નરેન્દ્ર મોદી અને બોલીવુડ સ્ટાર્સ – વોટ્સએપ માં ના જોયેલા ફોટો અને વિડીયો અહી જોવો

ગઈ કાલે અચાનક જ સોશિયલ મીડિયા માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને બોલીવુડ સ્ટાર્સ જેવા કે શાહરૂખ અને આમીર ખાન ના ફોટા ચારે બાજુ ફરવા લાગ્યા.

મળતી વિગત મુજબ, પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિતે પીએમ નરેન્દ્ર મોદીએ વિવિધ કલા અને બોલીવુડની દિગ્ગજ હસતીઓ સાથે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી.

લોકપ્રિય અભિનેતા આમિર ખાન, શાહરૂખ ખાન સહિત બોલિવુડની કેટલીય દિગ્ગજ હસતીઓ આ ઇવેન્ટમાં સામેલ થઇ અને રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમોને લઇ પોતાના વિચારો રજુ કર્યા હતા. પ્રધાનમંત્રી ના દિલ્હી નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ પર પીએમ નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટ દરમિયાન કહ્યું કે ગાંધીજી નો વિચાર સાદગીનો પર્યાય છે. તેમણે એ પણ કહેલું કે મહાત્મા ગાંધીનો વિચાર વ્યાપક છે.

આ દિલ્હી ખાતે યોજાયેલ મીટિંગ દરમ્યાન પીએમ મોદીએ ફિલ્મ જગતની હસતીઓ સાથે દાંડીમાં બનેલા ગાંધી મ્યુઝિયમ ફરવાની અપીલ કરી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે તમને  લોકોને ગુજરાત સ્થિત  સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જવું જોઇએ જ્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવી રહ્યા છે.

કાર્યક્રમ સાથે જોડાયેલ માહિતીઓ ખુદ પીએમઓના ટ્વિટર એકાઉન્ટમાંથી શેર કરી છે.

લોકપ્રિય અભિનેત્રી કંગના રૌનત પણ આ પ્રસંગે હાજર રહેલી અને એમના વિડીયો બાઈટ માં દેશ વિષે ખુબ જ સરસ અભિપ્રાય આપેલો અને વિનમ્રતા સાથે એક સુંદર મેસેજ પણ બધા લોકો સુધી વહેતો કર્યો છે. જેની પીએમ નરેન્દ્ર મોદીએ નોંધ લીધી અને પોતાના ઓફિસિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ પણ કરેલો.

હોટ અને લોકપ્રિય અભિનેત્રી જેકલીન પણ આ મૌકો ચુકી નહોતી અને પોતાની રજૂઆત કંઇક આ રીતે કરેલી હતી.

ઘર ઘરે લોકપ્રિય બની ગયેલી એવી એકતા કપૂરે નરેન્દ્ર મોદીજી સાથે આ રીતે વાત કરી અને પોતાનો વિચાર રજુ કરેલો.

ખુબ જ સફળ ફિલ્મો બોલીવુડમાં આપનાર ડાયરેક્ટર અનુરાગ બાસુ સાથે નરેન્દ્ર મોદીજી એ સ્પેશ્યલ વાત કરેલી અને એમના વિચારો પણ વિડીયો માં કેદ કરીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી ફોલોઅર્સ સુધી પહોંચાડ્યું હતું.

ઈમ્તિયાઝ અલી એ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ મોદીને સાંભળ્યા અને પછી પોતે ગાંધીઝ્મ માટે શું કરી શકે અને ગાંધીના વિચારો દેશમાં શું પરિવર્તન લાવી શકે એ વાતો મીડિયા સમક્ષ કરી હતી જે કેમેરામાં કૈદ થઇ ગઈ હતી.


પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી સાથેની આ સ્પેશ્યલ મીટીંગ કે ઇવેન્ટ માં હાજર રહેલા બોલીવુડ ડાયરેક્ટર અને લેઇટ શ્રીમતી શ્રીદેવીના પતિશ્રી બોની કપૂરે પણ એક વિડીયો બાઈટ માં જણાવ્યું હતું કે મોદી સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હમેશા મદદરૂપ રહી છે અને જયારે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને કોઈ તકલીફ હોય ત્યારે સરકાર એમનો સાથ આપે જ છે.

હાસ્ય નું વાવાઝોડું ગણાતા કપિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર નીચેનો સંદેશો આપ્યો હતો.

आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी, आप से मिल कर और आपके विचार सुन कर बहुत अच्छा लगा। आप के कुशल नेतृत्व में हमारा देश नयीं नयीं ऊँचाइयों को छूता रहे और आप ऐसे ही हमारा मार्गदर्शन करते रहें, ईश्वर से यही प्रार्थना है! जय हिंद ?

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!