ઘરમાં LPG ગેસ કનેક્શન હશે તો થશે આ ૫ ફાયદા – એજન્સી ક્યારેય નહિ કહે આના વિષે

આ સમય એવો છે કે વધુમાં વધુ ઘરોમાં ગેસ કનેક્શન ચાલુ થયા છે, અને જો તમારા ઘરમાં પણ LPG કનેક્શન હસે તો તમારા માટે પણ ખુશીના સમાચાર છે. મોદી સરકાર દ્વારા મધ્યમ વર્ગના લોકોને ઘણા ફાયદાઓ થતા રહે છે. એમ આ વખતે LPG કનેક્શન વાળા લોકો માટે પણ મોદી સરકાર ઘણા ફાયદાઓ જાહેર કર્યા છે. જણાવી દઇયે કે આજે અમે તમને જે વાત કરવા જઇ રહ્યા છીએ તે તમને એજન્સી વાળા પણ કહેશે નહી..

મિત્રો પહેલી જ વખતે જ્યારે તમે ગેસની ખરીદી કરવા જાવ ત્યારે તમે તેને સંબંધી વધુ માહીતીની જાણ કરતા નથી પરંતુ તમને જણાવી દઇયે કે ગેસ ખરીદતી વખતે તેનો ઇન્સ્યોરન્સ આવે છે અને તે પણ સામાન્ય રકમ નહી પરંતુ 50 લાખ સુધી નો હોય છે. જો કે તેની આખરી ડેટ પણ હોય છે પરંતુ મોટાભાગના લોકો આના વીશે કંઇ જાણતા નથી. જો કોઇ કારણોસર સીલીંડર ફાટે તો મળવા પાત્ર રકમ મળે છે. જે 10 થી 15 લાખ છે, અને જો વધુ લોકોને નુક્શાન થયુ હોય તો 50 લાખ પણ મળે છે.

 

મિત્રો જો તમે તમારુ શહેર બદલો છો તો તમારા નવા રહેઠાણમાં સરળતાથી ટ્રાન્સફર થઇ શકે છે. તેની પ્રોસેસ કંઇ લાંબી નથી, તમારે જ્યાથી કનેક્શન હોય ત્યા તમારે અમુક ડોક્યુમેંટ જમા કરવાની સાથે તમારુ સીલીન્ડર પણ જમા કરાવવાનું રહેશે એટ્લે ત્યા તમે જમાં કરાવેલ રકમ પરત મળશે અને કનેક્શન પૃફ પણ સાથે આપશે, એ તમારે નવા રહેઠાણની એજન્સી એ જઇને જમા કરાવવાનું રહેશે તેથી ત્યાનું કનેક્શન આસાનીથી મળી રહેશે.

ત્યારબાદ જો તમે સીલીન્ડર અન્યના નામે કરવા માંગતા હોય તો પણ સૌથી સરળ જ રીત છે. તમારે બસ એ વ્યક્તિને હાજર રાખવાની સાથે જેના નામે નામ બદલાવવા માંગો છો. અહિં તમારે બે સોગંદનામા કરવા પડશે, જેમા એક કે જેના નામે કરવાનું છે અને બીજો એ કે જેના નામનું છે. આ પ્રોસેસ માટે તમારે માત્ર અમુક ડોક્યુમેંટ ની જ જરુર પડસે પરંતુ NOC ફરજીયાત રહેશે.

 

મિત્રો હવેનો ફાયદો ખુબ જ ઇન્ટ્રેસ્ટીંગ છે, કેમ કે જમાનો ઓનલાઇન નો છે જ્યારે તમે કનેક્શન પણ ઓનલાઇન લઇ શકો જી હા હવે તમે MyLPG.in દ્વારા ઓનલાઇન કનેક્શન લઇ શકો છો. અહિંથી તમે ગેસ સંબંધીત દરેક કાર્યોની અરજી પણ ઓનલાઇન કરી શકો છો.

આમા સૌથી સારો અને શ્રેષ્ઠ ફાયદો છે સબસિડીનો અને એ ઓનલાઇન, જી હા, મિત્રો હવે તમે આધારકાર્ડની સાઇટ પર જાસો ત્યાં અમુક માહિતી ભારીને પણ તમે સબસિડીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!