પરિણીત મહિલા આ ૭ કારણને લીધે લગ્નેતર સંબંધો રાખે છે – છેલ્લું કારણ જ આવા લફરા કરાવે છે

જો એક પતિ અને પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એક સુખી દાંપત્ય જીવન જીવી શકાય છે . બન્ને એકબીજાને સમજી શકે અને એકબીજાની વાતમાં સહમત થાય તો જ આ સંબંધ મજબુત બને છે. પરંતુ જો બન્ને એક વાતમાં સહમત ન હોય અથવા કોઇ કારણોસર ઝઘડા થતા હોય તો તેનું પરીણામ ઘાતક આવી શકે છે. ઘણીવાર બન્નેના ઝઘડાનો ફાયદો કોઇ ત્રીજો વ્યક્તી ઉઠાવી જાય છે.

એવા ઘણા કારણો છે કે એક સ્ત્રી તેના પતિ સિવાય અન્ય પુરુષ સાથે પણ સંબંધ રાખતી હોય છે. જો કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ એક ખરાબ વાત કહેવાય પરંતુ અમુક એવા કારણો હોય છે જે સ્ત્રીને તેના પતિ સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ રાખવા મજબુર કરી દે છે. આજે આપણે આ આર્ટીકલમાં અમુક એવા જ કારણો વીશે ચર્ચા કરવાના છીએ જે સ્ત્રીને અન્ય પુરુષ સાથે સંબંધ રાખવા મજબુર કરે છે.

ઉંમરમાં વધુ તફાવત :

જો કોઇ મહિલાના લગ્ન તેનાથી વધુ નાની કે વધુ મોટી ઉંમરની વ્યક્તિ સાથે થાય તો પણ  એવુ બની શકે કે તે તેના પતિ સિવાય અન્ય પુરુષ તરફ આકર્ષાય. ઉંમરમાં ખાસ્સો તફાવત હોવાને લીધે મહિલાને સંતુષ્ટિ મળી શકતી નથી અને આ જ કારણ છે કે મહિલા અન્ય પુરુષ જેવા કે તેની ઉંમર સમાન હોય તેવા પુરુસો તરફ આકર્ષાય છે.

પહેલા પ્રેમની યાદ :

મિત્રો તમે બધા જાણો છો કે આજકાલ છોકરો હોય કે છોકરી તેનો પહેલો પ્રેમ તો તેના કોલેજ કે સ્કુલના દિવસોમાં જ થઇ જતો હોય છે. જણાવી દઇયે કે પ્રેમની બાબતને લઇને છોકરીયો વધુ પડતી સિરિયસ હોય છે તેથી તે તેનો પહેલો પ્રેમ ક્યારેય ભુલી શકતી નથી. તેના લગ્ન પરીવારનાં કહેવા મુજબ અન્ય જગ્યાએ થયા હોય તો તે તેના પતી સાથે ભાવાત્મક રુપથી ક્યારેય જોડાઇ શકતી નથી. તેથી તે તેના પહેલા પ્રેમ સાથે હંમેશા જોડાઇ રહેવાની હંમેશા કોશિશ કરે છે.

બન્ને વચ્ચેનાં મતભેદો :

જો કે લગ્ન જીવનમાં ઝગડા તો થતા જ હોય છે એ તો સામાન્ય વાત છે, પરંતુ વધુ પડતા ઝગડા અથવા મોટા પાયે ઝગડા થવા લાગે કે જેનાથી બન્ને બોલવાનું બંધ કરી દે કે બન્ને સાથે ટાઇમ પસાર કરવાનું પણ બંધ કરી દે, એવામાં પત્ની બીજા અન્ય પુરુષ સાથે સંબંધ બનાવે છે.

પતીનું સાથે ન હોવું :

જો પતી તેના કામ ધંધાને લીધે કે અન્ય કારણોને લીધે વધુ ભાગે બહાર રહેતો હોય તો મહીલા હંમેશા એકલતા અનુભવતી હોય છે. જો કે મહિલાને એકલું રહેવું ક્યારેય પસંદ હોતુ નથી, એવામાં તે બહારના પુરુષનો સહારો લેવાનું પસંદ કરે છે. એકલતાથી કંટાળીની આખરે પત્ની આવુ કરતી હોય છે.

પૈસાની ચાહત :

મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે સ્ત્રીઓ ના શોખ અને તેને જરુરી વસ્તુઓ તેને હરહાલમાં જોતી જ હોય છે. ઘણીવાર તેના પતીથી બધી વસ્તુઓ પુરી પાડવામાં ન આવતી હોય તો પણ  સ્ત્રી કોઇ પૈસાદાર વ્યક્તી સાથે સંબંધો બનાવે છે, જે તેની દરેક નાની મોટી ઇચ્છાઓ પુરી કરી શકે. તેથી પૈસાની ચાહતને લીધે પણ સ્ત્રીઓ આવું કરતી હોય છે.

પતિ સાથે બદલો :

 

સ્ત્રીઓ પહેલેથી જ ગુસ્સા વાળી હોય છે અને એવામાં જો તેના પતિ સાથે કોઇ વાત પર ઝગડો થઇ જાય તો તે તેના પતિ પર વધુ ગુસ્સે થઇ જાય છે અને બદલો લેવા માટે તે અન્ય મર્દો સાથે સંબંધો બનાવે છે. જો કે ઘણી વાર એવું પણ બનતું હોય કે તેનો પતિ કોઇ અન્ય સ્ત્રી સાથે સંબંધમાં હોય તો તેનો બદલો લેવા પણ તે આવું કરે.

શારીરિક સંબંધમાં અસંતુષ્ટિ :

ઘણા પુરુષો તેની પત્નીની શારીરિક ઇચ્છાઓ પુરી કરી શકતા નથી તેને તેના પતિ તરફથી યૌન સંબંધોમાં સંતોષ મળતો ન હોવાથી પણ આવું થતુ હોય છે. જો કે મહીલા આ વાત તેના પતીની કહિ પણ ન શકતી હોવાથી તે કોઇ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવીને તેની શારીરિક ઇચ્છાઓ પુરી કરી શકે છે. આ એક મોટું કારણ છે કે જેના લીધે વધુમાં વધુ પરણીત મહિલાઓ અન્ય પુરુષો સાથે સંબંધો રાખે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!