પાકિસ્તાનના આ ૭ સિતારાઓ એમની પિતરાઈ બહેન સાથે પરણી બનાવ્યો છે ઘરસંસાર – જુવો યાદી

મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરવા જઇ રહ્યા છીએ એ વાત આપણા માટે વિચારી પણ શકાય તેમ નથી. મિત્રો આપણા દેશમાં કે આપણા સમાજમાં કાકા અને મામાના દિકરાઓ વચ્ચે ભાઇ બહેનનો સંબંધ હોય છે. જણાવી દઇયે કે પાકિસ્તાનમાં આવા સંબંધોમાં પણ લગ્ન થાય છે જે માત્ર સામાન્ય લોકો જ નહી પરંતુ સેલીબ્રિટી પણ કરે છે. મિત્રો તમને જણાવી દઇયે કે પાકિસ્તાનમાં કઝિન્સ સાથે લગ્ન કરે છે.

પાકિસ્તાનમાં આ વાત સામાન્ય છે. જો કે, હવે સમય પ્રમાણે પાકિસ્તાનનાં યંગસ્ટર્સ આ વાતનો વીરોધ કરવા લાગ્યા છે. નજીકના સંબંધમાં લગ્ન કરવાથી જિનેટિક બીમારીઓ તેમજ સ્વાસ્થ્ય માટે ખતરો રહે છે. મિત્રો તમને જણાવી દઇયે કે અમેરીકામાં ઘાણા રાજ્યોમાં આવા લગ્નો પર પ્રતિબંધ છે. પાકિસ્તાનમાં એવું માનવામાં આવે કે લગ્ન માટે બીજે ભટકવા કરતા નજીકમાં જ સંબંધ કરી દેવો જોઇએ.

રેહમ ખાન :

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર તેમજ પત્રકાર રેહમ ખાને બ્રિટીશમાં સાઇકાટ્રક ઇજાજ કે જેના કઝીન હતા તેની સાથે સંબંધ બાંધ્યા હતા. તેમજ પાકીસ્તાનના નેતા અને પુર્વ ક્રિકેટર સાથે મેરેજ કર્યા પરંતુ વધુ સમય ન ટકતા આ સંબંધ પણ ટુટી ગયો.

સઇન અનવર :

મીત્રો પાકિસ્તાનનાં આ ક્રિકેટરે પણ તેની કઝિન બહેન સાથે લગ્ન કર્યા હતા જેનું નામ લુબના અનવર છે. અને તે ડૉક્ટર છે. તેના લગ્ન વર્ષ 1996માં થયેલા અને તેનું પહેલા સંતાન તરીકે તેની દિકરી બીસ્માહની એ જન્મ આપ્યો અને બીમારીને લીધે તેનું મૃત્યુ થયુ.

સનમ માર્વી :

પોપ્યુલર સુફી કલાકાર સનમ માર્વીએ પણ જેની સાથે લગ્ન કર્યા તે તેનો કઝીન ભાઇ જ છે. તેનું નામ હામીદ અલી ખાન છે. તેમજ બન્નેને 3 બાળકો પણ છે. જો કે આ વાત તેના માટે સામાન્ય છે. પાકીસ્તાનમાં કઝિનમાં લગ્ન થવા સામાન્ય વાત છે અને મોટાભાગનાં લગ્ન કઝીનમાં જ થતા હોય છે.

નૂરસત ફતેહ અલી ખાન :

મિત્રો તમને જણાવી દઇયે કે નુરસત અલી ખાન પાકિસ્તાનનો સૌથી ફેમસ કલાકર છે તેના લગ્ન પણ તેની કઝીન બહેન સાથે જ થયા છે જેનું નામ નાહિદ નુરસત છે. બન્નેને એક ‘નિદા’ નામની દિકરી પણ છે. જો કે બન્ને સાથે ખુસ છે પરંતુ આવા અંગત સંબંધો બાળકો માટે હાનિકારક બની શકે છે.

શાઇસ્તા લોધી :

પાકિસ્તાની ફેમસ અભિનેત્રી અને ટીવી પ્રેઝન્ટ શાઇસ્તાના પહેલા લગ્ન વકાર વાહિદ સાથે થયેલા પરંતુ અમુક કારણોસર છુટાછેડા થઇ ગયેલા અને તેને પોતાના કઝીન સાથે લગ્ન કરી લીધા. હાલ તે તેના કઝીન સાથે લગ્ન જીવન વિતાવી રહી છે.

શાહિદ અફરીદી :

શાહિદ આફરીદીનું નામ તો તમે સંભળ્યુ જ હસે જે પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર હતા. જે પાકિસ્તાની હોવા છતા તેના ભારતમાં પણ લાખો ફેંસ છે. મિત્રો આટલા મોટા સેલીબ્રીટીએ પણ તેની કઝીન બહેન સાથે લગ્ન કર્યા છે એ જોઇને તમને એવું લાગશે કે પાકિસ્તાનમાં કદાચ આ ખાનદાની રીવાઝ હસે. જણાવી દઇયે કે હાલ તેને ચાર દિકરીઓ પણ છે.

બાબર ખાન :

પાકિસ્તાની ટીવી જગતનો સૌથી પોપ્યુલર અને મોડેલની દુનિયામાં નામના મેળવેલ બાબર ખાનની પહેલી પત્નીના અવસાન પછી બીજા લગ્ન તેની કઝીન સાથે કર્યા જેનું નામ બિસ્મા છે. મિત્રો ગજબની વાત તો એ છે કે બિસ્માના લગ્ન બાબર સાથે માત્ર 14 વર્ષની ઉંમરે થયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!