રસ્તા પરથી જો પૈસા મળે તો એનો અલગ મતલબ સમજવો – સિક્કો મળે એમને તો…

શું તમને રસ્તા પર પડેલા પૈસા મળ્યા છે? ઘણા એવા લોકો હશે જેને ક્યારેક ને ક્યારેક રસ્તા પરથી પૈસા મળ્યા હશે. તમે જોતા હસો કે મોટા ભાગે કોઈને પૈસા મળે તો તે ગરીબને દાન કરી દે છે અથવા કોઈ મજુરને આપી દેતા હોય છે. એવા ઘણા ઓછા લોકો હોય જે રસ્તા પરથી મળેલા પૈસા તેની પાસે રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે રસ્તા પર મળેલ પૈસા કંઇક અલગ જ સંકેત આપે છે.

જણાવી દઈએ કે આનો સંબંધ સીધો આધ્યાત્મિક સાથે છે. આમ તો રસ્તા પર પડેલા પૈસા લેવા ન જોઈએ અને જો ભૂલથી લઇ પણ લીધા તો તેને આપની પાસે રાખવા ન જોઈએ. કેમ કે તમને નહિ ખબર હોય કે જેના પૈસા પડી ગયા છે તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે.

રસ્તા પરથી મળેલ પૈસા રાખવા નહિ :

હકીકત માં, તમે જો રસ્તા પર પડેલ પૈસા લેસો તો જે વ્યક્તિના આ પૈસા છે તેની ઉર્જા તમારામાં આવી જશે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક પણ હોય શકે છે. જો વ્યક્તિ ખુશ છે અને તેના દિવસો સારા જતા હશે તો તેની સકારાત્મક ઉર્જા પૈસા દ્વારા તમારામાં પ્રવેશ કરશે. પરંતુ જો વ્યક્તિ દુખી હોય અને ખરાબ દિવસોમાંથી પસાર થતો હોય તો તેની નકારાત્મક ઉર્જા તમારામાં આવી જશે. તેથી રસ્તામાં પડેલા પૈસા લેવા ન જોઈએ અને જો ભૂલથી લઇ લીધા હોય તો તેને તમારી પાશે રાખવા ન જોઈએ.

રસ્તા પર સિક્કો મળે તો શુભ માનવામાં આવે છે :

તમને જણાવી દિયે કે ઉર્જાઉં આ આદાન પ્રદાન આગળ પણ ચાલુ રહે છે. જો તમે રસ્તા પર પડેલ પૈસા ઉઠાવો છો તો જે વ્યક્તિના તે પૈસા છે તેની ઉર્જા તમારામાં આવે છે. સાથે સાથે તમે તે પૈસા જેને આપશો તેમાં પણ ચાલી જશે. આ રીત આમનેમ આગળ ચાલ્યા રાખે છે પરંતુ જો તમને રસ્તા પર સિક્કો મળે તો શુભ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે રસ્તા પર સિક્કો મળવો નવી શરૂઆત તરફ ઈશારો કરે છે. એટલે કે જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગો છો અથવા તેને સફળ બનાવવા માંગો છો તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે. રસ્તા પર સિક્કા મળવા નો સંબંધ આરંભ અને પ્રગતિથી છે. તમે તેને એક શુભ સંકેત માની શકો છો. તેમજ નોટ મળવી અશુભ માનવામાં આવે છે.

નોટ મળે તો થાઈ જાવ સાવધાન :

જ્યાં રસ્તા પર મળેલ સિક્કો પ્રગતિ તરફ ઈશારો કરે છે તેમ રસ્તા પરથી મળેલ નોટ તમને આવનાર સમય માટે સાવધાન કરે છે. જો તમને રસ્તા પરથી નોટ મળે તો સમજે લો કે તમારે તમારી પરિસ્થિતિઓને ગંભીરતાથી જોવાની જરૂર છે. એનો મતલબ એવો છે કે જો તમે બેદરકારી કરી રહ્યા છો અને જો આવું ચાલતું રહ્યું તો તમારે ભારે નુકશાન ભોગવવું પડશે. તેથી જ્યારે પણ તમને રસ્તા પરથી જ્યારે નોટ મળે તો રાજી થવાની જગ્યાએ સાવધાન થઇ જાવ અને પરિસ્થિતિઓને ગંભીરતાથી લેવાનું શરુ કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!