તહેવારો ના દિવસો માં સરળ રીતે પાઈનેપલ શીરો બનાવતા શીખીએ ??
દિવાળીના દિવસો હોય કે પછી ગણપતિ કે સાતમ આઠમ. ગુજરાતીઓ ને જમણવાર ની સાથે એક મીઠાઈ તો જોઈએ જ. બરોબર ને?
તો ચાલો, આજે માણીએ એક એવી મીઠાઈ જે જોઇને એવું લાગે છે જાતે ના બનાવી શકીએ પણ બનાવવી એટલી અઘરી નથી. અમે લઈને આવ્યા છીએ પાઈનેપલ શીરો બનાવવાની સરળ રેસીપી અને એ પણ ગુજરાતી માં.
પાઈનેપલ શીરા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ રવો
- 1 કપ ઘી
- 1 કપ પાઈનેપલ ના ટુકડાં
- 8-10 કેસર ના તાંતણા
- 1 કપ ખાંડ
- 1/2 ચમચી એલચી નો ભૂકો
- 1/4 ચમચી તજ નો ભૂકો
- 1/4 કપ નારિયેળ નુ છીણ
- 1 ચમચો પાઈનેપલ શિરુપ
- 7-8 કાજુ
- 2 ચમચી સૂકી દ્રાક્ષ
- સજાવામાટે પાઈનેપલ અને ચેરી
પાઈનેપલ શીરા બનાવવાની રીત
- એક પેન મા ઘી મૂકવું.ઘી ગરમ થાય એટલે કાજુ ના બે ફાડચાં કરી શેકી ને પ્લેટ મા કાઢી લેવા.હવે રવો શેકવો ધીમા તાપે સૂકી દ્રાક્ષ રવો શેકાય એટલે પાઈનેપલ ને નાના ટૂકડા કરી ઉમેરવા. વચ્ચે નો ભાગ નહિ લેવો. હવે કેસર ઉમેરી હલાવી લેવું. અને 2કપ પાણી ઉમેરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી 2મીન થવા દેવું.
- હવે ઢાંકણ ખોલી પાઈનેપલ શિરુપ તાજા કોપરા નુ છીણ(સિલોની કોપરું પણ લઇ શકાય) ઉમેરી ખાંડ તજ નો ભૂકો ઉમેરી બરાબર હલાવી લેવું. ફરીથી ઢાંકણ ઢાંકી ધીમા તાપે 2મીન થવા દેવું. ખોલી ને એલિચી નો ભૂકો ભભરાવી ગરમાગરમ પ્લેટ મા પાન મૂકી પરોસવો. શેકેલા કાજુ ચેરી કેસર અને પાઈનેપલ ની રીંગ મૂકી સજાવવું. તૈય્યાર છે પાઈનેપલ શીરો. કંઈક અલગ
પાઈનેપલ શીરા બનાવવાનો વિડીયો જેથી ઉપર લખેલ સરળતાથી સમજાઈ જશે.
આવી મજેદાર વાનગીઓ બનાવતા શીખવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.