પાકિસ્તાન PM ઈમરાનનો દીકરો આ દેશમાં રહે છે – આટલો વિશાળ પરિવાર છે ઈમરાન ખાનનો

ક્રિકેટરથી લઈને પ્રધાનમંત્રી બનવા સુધીની સફર કરનાર ઈમરાન ખાને હમણાં જ પોતાનો 67મો જન્મ દિવસ ઉજવ્યો. આ અવસરે લોકોએ એમને ઘણી શુભેચ્છાઓ પાઠવી. જે અંતર્ગત આજે અમે તમને ઇમરાન ખાનનાં પરિવારનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. ઇમરાન ખાનની કારકિર્દી વિશે તો બધા જ જાણે છે અને એના લગ્નની વાતો પણ હંમેશા થતી રહે છે. જોકે એમના બાળકો પણ છે, જે ક્યારેય મીડિયાની હેડલાઈન્સમાં નથી આવતા. એટલું જ નહીં, એમના બાળકો પાકિસ્તાનમાં નથી રહેતા.

જણાવી દઈએ કે, ઈમરાન ખાનનું પૂરું નામ ઈમરાન ખાન અહમદ ખાન નિયાજી છે, એમનો જન્મ 05 ઓક્ટોબર, 1952નાં રોજ પંજાબનાં એક પશ્તૂન પરિવારમાં થયો હતો. ત્યારબાદ એમનું પરિવાર લાહોર ચાલ્યું ગયું. લાહોરમાં જ ઈમરાન ખાને પોતાનો વધુ સમય વિતાવ્યો છે. ઈમરાન ખાનના પિતા લાહોરમાં સિવિલ એન્જીનીયર હતા અને એમની માતા હાઉસ વાઈફ હતા. કહેવાય છે કે, બચપણમાં ઈમરાન ખાન ખૂબ જ સીધા-સાદા અને શરમાળ સ્વભાવનાં હતાં. ખેર ! અહીંયા આપણે એમના પરિવાર અને બાળકો વિશે વાત કરી રહ્યા છીએ.

વર્ષ 1995માં 42 વર્ષની ઉંમરમાં ઈમરાન ખાને 21 વર્ષીય જેમિમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા, આ લગ્ન વર્ષ 2004 સુધી ચાલ્યા. આ લગ્નથી ઈમરાન ખાનને બે બાળકો છે, જે એમની સાથે નથી રહેતા. ઈમરાન ખાન અને જેમિમાનાં બે બાળકો સુલેમાન ઈશા ખાન અને કાસીમ ખાન છે. વર્તમાન સમયમાં સુલેમાન 22 વર્ષનો છે. આ બંને બાળકો પોતાની માતા સાથે લંડનમાં રહે છે. જણાવી દઈએ કે, જેમિમા ખૂબ જ અમીર ઘરની છે, એટલે તેણીએ પોતાના બાળકો ઈમરાન ખાનને નથી સોંપ્યા.

વર્ષ 2004માં જેમિમા ગોલ્ડસ્મિથ સાથે તલાક થયા પછી એમણે વર્ષ 2015માં બ્રિટિશ-પાકિસ્તાની જર્નલિસ્ટ રેહમ ખાન સાથે લગ્ન કર્યા, આ લગ્ન ફક્ત દસ મહિના સુધી ટક્યા. લગ્નનાં 10 મહિનામાં જ બંનેએ કોર્ટમાં તલાક માટે અરજી આપી અને બંનેનાં તલાક થયા. હવે તેઓ એકબીજાનું મોઢું જોવા પણ રાજી નથી. જોકે રેહમ ખાન ઘણી વખત ઈમરાન ખાન ઉપર નિશાન સાધે છે અને એમની નિતીઓ વિશે ઘણી ટીકા-ટિપ્પણી પણ કરે છે.

65 વર્ષનાં ઈમરાને ફેબ્રુઆરી 2018માં 40 વર્ષીય બુશરા મનેકા સાથે લગ્ન કર્યા હતા, જેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા. આ લગ્નને લઈને એમની એક્સ વાઈફ રેહમ ખાને જબરદસ્ત આરોપ લગાવ્યા હતાં. રેહમ ખાને કહ્યું હતું કે, ઈમરાન ખાન બેવફા છે, એવામાં જ્યારે એમની જૂની પત્ની હાજર હતી ત્યારથી જ તેઓ બુશરાને ડેટ કરી રહ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તલાક થયા. હાલમાં ઈમરાન ખાન પોતાની ત્રીજી પત્ની સાથે જ રહે છે. જેના વિશે સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી બધી વાતો ચાલી રહી છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!