દિવાળી પર માં ને ફ્રીઝ ગીફ્ટ આપવા ૩૫ કિલો સિક્કા લઈને ખરીદી કરવા ગયો અને ૨૦૦૦ ઘટ્યા અને દુકાનદારે…..

એક કહેવત છે કે ‘મા તે મા બીજા બધા વગડાનાં વા’ એટલે કે એક દિકરાને માં જેટલો પ્રેમ દુનિયામં કોઇ કરી શકતુ નથી. દિકરાની સૌથી વધુ કેર એક માં જ કરે છે. પરંતુ દિકરાઓ પણ માં માટે કંઇ પણ કરવા તૈયાર હોય છે. જી હા, મીત્રો આજે આપણે વાત કરવાનાં છીએ એક માં દિકરાની કહાની વીશે જેમાં એક દિકરાએ તેની માં ને ફ્રીઝ આપ્યુ છે, જે તેને તેના ગલાના પૈસાથી ખરીદીને આપ્યુ છે. તો ચાલો જોઇએ આખી કહાની..

જોધપુરના સહારન નગરના રહેવાસી રામદેવસિંહ કે જે માત્ર 17 વર્ષના છે. તેને એક દિવસ સવારે સમાચાર પત્રમાં ફ્રીઝ ની જાહેરાત જોઇ હતી, અને તેને શો રૂમના માલીક સાથે ફોન પર વાત કરીને કહ્યુ કે તે તેના મમ્મીની ગીફ્ટ મટે ફ્રીઝ લેવા માંગે છે. પરંતુ તે માત્ર સિક્ક લઇને જ આવસે. અને શોરુમના સંચાલક હરિકિશન ખત્રીએ તેની શરત મંજુર રાખી.

આ સંભળીને રામસિંહ 35 કિલો જેટલા સિક્કા લઇને ફ્રીઝ લેવા શો રૂમે પહોંચી ગયો. તેમા મોટા ભાગના સિક્કા એક, બે અને પાંચ તેમજ દશનાં જ હતા. જો કે શો રૂમના સ્ટાફે બધા જ સિક્કા ગણી લીધા પરંતુ દુખની વાત એ રહી ગઇ કે તેમા 2 હજાર રુપિયાનો ઘટાડો આવતો હતો. પરંતુ શો રૂમના સંચાલકે તેની દિલદારી બતાવીને તેને 2 હજાર ડિસ્કાઉંટ તરીકે બાદ કરીને ફ્રીઝ આપી દીધુ.

13,500 રુપિયા ભેગા કરવામાં લાગ્યા 12 વર્ષ :

મિત્રો આપણે પણ નાના હતા ત્યારે ગલ્લામાં પૈસા ભેગા કરતા પરંતુ આપણે થોડાક પૈસા ભેગા થાઇ એટલે ગલ્લો ફોડીને પૈસા વાપરી નાખતા. પરંતુ રમસિંહ એવું બિલકુલ ન કરતો. તેને પૈસા વાપર્યા વિના છેલ્લા 12 વર્ષમાં 13,500 જેટલા સિક્કાઓ ભેગા કર્યા. અને તેને તેની માં માટે આ જ પૈસા થી ફ્રીઝ ખરીદ્યુ. જો કે તેને તેની માં ને પ્રોમિસ કરેલું કે તે તેને ગિફ્ટમાં ફ્રીઝ આપશે.

જ્યારે રમસિંહે તેનું આ પ્રોમિસ પુરુ કર્યુ ત્યારે તેની માં ખુબ જ ખુશ થઇ. જાણવ મળેલ માહિતી મુજબ રામસિંહ હજું કોલેજના પહેલા વર્ષમાં છે. તેના પિતા દલાલીનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યુ છે. જાણવા મળ્યુ છે કે રામસિંહને શો રૂમ તરફથી પણ એક ગિફ્ટ આપવામાં આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!