મહિલા સૈનિકની લાઈફ બોર્ડર પર કેવી રીતે પસાર થાય છે – ક્યારેય ના જોયલા ૧૦ ફોટો જુવો

એક સૈનિક પ્રતિ આપણા બધાના મનમા ખુબ જ માન સમ્માન હોય છે. દેશની રક્ષા માટે સૈનિક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. સૈનિકો રાત દિવસ બોર્ડર પર રાત દિવસ રક્ષા કરે છે ત્યારે આપણે આપણ વતનમાં સુખી શાંતિથી રહી શકિયે છીએ.

એક સૈનિકની લાઇફ ખુબ જ કઠીન અને એડજસ્ટમેન થી ભરેલી હોય છે. તેમજ મોતનું રિસ્ક પણ હોય છે. તે તેના પરિવારથી પણ મોટા ભાગે દુર જ રહે છે. જો કે આ બધાની પાછળ તેનામાં દેશની સેવા કરવાનું અલગ જૂનૂન હોય છે. અને એ જ કારણ છે કે સિમા પર માત્ર પુરુષ જ નહિ પરંતુ સ્ત્રીઓ પણ સામેલ છે.

લગભગ બધા જ દેશોની સેનામાં સ્ત્રીઓ અને પુરુષ બન્ને માટે જગ્યા હોય છે. જો કે પુરુષ સૈનિકની લાઇફસ્ટાઇલ વીશે તો તમે ઘણી વખત જોયુ હસે, સાંભળ્યુ હસે કે વાંચ્યુ પણ હસે. પરંતુ સ્ત્રી સૈનિક વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. એવામાં આજે અમે તમને એક સ્ત્રી સૈનિકની તેની ડ્યુટી દરમીયાનની લાઇફ વીશે જણાવવા જઇ રહ્યા છીએ.

આજે અમે તમને ઇઝરાયલ દેશની સ્ત્રી સૈનિકની અમુક ખાસ તસ્વીરો બતાવા જઇ રહ્યા છીયે. આ તસ્વીરો ઇઝરાયલઇની પુર્વ મહિલા સૈનિક માયન ટોલેડેનો એ લીધી છે. તેને તેની તસ્વીરો શેર કરીને ઇઝરાયલની સ્ત્રી સૈનિકની અજાણી લાઇફ દુનિયાની સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફોતાઓમાં તમે જોઇ શક્શો કે ઇઝરાયલની સ્ત્રી સોલ્જરી કેવી રહે છે.

માયના કહે છે કે સામાન્ય રીતે મીડિયા સૈનિકોની યુદ્ધ સાથે જોડાયેલી વાતો જ શેર કરે છે. જો કે સૈનિકોને તેની પાછલ પણ એક જીંદગી હોય છે. તે લાઇફ જ્યારે તે યુદ્ધના મેદાનમાં હથિયાર લઇને ઉભા રહેવાની જગ્યાયે તેના અડ્ડા પર દૈનિક કાર્યો કરવાના હોય છે. આજ સુધી સોલ્જર્સની આ લાઇફને ખોલીને સામે લાવવામાં આવી નથી. એવામાં માયનાએ આ વાત શેર કરવાની કોશિશ કરી છે.

તેમજ એક વાત એ પણ જણાવી દઇયે કે દુનિયામાં એમુક દેશો એવા પણ છે કે જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિને જવાન થવા પર અમુક સમય માટે સેનામાં જોડાવું પડે છે. તેના માટે ત્યાં કડક કાયદાઓ હોય છે. ઇઝરાયલ પણ એ દેશોમાંથી એક છે. ત્યાં સ્ત્રીઓને 18 વર્ષની ઉંમરમાં જ સેનામાં ભરતી થઇને સેવાઓ આપવી ફરજીયાત હોય છે.

ઇઝરાયલના હૈફામાં જન્મેલ માયનને ઇંટરનેટ ડાંસ અને આર્ટ માં પહેલેથી જ રસ હતો. મોટી થઇને તે આર્ટની ફિલ્ડમાં આગળ વધવા માંગતી હતી અને દુનિયા ફરવા માંગતી હતી. પરંતુ દેશના નિયમ પ્રમાણે તેને 18 વર્ષની થવા પર ઇઝરાયલ આર્મીમાં ભર્તી થવુ પડ્યુ.

હાલમાં માયન ફોટોગ્રાફર છે અને છેલ્લા 6 વર્ષોથી તે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં રહે છે. આ તસ્વીરો લેવા પર માયનનો ઉદેશ એ છે કે દુનિયા સૈનિકની પાછળની જીંદગી વીશે પણ જાણી શકે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!