આજે પણ નથી ભૂલી શકતી રાની મુખર્જી તેના પહેલા ફિલ્માં વખતે તેની સાથે બનેલી આ ઘટના

રાની મુખર્જી બોલીવુડની ખુબ જ સુંદર અને સકસેસ અભિનેત્રી છે. આજથી 23 વર્ષ પહેલા આવેલ ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ રાની મુખર્જીની પહેલી ફિલ્મ હતી. એક ઈન્ટરવ્યું માં રાની મુખર્જીએ તેની જુની યાદો તાજી કરતા ઇમોશનલ થઇ ગઈ હતી, અને તેને જણાવ્યું હતું કે તેની પહેલી ફિલ્મ વખતે તે ખુબજ મોટા પારીવારિક સંકટનો સામનો કરવો જોઈએ.

રાની મુખર્જીએ જણાવ્યું કે તેની પહેલી ફિલ્મ તેની સૌથી ફેવરીટ અને યાદગાર ફિલ્મ છે. જે દિવસે ફિલ્માં રીલીઝ થવાની હતી તે દિવસે મારા સ્વર્ગીય પિતાજી (ફિલ્માં નિર્માતા રામ મુખર્જી) ની બાઈપાસ સર્જરી થવાની હતી. ફિલ્માં રીલીઝના કારણે તે તે દિવસે ઓપરેશન કરવા નહોતા માંગતા. તે મારી ફિલ્મ રીલીઝ થવાની રાહ જોવા માંગતા હતા. ત્યારે મેં તેને કહ્યું કે સર્જરી વધુ જરૂરી છે તેથી તેને સર્જરી કરાવી.

રાનીની પહેલી ફિલ્મ અશોક ગાયકવાડએ નિર્દેશિત કરી હતી. અને આ ફિલ્મ 1996 માં રીલીઝ થઈ હતી, તેની પહેલી ફિલ્માં આજના સૌથી ગંભીર વિષય બલાત્કાર પર આધારીત છે. રાની મુખર્જીએ કહ્યું કે તેના પિતા સર્જરી માટે ગયા અને ૨ થે ૩ દિવસ આઈસીયુમાં બેહોસ રહ્યા. જયારે હોસ આવ્યો તો તેને પહેલો સવાલ ફિલ્માં રીલીઝ વિશે કર્યો. તેને પૂછ્યું કે ફિલ્માં કેવીક ચાલી રહી છે, ફિલ્માંમાં રાનીની એક્ટિંગ જોઈને તેના પિતાની આંખમાં આંસુ આવી ગયા.

આજકાલ રાની મુખર્જી તેની આવનાર ફિલ્મ “મરદાની 2” ની રીલીઝની તૈયારીઓમાં વ્યસ્ત છે. “મરદાની 2” ફિલ્માંનું નિર્દેશક ગોપીપુરથાન એ કર્યું છે. અને આ ફિલ્મ 13 ડીસેમ્બરે રીલીઝ થવાની છે. “મરદાની 2″માં રાની મુખર્જી આઈપીએસ ઓફિસરનાં રોલમાં નજરે આવશે. આ ફિલ્મનાં પ્રોડ્યુસર રાણીના પતિ આદિત્ય ચોપડા છે. આ ફિલ્મમાં રાનીનું નામ શિવાની શિવાજી રાય છે.

આ ફિલ્મમાં રાની એક ખુબ જ ખતરનાક વિલનનો સામનો કરે છે. જેનું નામ સાંભળીને લોકોની આત્મા પણ ડરી જાય છે. તમને યાદ હશે કે મર્દાની નો પહેલો ભાગ વર્ષ 2014માં રીલીઝ થયું હતું. તેમાં રાની શિવાની રાય નામની આઈપીએસ ઓફિસર બની હતી. જે નાબાલિક છોકરીઓની સ્મગલિંગ રેકેટ ખતમ કરે છે.

રાણીએ મર્દાની 2 સિવાય કોઈ નવા પ્રોજેક્ટને લઈને ખુલાસો કર્યો નથી. રાણીએ વર્ષ 2014માં આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ઇટલી માં ધામધુમથી થયા હતા. ઘણા સમયનો બ્રેક લીધા પછી રાની મુખર્જીએ હિચકી ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું હતું.

હિચકી ફિલ્માં પછી રાની મુખર્જીએ ઘણો મોટો બ્રેક લીધો અને હવે તે ફિલ્મ મર્દાની 2 માં જોવા મળશે. હવે જોવાનું એ રહ્યું કે રાની મુખર્જીની આવનારી ફિલ્મ મર્દાની 2 બોક્સ ઓફીસ પર કેવીક ધૂમ મચાવે છે. જણાવી દઈએ કે રાની આ પહેલા મર્દાનીમાં પણ નજરે આવી હતી. જે ફિલ્મને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેથી ફિલ્માં નિર્માતાઓએ તેનો બીજો ભાગ બનાવવાનો નિર્ણય લીધો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!