કોઈ ને કોઈ અકસ્માતમાં જીવ ગુમાવી ચુક્યા છે આ ૯ કલાકારો – જોઈ લો ફોટા

દેશમાં રોજ હજારો એકસીડન્ટ થતા હશે અને ઘણા લોકો જીવ ગુમાવતા હશે, અને જો વાત કરીયે સેલિબ્રિટીઓની તો ઘણા સેલિબ્રીટીઓ એ એક્સિડન્ટનાં લીધે જીવ ગુમાવ્યો છે. હાલમાં જ એક સમાચાર હતા કે સ્ટાર કિડ શિવલેખ સિંહે એકસીડન્ટમાં જીવ ગુમાવ્યો હતો, તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ એવા અમુક સેલિબ્રીટીઓ વિશે જેને અકસ્માત અથવા પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો છે.

સૌદર્યા :

સૌદાર્યા એક સમયમાં પ્રખ્યાત અભિનેત્રી હતી તેની સુંદરતાના લાખો દીવાના હતા. તેમાં તેને અમિતાભ સાથે પણ કામ કરેલું છે, અમિતાભની સૂર્યવંશમ ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળી હતી. વર્ષ 2004માં તે હવાઈ મુસાફરી દરમિયન થયેલા અકસ્માતમાં મૃત્યુ પામી હતી. જણાવી દઈએ કે આ હિરોઈને માત્ર 28ની ઉંમરમાં દુનિયાથી વિદાઈ લીધી હતી.

દિવ્યા ભારતી :

દિવ્યા ભારતીના મૃત્યુ સમયે થોડો વિવાદ પણ થયેલો કેમ કે તેનું મોતમાં બધાને શંકા હતી. જણાવી દઈએ કે દિવ્યાનું મોટા બાલકનીમાંથી પડી જવાના કારણે થયું હતું. તેથી લોકોના સવાલો હતા કે આત્મહત્યા છે ક્યારે અમુકે કહેલુ કે તેના પતિએ ખૂન કર્યું છે. પરંતુ પોલીસે અકસ્માતમાં ગણાવીને તેનો કેસ બંધ કરી દીધેલો.

જસપાલ ભટ્ટી :

એ સમયના કોમેડિયન કિંગ તરીકે ઓળખાતા જસપાલ ભટ્ટી નું અવસાન રોડ અકસ્માતમાં થયું હતું, ફિલ્મ ‘પાવર કટ’ નાં પ્રમોશનમાં જતી વખતે તેનું અકસ્માત વર્ષ 2012માં થયેલું. તે સમયે તે તે 57 વર્ષના હતા.

તરુણી સચદેવ :

તરુણીના મોતના સમાચારે તે સમયે ઘણાને દુખી કરી દીધા હતા. તરુણીએ અમિતાભ સાથે ‘પા’ ફિલ્મમાં તેની મિત્ર બની હતી. દુખની વાત તો એ બંને કે તેનો 14 મો જન્મ દિવસ જ તેનો મરણ દિવસ બની ગયો. તરુણીનું મોત નેપાળમાં પ્લેના તૂટી જવાના કારણે થયું હતું. 14 વર્ષની નાદાન તરુણીએ પ્લેનમાં ચડતી વખતે મજાકમાં જ તેના ફ્રેન્ડસને કહેલું કે આ તેની આખરી મુલાકાત છે. દુખ એ વાત નું રહ્યું કે નાદાનીમાં બોલાયેલા આ શબ્દો સાચા પડ્યા.

ગગન કાંગ :

જાણિતી સીરીયલ ‘મહાકાલી’ માં ઇન્દ્રનો રોલા કરનાર ગગન કાંગ એક અકાસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અકસ્માત અમદાવાદ મુંબઈ હાઈવે પર થયેલો અને ગગન કંગાનું 38 વર્ષે  મૃત્યુ થયેલું. આ વાત ગયા વર્ષની જ છે.

અજીત લવાનિયા :

અજીત લવાનિયા ગગન કાંગ સાથે જ મુસાફરી કરી રહ્યા હતા અને બંનેનું એકસાથે જ મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે અજીત ગગન કંગાની જ ‘મહાકાલી’ સીરીયલમાં નંદીનો રોલ નિભાવી રહ્યો હતો અને તેની ઉંમર ૩૦ વર્ષ હતી.

સોનિકા ચોહાણ :

ટીવી અને મોડેલની દુનિયામાં નામ બનાવનાર સોનિકા વર્ષ 2017માં તેની 28 ની ઉંમરે કાર એકસીડન્ટમાં મૃત્યુ પામી હતી.

રેખા સિંધુ :

રેખા એક સમયે તામિલ અને કન્નડની સફળ અભિનેત્રી હતી, વાત કરીએ તેના મૃત્યુની તો ચેન્નઈ બેગ્લોર હાઈવે પર વર્ષ 2017 માં 22 વર્ષની ઉંમરે એક કાર અકસ્માતમાં તેને જીવ ગુમાવ્યો હતો.જો કે અકસ્માત એટલો ભયંકર હતો કે તેમાં કુલ 4 જણા મૃત્યુ પામ્યા હતા.

ભૂપતિ ભરત રાજ :

જણાવી દઈએ કે ભૂપતિ ભરત રાજ એ સાઉથના સુપર સ્ટાર રવી તેજાના ભાઈ હતા. વાત કરીએ તેના મૃત્યુની તો વર્ષ 2013માં તેની કાર રસ્તા પર ઉભેલા ખટારા નીચે ઘુસી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તેની 49 વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યા હતા. કાર એટલી ભયંકર રીતે ઘુસી ગયેલી કે ભૂપતિનો ચહેરો ઓળખાવો પણ મુશ્કિલ પડી ગયો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!