ધક-ધક ગર્લ માધુરી એક્ટિંગ પછી હવે કરવા જઈ રહી છે આ કામ – ચાહકો માટે અનોખી ગીફ્ટ

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર ફિલ્મોમાં આવી ગઈ છે. છેલ્લે તેણી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ અને ‘કલંક’માં કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે, ફિલ્મ કલંકમાં 22 વર્ષ પછી માધુરી દીક્ષિત અને સંજય દત્ત એકસાથે જોવા મળ્યા હતા. જેથી ઘણા દર્શકો આ ફિલ્મ જોઈને ખૂબ રાજી થયા હતા. ફિલ્મની સ્ટોરી પણ સારી હતી.

ફિલ્મ કલંકનું ગીત ‘તબાહ હો ગયે’માં માધુરી દીક્ષિતનો ડાન્સ ખૂબ જ જોરદાર હતો. આટલા વર્ષો પછી પણ માધુરીનો જલવો એવોને એવો જ છે. હજુ એમની એક્ટિંગ, ડાન્સ અને એક્સપ્રેશન એવા જ આકર્ષક અને ઉમદા છે. માધુરીના કમબેકથી એના ફેન્સ ખૂબ ઉત્સાહમાં છે. પરંતુ હવે અમે તમને માધુરી વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે, જે જાણીને એના ફેન્સ રાજીનાં રેડ થઈ જશે.

જણાવી દઈએ કે, મિડ ડે રિપોર્ટ મુજબ માધુરી દીક્ષિત ખૂબ જલ્દી એક્ટિંગની સાથે સિંગિંગની દુનિયામાં પણ એન્ટ્રી કરશે. મિડ ડેને આપેલ ઈન્ટરવ્યૂમાં માધુરી દીક્ષિતે કહ્યું – તેણી પહેલી વખત ગીત ગાવા જઈ રહી છે. તે એકદમ પ્રોફેશનલ લેવલ સાથે ગીત ગાશે. તેણી એક આલ્બમ માટે પોતાનો અવાજ આપશે. જે આલ્બમ આ વર્ષે રિલીઝ થશે. પ્રાપ્ત વિગતો મુજબ, માધુરી દીક્ષિતે આલ્બમ માટે પોતાનું ગીત રેકોર્ડ કરી લીધું છે. પરંતુ પોતાની ફિલ્મનાં પ્રમોશન અને અન્ય કેમેન્ટમેન્ટને કારણે તેણીએ હજુ ગીતનાં વીડિયો માટે શૂટિંગ નથી કર્યું.

ખૂબ ઓછા લોકોને ખબર હશે કે, માધુરી આ પહેલા પણ ફિલ્મ ગુલાબ ગેંગમાં ગીત ગાઈ ચુકી છે. પણ હવે પહેલી વખત માધુરી પોપ સિંગિંગ કરશે. મળતા અહેવાલ મુજબ, આ વખતે માધુરીએ ઈંગ્લીશ ગીત ગાયું છે અને આ આલ્બમમાં કુલ 6 ગીત હશે. માધુરીનાં બધા ફેન્સ આ આલ્બમનો બેસબ્રીથી ઇન્તઝાર કરી રહ્યા છે. કારણ કે એ તો બધા જાણે છે કે માધુરી એક બેસ્ટ અભિનેત્રી અને ડાન્સર તો છે જ પણ હવે તેણી સિંગિંગ ક્ષેત્રે ઝંપલાવી રહી છે, હવે લોકો એ જાણવા ઉત્સુક બન્યા છે કે એક સિંગર તરીકે તે કેટલી સફળ રહેશે?

તમને જણાવી દઈએ કે, કલંક ફિલ્મમાં આટલા લાંબા સમય બાદ સંજય દત્ત સાથે કામ કર્યા બાદ માધુરીએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. આ પહેલા જ્યારે માધુરી અને સંજય દત્ત ફિલ્મોમાં કામ કરતા ત્યારે બૉલીવુડમાં એમના અફેરની ઘણી ચર્ચાઓ થતી. પણ જ્યારે સંજય દત્ત જેલમાં ગયા ત્યારબાદ માધુરીએ એમની સાથે સંબંધ પૂરો કરી નાખ્યો હતો. સમાચારનું માનીએ તો જેલમાંથી એક વખત સંજય દત્તે માધુરીને ફોન કર્યો હતો. આ વાતની જાણ માધુરીની મમ્મીને થઈ ગઈ અને એણે માધુરીને સંજય સાથે વાત કરવાની ના પાડી દીધી તેથી માધુરીએ પણ સંજયને ફોન કરવાની ના પાડી દીધી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!