નદી માં ડૂબવા જ જતી હતી આ ક્યુટ છોકરી અને એની પાસે એક ડોગી આવ્યું અને પછી જે થયું…..

સોશિયલ મીડિયાના આ સમયમાં દરેક પાસે સ્માર્ટ ફોન છે જ અને તે વધુમાં વધુ સોસીયલ મીડિયા પર એક્ટીવ પણ રહે છે. તેમજ તેને મનગમતા વિડીઓ અને ફોટાઓ શેર કરતા રહે છે. તેમજ બોલીવુડ સેલીબ્રિટીઓ પણ હવે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેંસને દરરોજની એક્ટીવીટી શેર કરતા રહે છે.

વાત કરીએ એ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની તો તે પણ આજે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. હાલમાં જ તેને એક વીડિઓ શેર કરેલો જેમાં એક વાત એવી છે જે તમને જરૂર પસંદ આવસે.

નદીમાં પડેલા દડો લેવા જઈ રહેલ બાળકી પાસે આવ્યો એક ડોગી :

મોટાભાગે અમિતાભ બચ્ચન ટ્વીટર પર એક્ટીવ રહે છે અને તેને ટ્વીટર પર એક વિડીઓ શેર કર્યો છે જે ખુબ જ વાઈરલ થયો છે. વીડીઓમાં તમે જોઈ શકો છો કે નદીમાં પડેલ દડો લેવા જતી નાની બાળકી નદીમાં ઉતરવાની તૈયારી માં જ હતી ત્યાં એક ડોગી આવીને તે બાળકીને પાછળ ખેંચી લે છે અને ડોગી નદીમાં જઈને બોલા લઈયાવે છે.

 

ઈન્ટરનેટ પર આ બાળકીનો વિડીઓ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. અને અમિતાભ બચ્ચન દ્વારા શેર કરેલ આ વિડીઓ તેના ફેંસ ખુબ જ પસંદ કરી રહ્યા છે. તે સિવાય એક વધુ વિડીઓ શેર કર્યો છે જેમાં એક બિલ્લી ગાડી સાથે એકસરસાઈઝ કરતી જોવા મળે છે.

 

વાત કરીએ અભિતાભ બચ્ચનનાં વર્કફ્રન્ટની તો હાલમાં તેને કોણ બનેગા કરોડ પતિ શોમાં હોસ્ટ તરીકે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તે સીવાય તેની ફિલ્મ બ્રહ્માસ્તનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. તેમજ ટૂંક સમય માં તેની ઇમરાન હાસમી સાથેની ફિલ્મ ચેહરા આવી રહી છે. અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાના સૌથી મોટા સન્માન દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવશે. તેની જાણકારી ખુદ સુચના અને પ્રસારણ મંત્રાલય પ્રકાશ જાવડેકરએ જ આપી હતી. આવનાર સમયમાં તેની ત્રણ ફિલ્મો ‘ચેહરે’, ‘જુંડ’, ‘બ્રહ્માસ્ત’ અને ‘ગુલાબો સીતાબો’ રિલીઝ થવાની છે.

બોલીવુડના શહેંશાહ છે અમિતાભ બચ્ચન :

અમિતાભે હાલમાં જ તેનો ૭૭ મો જન્મ દિવસ ઉજવ્યો અને આજે પણ તેનો જાળવો બોલીવુડ માં કાયમ છે. તેને વર્ષ 1969 માં તેના કરિયરની શરૂઆત ફિલ્મ સાત હિન્દુસ્તાની થી કરી હતી. ત્યાર બાદ તેને ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને બોલીવુડમાં તેને એક પર એક હીટ ફિલ્મો આપી. જણાવી દઈએ કે અમિતાભે સૌથી વધુ સમય એક્ટિંગ કરી છે આજે તે ૭૭ વર્ષે પણ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટીવ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!