રાજા મહારાજાઓ ના મહેલને ટક્કર આપે છે અનીલ કપૂરનો બંગલો – જુવો અંદરની તસવીરો

અનિલ કપૂરનું નામ ફિલ્મ જગતના મહાન અભિનેતાઓમાં સામેલ થાય છે. તેના કરીયરમાં અનિલે એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. આજે પણ તેની ફિલ્મો માટે સિનેમાઘરોમાં લાઇન લાગે છે. જણાવી દઇયે કે અનિલ કપૂર તેની જબરદસ્ત એક્ટીંગ સિવાય તેની ફિટનેસ માટે પણ જાણીતા છે. આજે પણ તે પોતાને ફિટ રાખવા માટે કડી મહેનત કરે છે.

62 વર્ષના હોવા છતા હજુ તે જોશ અને ઉત્સાહથી ભરેલા રહે છે. તેને જોઇને તેની અસલી ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ઘણી વખત તો તે આજની જનરેશનના હિરોને પણ ટક્કર દેતા નજરે આવે છે. અનિલ કપૂરના નામનો ડંકો બોલીવુડથી લઇને હોલીવુડ સુધી વાગી ચુક્યો છે. અનિલ કપૂરે આટલા વર્ષોમાં ઘણી મહેનત કરી છે અને તેનું જ કારણ છે કે આજે તે ખુબ જ શાનદાર અને આલિશાન ઘરમાં રહે છે.

અનિલ કપૂરે તેના ઘરના ઇંટીરિયલ પર ખાસ ધ્યાન આપ્યુ છે. આ ઘરમાં તે તેની પત્ની સુનીતા, દિકરી રિયા અને દિકરા હર્ષવર્ધન કપૂર સાથે રાજા મહારાજાની જેમ રહે છે. લગ્ન પહેલા સોનમ પણ અહિં રહેતી હતી પરંતુ લગ્ન પછી તે તેના પતી આનંદ આહુજા સાથે રહેવા લાગી. હાલમાં જ આનંદ અને સોનમે લંડનમાં એક આલિશાન ઘર ખરીદ્યુ છે.

પત્નીએ કર્યુ છે ઘરનું ઇંટીરિયલ :

જણાવી દઇયે કે અનિલ કપૂરના ઘરને તેની પત્ની સુનિતાએ ડિઝાઇન કર્યુ છે. પરંતુ મોટાભગની વસ્તુઓ અનિલ કપૂરની પસંદને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આજની આ પોસ્ટમાં અમે તમને અનિલ કપૂરના ઘરની અંદરની ડિઝાઇન બતાવવા જઇ રહ્યા છીયે.

અનિલ કપૂરે તેના ફિલ્મ કરીયરની શરુઆત ઉમેશ મેહરાની ફિલ્મ ‘હમારે તુમ્હારે’ થી વર્ષ 1979 માં કરી હતી. જો કે આ ફિલ્મમાં તે સહાયક અભિનેતા તરીકે તરીકે જોવા મળ્યા હતા. તેમજ 1983ની ફિલ્મ ‘વો સાત દિન’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મથી તેને એક શ્રેષ્ઠ હિરોના રૂપે ઓળખાણ મળી.

વાત કરીયે ફિલ્મોની તો અનિલ કપૂર ‘સ્લમડૉગ મિલિયેનર’, ‘ દિલ ધડકને દો’, ‘વેલકમ’, ‘તેજાબ’, ‘ઘર હો તો એશા’, ‘નો પ્રોબ્લેમ’, ‘યહાં કે હમ સિકંદર’, ‘સલામ-એ-ઇશ્ક’, ‘નો એંટ્રી’, ‘બેવફા’, ‘અરમાન’, ‘નાયક’, ‘એક લડકી કો દેખા તો એશા લગા’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

જોવો અનિલ કપૂરના ઘરની ખૂબસૂરત તસ્વીરો :

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!