પ્લાસ્ટિક સર્જરીને લીધે આ ૫ હિરોઈનોની ખુબસુરતીમાં ૪ ચાંદ લાગ્યા- શિલ્પા શેટ્ટી તો ઘણી બદલાઈ ગઈ

પોતાની ખૂબસુરતી પ્રત્યે દરેક સ્ત્રી પૂરતું ધ્યાન આપે છે. મેકઅપ કર્યા વગર ઘરની બહાર ન નીકળે. પરંતુ વાત જો બોલિવૂડ અભિનેત્રીની કરવામાં આવે તો તેણીને પોતાના ચહેરામાં કંઇક બરાબર ન લાગે તો કોઈને કોઈ પાર્ટની પ્લાસ્ટિક સર્જરી કરાવી લે છે. બૉલીવુડમાં ઘણી એક્ટ્રેસેસએ આ રીતે સર્જરી કરાવી છે અને ત્યારબાદ એનું માન-પાન પણ વધી ગયું છે. પ્લાસ્ટિક સર્જરી બાદ વધુ સુંદર લાગવા માંડી આ 5 અભિનેત્રીઓ, જુઓ તો આ લિસ્ટમાં તમારી ફેવરિટ અભિનેત્રી તો નથી?

પ્લાસ્ટિક સર્જરી બાદ આ 5 અભિનેત્રીઓની વધી ગઈ સુંદરતા :
બોલિવૂડમાં ખૂબસૂરત હિરોઈનમાં જો કોઈ ખામી હોય તો તે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાને ખૂબસુરત દેખાડે છે. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેણે ઘણી વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી અને ત્યારબાદ તેઓ સફળ પણ રહી.

(1) કેટરીના કૈફ :


બોલિવૂડની ટોપ એક્ટ્રેસ કેટરીનાએ પોતાનાં કરિયરની શરૂઆત ફિલ્મ ‘બૂમ’ દ્વારા કરી હતી પણ જ્યારે તેણીની નોંધ લેવામાં ન આવી ત્યારે તેણીએ પોતાનો લુક બદલવાનું વિચાર્યું. પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂકેલ કેટરીના વિશે લોકો વિચારતા હશે કે, કેટરીનામાં એવી તો શું ખામી હતી કે, પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી. તો તમને જણાવી દઈએ કે, તેણી પોતાનો લુક ચેન્જ કરવા માંગતી હતી અને આમ થયા બાદ તેણીની ફિલ્મ “મૈને પ્યાર ક્યો કિયા” સફળ રહી. ત્યારબાદ કેટરીનાએ ટાઇગર જીંદા હૈ, રાજનીતિ, અજબ પ્રેમ કી ગજબ કહાની, જબ તક હૈ જાન, એક થા ટાઇગર, ધૂમ-3 જેવી સુપરહીટ ફિલ્મોમાં પોતાની સુંદરતા બતાવી.

(2) મનીષા લાંબા :


અભિનેત્રી મનીષા લાંબાએ ભલે બોલિવૂડમાં વધારે ફિલ્મો નથી કરી પણ એની સુંદરતાની ચર્ચા હંમેશા થતી રહે છે. મનીષાએ ફિલ્મ ‘રોકી’ દ્વારા ડેબ્યુ કર્યું હતું જેમાં એની સાથે જાહેદ ખાન હતા. ત્યારબાદ તેણી બિગબોસમાં પણ આવી ગઈ છે. મનીષાએ ફિલ્મ ‘લક’ અને ‘બચના એ હસીનો’માં કામ કર્યું હતું. આ બધી ફિલ્મોમાં આવ્યા પહેલા તેણીએ વધુ સુંદર બનવા માટે સર્જરી કરાવી હતી. તેણીએ પોતાના નાકની સર્જરી કરાવેલ છે.

(3) અનુષ્કા શર્મા :


બોલીવુડનાં ત્રણેય ખાન સાથે કામ કરી ચુકેલી એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના ચહેરા ઉપર સર્જરી કરાવી ચૂકી છે. હકીકતમાં તેણીએ પોતાના હોઠની સર્જરી કરાવેલ છે. આ સર્જરી તેણીએ ફિલ્મ પીકે માટે કરાવી હતી, આ બાબતે તેણીનો મજાક પણ બની ગયો હતો. હાલમાં અનુષ્કા શર્મા અને વિરાટ ખૂબ ખુશ છે.

(4) શ્રુતિ હસન :


સાઉથ ફિલ્મનાં સુપરસ્ટાર કમલ હસનની ખૂબસૂરત દિકરી શ્રુતિ હસને બોલિવૂડમાં કામ કર્યું છે પણ તેણી સાઉથ સિનેમાની ખૂબ મોટી હિરોઈન છે. શ્રુતિનો ચહેરો એટલો બધો માસૂમ છે કે, બધાને પસંદ આવે છે. શ્રુતિને સાઉથ ફિલ્મોથી જ લોકપ્રિયતા મળી છે. શ્રુતિ આજે સાઉથની ટોપ એક્ટ્રેસ છે પરંતુ તેણીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે. તમારી જાણકારી માટે કહી દઈએ કે, તેણીએ પોતાના નાક અને ગાલની સર્જરી કરાવી હતી.

(5) શિલ્પા શેટ્ટી :


90નાં દશકની ખૂબસુરત અને ફિટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની ખૂબસુરતી આજે પણ ઓછી નથી થઈ. શિલ્પા શેટ્ટીએ પોતાના ચહેરાને ખૂબસૂરત બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો હતો. તમને જણાવી દઈએ કે, શિલ્પાએ પોતાના નાકની સર્જરી કરાવેલી છે. હાલમાં શિલ્પાની ઉંમર 44 વર્ષ છે પણ 22 વર્ષની લાગે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!