે કે ‘કૌન બનેગા કરોડપતિ’ શો પાછળ તેના નિર્દેશક અરુણ શેષકુમારનું માઈન્ડ છે. અરુણે પોતાની કારકિર્દીમાં અનેક હિટ શો આપ્યા છે. અરુણ રિયાલિટી શોને હિટ કરવામાં માહેર છે. અરુણે ટીવીની ઓડિયન્સને બાકી શોથી અલગ કન્ટેન્ટ આપ્યું અને તે હિટ થઈ ગયા.

આ પહેલા અરુણ કુમાર ‘સત્યમેવ જયતે’, ‘સચ કા સામના’, ‘ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટ’, ‘નચ બલિયે’ અને ‘ઝલક દિખલા જા’ જેવા શો આપી ચૂક્યા છે. આ ગેમ શો પાછળ પણ અરુણનું જ માઈન્ડ છે.

‘કૌન બનેગા કરોડપતિ’ શો અમિતાભના દિલની ખૂબ નિકટ છે અને તે મેકિંગ સુધી દરેક બાબત પર ધ્યાન આપે છે. શો વિશે અરુણ શેષકુમારે જણાવ્યું હતું કે અમિતાભ માત્ર શો હોસ્ટ નથી કરતા પરંતુ તેના મેકિંગમાં પણ સંપૂર્ણ રીતે શામેલ છે. KBCની ટીમને તેઓ મળે છે અને દરેક વસ્તુની પહેલા પ્રેક્ટિસ કરે છે.

ગુજરાતી સ્પર્ધકે જીત્યો હતો પ્રથમ ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ

ઉલ્લેખનીય છે કે, 11 મી સીઝનને પ્રથમ ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ એક ગુજરાતી સ્પર્ધકે જીત્યો હતો. અમિતાભ બચ્ચન સાથે રમનાર પહેલા કન્ટેસ્ટન્ટ અમિત રમેશભાઇ જીવનાણી છે. તેઓ એક ટીચર અને પૂર્વ જીમ ટ્રેનર પણ રહી ચૂક્યા છે. રમેશભાઇ પાલિતાણા ગામના વતની છે. તેઓ પોતાના પિતા સાથે રહે છે અને શો દરમિયાન તેમણે જણાવ્યું કે, અમિતાભ બચ્ચાનની એક ફિલ્મ જોઇને તેમના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!