લાઈટ્સ-કેમેરા-એક્શન બોલતા જ રેખાને ૫ મિનીટ પરાણે કિસ કરી – હીરોનો આ પ્લાન હતો

બોલીવુડની સફળ અને ખુબ જ જાણીતી અભિનેત્રી રેખા આજકાલ તેની સુંદરતા ને હોટ અંદાજને લઇને ખુબ જ ચર્ચાઓમાં છે. ફિલ્મી દુનિયામાં રેખાનું નામ આજે પણ ગુંજી રહ્યુ છે. રેખા આજે 65 વર્ષની હોવા છતા નાની ઉંમરની એક્ટ્રેસને ટક્કર મારે છે. તેનો લૂક્સ અને તેનું ફિગર આજે પણ ચર્ચાઓમાં રહે છે.

પપ્પાએ કરેલા ચાર લગ્ન :

મિત્રો આ વાત પર તમે થોડા વિચારસો જરુર કેમ કે રેખાના પિતાએ તેના જીવનમાં ચાર લગ્ન કર્યા હતા પરંતુ રેખાનો જન્મ તેના પપ્પાના લગ્ન વગર જ થયો હતો, એટલે એ તેના મમ્મીએ અને પપ્પાએ લગ્ન કર્યા જ નહતા અને તેની માં સાથે તેના પપ્પાએ જીવનમાં ક્યારેય લગ્ન જ ન કર્યા. જણાવી દઇયે કે તે એક તમિલના સુપરસ્ટાર્સ હતા અને તેની માં પણ તમિલની ફેમસ અભિનેત્રી હતી. રેખા તેના પિતાથી જીવનભર નારાજ જ રહી હતી, તેના મૃત્ય સમયે પણ હાજર રહી નહોતી.

રેખાએ કરેલી બી ગ્રેડ ફિલ્મો :

કોઇ પણ વ્યક્તિને જીવનમાં સફળ થવા માટે ઘણું બધુ જોતુ હોય છે, જે તેને ક્યારેય સહેલાઇ થી મળી રહેતુ નથી, રેખા તેના નાનપણ થી જ કામ કરે છે અને લગભગ 12 વર્ષે તેને તમીલી ફિલ્મોમાં પણ એંટ્રી કરી લીધી હતી. એક વાત એમ પણ હતી કે જો રેખા ઘરે ફિલ્મોમાં કામ કામ કરવાની ના પાડે તો તેને માર પડતો. તેમજ તેને વધુ પૈસા મેળવવા માટે બી ગ્રેડ ફિલ્મો પણ કરી છે.

રેખા તેની પહેલી ફિલ્મ વર્ષ 1968 માં પહેલી વખત હિરોઇન બનેલી. તેમજ 1970માં પણ તેની બોલીવુડ ફિલ્મ સાવન ભાદો સુપરહિટ રહેલી. મીત્રો તમને જણાવી દઇયે કે રેખા પર એક બૂક લખાયેલી છે જેનું નામ રેખા અન અનટોલ્ડ સ્ટોરી છે, જે યાસિર ઉસ્માએ લખેલી છે અને તેમા એક શૂટિંગની વાત કરવામાં આવી છે. જેમા રેખાને ટોર્ચર કરવા માટે નો પ્લાન ફિલ્મના ડાયરેક્ટર અને હિરોએ બનાવેલો, અને આ પ્લાનથી રેખા બિલકુલ અજાણ હતી. જણાવી દઇયે કે પ્લાન ફિલ્મ અનજાના સફર દરમીયન ડાયરેક્ટર રાજા નવાજે અને હિરો વિશ્વજીતે બનાવેલો.

શૂટિંગ દરમિયાન રેખા સાથે બળજબરી કરેલી :

મિત્રો રેખાની 15 વર્ષની ઉંમરે તેને હોટ સીન માટે સેટ પર લાવવામાં આવી અને તેને જણાવ્યા વગર જ તેના પર ફિલ્મનાં હિરોએ બળજબરી કરેલી. ડાયરેક્ટરે એક્શન બોલતા જ વિશ્વજીતે રેખાને બાથમાં લઇને કિસ કરવાનું ચાલુ કર્યુ જો કે રેખાને આ સીન વિશે કંઇ જણાવવામાં આવ્યુ ન હતુ. 5 મિનિટ સુધી કિસ કરી અને રેખા રોવા લાગી.

વિનોદ મહેરા સાથે હતું અફેર :

એક સમયે રેખાના અફેરની પણ ખુબ ચર્ચાઓ થતી હતી. મિત્રો રેખા અને વિનોદ 1973 માં રિલેશનશિપ માં હોવાની ખુબ જ ચર્ચાઓ થઇ હતી. જાણાવા મળેલ માહિતી મુજબ બન્નેનો આ સંબંધ 3 વર્ષ સુધી ચાલ્યો હતો. જો કે ત્યારબાદ અમોતાભ રેખાની નજીક આવવાની અફવાઓ ફેલાવા લાગી હતી.

લગ્ન વગર સિંદુરમાં જોવા મળી હતી રેખા :

રેખાએ અમિતભ સાથે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યુ અને બન્ને ધીરે ધીરે નજીક આવવા લાગ્યા. જો કે એકબીજાની કેર કરવામાં પણ કંઇ કમી ન રાખતા, અમિતાભે એકવખત રેખાને પરેશન કરતા સખ્શને સેટ પર જ ધોકાવ્યો હતો. થોડા સમય પછી વર્ષ 1982 માં નીતુ અને ઋષિ કપૂરના લગ્ન હતા જેમાં રેખાએ હાજરી આપી હતી પરંતુ બધા તેને જોઇને એક જ સવાલ ઉઠાવી રહ્યા હતા કે તેને સિંદુર કોનું લગાવ્યુ છે. જો કે આવા તો રેખા પર હજારો પ્રશ્નો થયા પરંતુ તેને કોઇ પ્રશ્નનો જવાબ આપ્યો જ નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!