તમારી રાશિ કહેશે કે, તમારા ઘડપણની લાકડી કોણ બનશે? – દીકરો કે દીકરી- વાંચો વિગતે

કહેવાય છે કે, માણસ બધું જ સહન કરી શકે પણ પોતાનો તૂટતો પરિવાર નથી જોઈ શકતો. એક સમય એવો હતો કે ખૂબ મોટો પરિવાર એક જ છત નીચે રહેતો હતો પણ આજે સમય એવો છે કે એકબીજાની મદદ માટે કોઈ આગળ આવતું નથી. આજે તો સરકાર પણ કહે છે કે, ‘હમ દો હમારે દો’. જો આનાથી આગળ ગયા તો સરકારી યોજનાઓનો લાભ પણ મળતો નથી.

આ સ્થિતિમાં આપણે કેવી રીતે આશા રાખીએ કે, ઘડપણમાં આ બેમાંથી એક આપણી સેવા કરશે. કારણ કે આજના જમાનામાં તો મોટા લોકોના મા-બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યા હોય છે. આવી સ્થિતિમાં ઘડપણ ખૂબ જ કપરું છે. ખેર ! આપણાં શાસ્ત્રો કહે છે કે, રાશિ મુજબ જાણી શકાય કે ઘડપણમાં આપણને કોણ સાચવશે? દિકરો કે દિકરી —

(1) મેષ :


કહેવાય છે કે, માતા-પિતાનું સૌથી નાનું સંતાન આ રાશિવાળા લોકોની દેખભાળ કરશે. તે છોકરો હોય કે છોકરી હોય આ બાળક જ તમારા ઘડપણમાં તમને સાથ આપશે.

(2) વૃષભ :


આ રાશિના જાતકો મોટાભાગે પોતાની રીતે જીવે છે પણ વાત કરવામાં આવે એમના ઘડપણની તો એમનો નાનો દિકરો એમની ઘણી સેવા કરશે. નાનો દિકરો એમને સૌથી ખુશ રાખશે.

(3) મિથુન:


આમને દિકરીઓ તરફથી સૌથી વધુ પ્રેમ મળશે, આમ તો એમના દિકરા પણ એમને સાચવશે પણ જ્યારે માતા-પિતાની હાલત દયનિય થશે ત્યારે છોકરા દૂર રહેશે.

(4) કર્ક :


આ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી હોય છે, શાસ્ત્રો મુજબ આમને દિકરા-દિકરી એમ બંને તરફથી ખૂબ પ્રેમ અને સન્માન મળશે.

(5) સિંહ :


આમની કાળજી લેવામાં એમના દિકરા સૌથી આગળ રહેશે. દિકરી પણ બનતી મદદ કરશે.

(6) કન્યા :


એમની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે દિકરા તૈયાર હશે પણ પ્રેમ અને લાગણી તો દિકરીઓ પાસેથી જ મળશે.

(7) મકર :


આમને જીવનની દરેક પ્રૉબ્લેમનો ખ્યાલ હોય છે, અને કહેવાય છે કે આમનું જીવન દિકરાઓ સાથે સુખી રહેશે.

(8) ધન :


આ લોકોનું બીજા નંબરનું સંતાન એમને સાથ આપશે. ભલે તે દિકરો હોય કે દિકરી એમને ખૂબ સાચવશે.

(9) વૃશ્ચિક :


એમના ઘડપણમાં દિકરાઓ એમને સુખ આપશે. એમની સેવાચાકરી કરશે.

(10) તુલા :


એમના સપોર્ટમાં દિકરીઓ હંમેશા આગળ રહેશે. દિકરીઓ એમનું પૂરું ધ્યાન રાખશે.

(11) કુંભ :


આ વૃદ્ધ દંપતિને પોતાના દરેક સંતાન પાસેથી પ્રેમ મળશે. તેઓ જ્યાં જશે ત્યાં સુખ-સંપત્તિ મળતી રહેશે.

(12) મીન :


આમને પોતાની મોટી દિકરી ખૂબ સાચવશે. જોકે દિકરા પણ બરાબર સાચવશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ અનોખો આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!