માઁ બનવાની વાત પર ખુલાસો કરતા પ્રિયંકાએ કહ્યુ, “ભગવાનના આશિર્વાદ થી..”

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના લગ્નને હવે વર્ષ થવા આવ્યુ છે. તેના પતિ નિક જોંસ સાથે તે ખુબ જ ખુસ નજર આવે છે. જ્યારે પણ કોઇ લગ્ન થાય એટલે પહેલું સ્ટેપ ફેમિલી પ્લાનિંગ એટલે કે માં બાપ બનવા વીશે વિચારવાનું હોય છે. એવામાં હવે પ્રિયંકના ફેંસ રાહ જોઇ રહ્યા છે કે પ્રિયંકા હવે નિકના બાળકની માં બનશે. આ વિષય પર તેને જ્યારે પણ પુછવામાં આવે ત્યારે તે આ વાતને ટાળી દે છે. જો કે આ વખતે પ્રિયંકાએ આ વિષય પર ખુલીને વાતો કરી છે. તો ચાલો જાણીયે પુરી વાત..

મિત્રો આ મહિનામાં જ 11 ઓક્ટોમ્બરે પ્રિયંકાની ફિલ્મ ‘સ્કાઇ ઇસ ધ પિંક’ રિલીજ થવા જઇ રહી છે. જો કે ઘણા લાંબા સમયે પ્રિયંકા ફિલ્મોમાં નજરે આવશે. છેલ્લે તે વર્ષ 2016 ની ફિલ્મ ગંગાજલ 2 માં જોવા મળી હતી. એટલે કે હવે ત્રણ વર્ષે તે બોલીવુડમાં કમબેક કરશે. પ્રિયંકા એવું એવું ઇચ્છતિ હસે કે તેની આ ફિલ્મ બોક્સ ઓફીસ પર હિટ જાય.

તેના માટે તે આ સમયે પ્રમોશનમાં ખુબ જ વ્યસ્ત છે. તેના ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકા દેશના ખુણે ખુણે જઇને જાહેરાત કરી રહી છે. થોડા દિવસ પહેલા તે ગુજરાતમાં પણ આવી હતી અને ફાલ્ગુની પાઠક સાથે ગરબા રમતી પણ નજરે આવી હતી. તેમજ તેને ગુજરાતી થાળીનો પણ આનંદ લીધો.

આ સમયે પ્રિયંકાએ એક ઇંટર્વ્યુ આપ્યુ તેમા તેને તેની પર્સનલ લાઇફ ખાસ કરીને માં બનવાના વિષય પર વાતચીત કરી. જ્યારે પ્રિયંકાને પુછવામં આવ્યુ કે ફેમિલી સ્ટાર્ટ કરવા પર તમે શું વિચાર કર્યો છે. ત્યારે તેને જવાબ આપ્યો કે હું હવે રાહ નથી જોઇ શકતી. હું તેના માટે તૈયાર છું. સાથે કહ્યુ કે ભગવાનના આશિર્વાદથી દરેકના જીવનમાં આ સુંદર પલ આવે છે. તેથી નિક અને હું પણ તેને પામવા માંગીએ છીએ…

 

 

તેમજ તેને એક બીજા ઇંટર્વ્યુમાં પુછવામાં આવ્યુ તમે ઘણા પ્રકારના રોલ નિભાવ્યા છે એવામાં શુ એવા પણ કોઇ કીરદાર પણ છે જેને નિભાવવા માટે તમને ખ્વાહિશ હોય. તેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યુ કે તે લેડી બાંડ બનવાનું પસંદ કરશે. પ્રિયંકાએ કહ્યુ કે જેમ્સ બૉન્ડની ફિલ્મમાં પુરુષને હટાવીને સ્ત્રીને મુખ્ય ભુમીકા આપવામાં આવે તો હું તે રોલમાં સૌથી વધુ ફિટ રહીશ. જો કે આ વાત તેને મજાકમાં કીધી હતી. અને કહ્યુ કે હવે સમય આવી ગયો કે તે પણ આ કિરદારને ટ્રૉય કરે. પ્રિયંકાએ કહ્યુ કે તેને જેમ્સ બૉન્ડની ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે. તે તેની ફેન છે.

 

અમારી શુભકામના પ્રિયંકા અને નિકની સાથે રહેશે, ભગવાન તેને જલ્દી એક દિકરો આપે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકા અને નિકનો દિકરો મોટો થઇને હોલીવુડમાં જાસે કે બોલીવુડમાં.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!