સિંહ જેના ઘરમાં ખુલેઆમ ફરે છે – અને આ વ્યક્તિ એની સાથે એક બેડ પર ઊંઘે છે – વાંચો વિગતે

કૂતરા-બિલાડી તો બધા પાળે, આજે મળો એવા વ્યક્તિને કે જેણે સિંહ પાળ્યો છે.

કહેવાય છે કે, શોખ માટે માણસ કંઈપણ કરી શકે. તમે પાલતુ બિલાડી-કૂતરાને તો ચોક્કસ જોયા હશે પણ આજે અમે તમને એક એવા પાકિસ્તાની વિશે જણાવવાનાં છીએ કે જેણે પોતાના ઘરમાં સિંહ પાળ્યો છે. જી હાં, સિંહ જેવા ખતરનાક જાનવરને ઘરમાં રાખવો કેટલું જોખમી હોય છે એ તો આપણે બધા જાણીએ છીએ. પણ આજકાલ લોકોનાં શોખ ચિત્ર-વિચિત્ર હોય છે.

શોખ બડી ચીજ હૈ :


આ વ્યક્તિ છેલ્લા 6 મહિનાથી સિંહ સાથે રહે છે. આ એક પાલતુ સિંહ બની ગયો છે. આપણે તો સિંહની દહાડ સાંભળીને જ ડરી જઈએ. સિંહ તો જંગલી જાનવર છે ક્યારે કોની ઉપર હુમલો કરે કહીં ન શકાય. પરંતુ આ સિંહનાં માલિકનું કહેવું છે કે, મારો સિંહ ક્યારેય આવું ન કરે કારણ કે, એને ટ્રેનિંગ આપવામાં આવી છે. ચાલો જાણીએ આમના વિશે.

પાકિસ્તાનનાં મુલ્તાનમાં રહેતા જુલ્ફેક રાખે છે સિંહ :


મુલ્તાનમાં રહેતા જુલ્ફેક કે જેની ઉંમર 33 વર્ષ છે, એમનું કહેવું છે કે આ સિંહની ઉંમર 2 મહિના હતી ત્યારે ખરીદ્યો હતો. આ સિંહને અમે સરકારની પરમીશન લઈને પાળ્યો છે. આ સિંહ છેલ્લા 6 મહિનાથી અમારા ઘરના સભ્યની જેમ રહે છે. આ સિંહનું નામ ગબ્બર પાડ્યું છે અને આજ સુધી કોઈને પણ નુક્શાન નથી પહોંચાડ્યું. જુલ્ફેક આ સિંહની દેખભાળ માટે દર મહિને 2 લાખ રૂપિયા ખર્ચે છે. જુલ્ફેક ખૂબ જ ખુશ છે કે, એની સાથે સિંહ રહે છે. તે કહે છે કે, હું નાના બાળકની જેમ ગબ્બરનું ધ્યાન રાખું છું.

ઘરમાં પણ સાંકળ વગર રહે છે :


જુલ્ફેક કહે છે કે, તેઓ ગબ્બરને ઘરમાં પણ સાંકળ નથી બાંધતા. તે ગબ્બરને તાલીમ આપી રહ્યા છે. તે ઈચ્છે છે કે, ગબ્બર દુનિયાનો સૌથી સમજદાર સિંહ બને અને એનું નામ આખી દુનિયામાં ફેમસ થાય. એમણે એ પણ કહ્યું કે, એમનો 2 વર્ષનો છોકરો પણ ગબ્બર સાથે રમે છે.

ત્યાં સુધી કે, તેઓ સિંહને દરરોજ મોર્નિંગ વૉક માટે લઈ જાય છે. સિંહ માટે અલગ રૂમ પણ બનાવ્યો છે અને આ રૂમમાં બેડરૂમ અને AC ની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ બધુ જોઈને લોકો મોઢામાં આંગળા નાખી દે છે. લોકોએ ઘણી વખત પૂછ્યું કે, તમે આટલો મોંઘો સિંહ કેમ પાળ્યો ? ત્યારે જુલ્ફેકે જણાવ્યું કે, એને સિંહ પ્રત્યે ખૂબ જ લાગણી છે અને ગબ્બર એનો સાચો દોસ્ત બની ગયો છે.

લોકો દૂર-દૂરથી આવે છે ગબ્બરને જોવા માટે:–


જુલ્ફેક કહે છે કે, લોકો દૂર-દૂરથી મને અને ગબ્બરને મળવા માટે આવે છે. લોકો મારી અને ગબ્બર સાથે સેલ્ફી લે છે. એટલું જ નહીં, લોકો મારી બહાદુરીનાં વખાણ પણ કરે છે અને સિંહની ડાઈટ વિશે પણ પ્રશ્નો પૂછે છે. જ્યારથી મેં સિંહ પાળ્યો છે ત્યારથી લોકો વચ્ચે મારી ઈજ્જત અને માન-પાન વધી ગયા છે, જેને હું જાળવી રાખવા માંગુ છું. એટલે હું મારા સિંહને ખૂબ સારી ટ્રેનિંગ આપવા માંગુ છું અને એને સૌથી સારું પાલતુ પ્રાણી બનાવવા ઈચ્છું છું. મને ગબ્બરની દેખભાળ કરવામાં જરાય તકલીફ નથી થતી. ગબ્બર અમારા ઘરનો સભ્ય છે અને અમે બધા હળીમળીને રહીએ છીએ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!