વાઈરલ થઈ રહ્યું છે આલિયા અને રણવીરનાં લગ્નનું વેડિંગ કાર્ડ – શું સાચે જ થઇ રહ્યા છે આ દિવસે લગ્ન

રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બંને બોલીવુડના ટોપ કલાકારોના લીસ્ટમાં સામેલ છે. થોડા દિવસોથી બંનેના પ્રેમની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. જો કે હવે તેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. ઘણા સમયથી બંને રીલેશનશીપમાં છે. અલીયાએ અને રણવીરે ભલે આજસુધી તેના સંબંધો વિશે ક્યારેય ખુલીને વાત નથી કરી પરંતુ તેને તેના સંબંધને લોકોથી ક્યારેય છુપાવ્યો પણ નથી.

સોશિયલ મીડિયા પર ઘણીવાર આલિયા અને રણવીરનાં લગ્નની ખોટી અફવાઓ વાઈરલ થતી રહે છે, થોડા દિવસો પહેલા જ એક અફવા વાઈરલ થયેલી કે આલીયાએ મનીષ મલ્હોત્રા સાથે લગ્નને લઈને લહેન્ગો ડીઝાઇન કરાવ્યો છે, આ ખબર બિલકુલ ખોટી હતી.

થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો હતો જેમાં રણવીર અને આલીયા એકબીજાને ગળામાં વરમાળા પહેરાવતા નજરે આવ્યા હતા. આજકાલ સોશિયલ મીડિયા પર આલિયા અને રણવીરના લગ્નનું કાર્ડ ખુબ ઝડપી વાઈરલ થઇ રહ્યા છે. લગ્નનું કાર્ડ જોઇને લોકોના મનમાં એક જ સવાલ આવે છે કે આખરે રણવીર અને આલીયાના લગ્ન ક્યારે અને ક્યાં થવાના છે? શું ખરેખર આલિયા અને રણવીર વર્ષ 2020 માં 22 જાન્યુઆરીએ કરી રહ્યા છે. શું સાચે બંનેના લગ્ન જોધપુર ના ઉમ્મેદ ભવન માં થવાના છે?

 

સોશિયલ મીડિયા પર આ કાર્ડની તસ્વીર સોમવાર રાતથી વાઈરલ થઇ રહી છે. તમને કદાચ ખબર નહિ હોય કે આલિયા અને રણવીરના  વેડિંગ કાર્ડની તસ્વીરો નકલી અને ફોતોશોપેડ છે. રણવીર અને આલિયાનાં આ વેડિંગ કાર્ડમાં આલીયાના પિતાનું નામ ઇંગલીશમાં મુકેશ ભટ્ટ લખ્યું છે.

એ વાત બધા જાણે છે કે આલિયા ભટ્ટ મહેશ ભટ્ટ અને સોની રાજદાનની દીકરી છે અને મુકેશ ભટ્ટ તેના કાકાનું નામ છે. કાર્ડમાં લખેલ આલીયાનો સ્પેલિંગ પણ ખોટો છે કેમ કે, આલિયા ખુ ALIA લખે છે અને કાર્ડમાં Aliya લખ્યું છે. તેમજ આ કાર્ડની ક્વોલિટી જોઇને જ તમને અંદાજો આવી જશે કે આ કાર્ડ પૂરી રીતે નકલી છે. તેમજ આલિયાએ આ કાર્ડ પર તેનું રીએક્શન પણ આપ્યું છે. થોડા દિવસો પહેલા જ આલિયા એરપોર્ટ પર જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!