કૃતિ સેનને ખોલ્યું અક્ષય કુમારને લઈને આ રાજ – એક સમયે અક્ષય કુમારની કરતી હતી આ રીતે પીટાઈ

બોલીવુડમાં અક્ષય કુમારને ખાતરોના ખેલાડી પણ કહેવામાં આવે છે. કેમ કે અક્ષય કુમાર માર્શલ આર્ટ સ્પેશિયલિટ છે. તેને તમે ઘણા ફાઈટ અને એક્શન સીનમાં જોય ચુક્યા હસો. અક્ષય કુમાર માત્ર ફિલ્મોમાં જ નહિ પરંતુ રીયલ લાઈફમાં પણ ઘણી પ્રકારના સ્ટંટ કરતા હોય છે. જો કે બોલીવુડનો આ એક્શન ખેલાડી પણ એક મહિલા અભિનેત્રી પાસે ખરાબ રીતે પીટાઈ ચુક્યો છે.

જે એકટ્રેસે અક્ષય કુમારની પીટાઈ કરી છે તે કોઈ બીજું નહિ પરંતુ કૃતિ સેનન છે. ખરેખર માં કૃતિ એ અક્ષયને હાઉસફૂલ 4 ફિલ્મના એક સીન માટે માર્ય હતો. જો કે ફિલ્મોમાં આવી વાત સામાન્ય છે પરંતુ હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં કૃતિ સેનનએ જણાવ્યું હતું કે તેને આ સીન માટે અક્ષયને કેવી રીતે મારવું પડ્યું. એટલુ જ નહિ પરંતુ અક્ષય જેવા સિતારાને મારીને કૃતિને ને કેવું મહેસુસ થયું તેની પણ ચર્ચા કરી.

જણાવી દઈએ કે આ દિવાળી પર “હાઉસફૂલ 4” ફિલ્મ રીલીઝ થવાની છે, આ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે અને લોકો ખુબ જ પસદ પણ કરી રહ્યા છે. આ ફિલ્માંમાં અક્ષય સાથે કૃતિ સેનન પણ છે. કૃતિએ કહ્યું કે આ ફિલ્મનાં શૂટિંગ સમયે તેને ખુબ જ મજા આવી. આ શૂટિંગ માં કરેલ એક સીન તે ભૂલી શકતી નથી. આ સીનમાં કૃતિને અક્ષય સાથે લડાઈ કરવાની હતી અને કૃતિ કહે છે કે મેં અક્ષય સરને ખુબ જ ખરાબ રીતે પીટ્યા. આવું કરતા મને ખુબ જ પાવરફુલ મહેસુસ થતું હતું.

જણાવી દઈએ કે ફિલ્મની સ્ટોરી બે અલગ અલગ સમયમાં ચાલે છે. પહેલો સમય રાજા મહારાજા વખતનો અને બીજો અત્યારનો વર્તમાન સમય. એવામાં જયારે પ્રાચીન સમયના સીનમાં લડાઈ આવી તો કૃતિને ઘનુષ બાણ ચલાવવાનું હતું. કૃતિ કહે છે કે તેને ‘રાબ્તા’ ફિલ્મમાં ધનુષ ચલાવવાની ટ્રેનીંગ પહેલેથી લઇ રાખી હતી તેથી તેને હાઉસફૂલ 4 વખતે કઈ ખાસ તકલીફ ન પડી. થોડું ઘણું જ શીખવું પડ્યું.

ફિલ્માંમાં કૃતિ મોર્ડન ટાઈમાંમાં તો જીન્સ પહેરે છે પરંતુ પ્રાચીન સમય માટે ઘણા ટ્રેડીશનલ ભારે ભરકમ ડ્રેસ પણ પહેરે છે. એવામાં જયારે તેને પૂછવામાં આવ્યું કે આ અભિનયને લઈને કોઈ તકલીફ તો નથી પડીને તો તે બોલી કે હું એક મોડલ પણ રહી ચુકી છું. મેં આની પહેલા આનાથી પણ વધારે વજનડર કપડા પહેર્યા છે. તેથી કપડાને લઈને મને કોઈ જ પ્રોબ્લેમ્સ પડી નથી.

જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃતિ સેનન સિવાય ચંકી પાંડે, રીતેશ દેશમુખ, બોબી દેઓલ, બોમાસ ઈરાની, કૃતિ ખરબંદા, પૂજા હેગડે પણ છે. તેમજ નવાજુદ્દીન સિદ્દીક પણ સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં તે એક ભુતા ભાગાવનાર બાબા બન્યા છે. તેનું એક સોંગ “ભૂત રાજા બહાર આજા” પણ રીલીઝ થઇ ગયું છે. તેમજ અક્ષયનું ગંજે અવતાર વાળું સોંગ “બાલા સૈતાન કા સાલા” પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. દિવાળી અને મલ્ટીસ્ટાર જોઇને લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિર પર ખુબ જ કમાણી કરશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!