સલમાન સાથે ફરી લફડુ હોવાની અફવા ઉડી – આ વખતે તો કેટરીનાએ જવાબ આપતા કહ્યું એ તો…

સલમાન ખાન બૉલીવુડનાં ખૂબ ફેમસ કલાકાર છે અને એ પણ બધા જાણે જ છે કે, સલમાન ખાન કોઈપણ અભિનેત્રી સાથે એક વખત કામ કરે એટલે તરત એનું નામ સલમાન ખાન સાથે જોડાય જાય છે. સલમાન ખાને અત્યાર સુધી લગ્ન નથી કર્યા. અત્યાર સુધીમાં એશ્વર્યા રાયથી લઈને કેટરીના સુધી મોટી-મોટી અભિનેત્રીઓનાં નામ એની સાથે જોડાઈ ચુક્યા છે. તેઓ પોતાના લગ્ન અને રિલેશનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.


એક ઈન્ટરવ્યૂમાં જ્યારે સલમાન ખાને કેટરીનાને કહ્યું કે, તેણી પોતાના કપડાનું ધ્યાન રાખે એટલામાં તો લોકોએ નત-નવી વાતો ચાલુ કરી દીધી. બધા કહેવા લાગ્યા કે, સલમાનનાં દિલમાં કેટરીના માટે ફરી એકવાર ઘંટી વાગી છે. તમને જણાવી દઈએ કે, આ વાત પર કેટરીનાએ કંઈક એવું કહ્યું છે કે, જે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો.

સલમાન અને કેટરીનાનો સંબંધ :


સલમાન સાથે રિલેશનમાં હોવાની અફવા વિશે કેટરીનાએ કહ્યું કે, સલમાન ખાન અને હું 16 વર્ષથી ખૂબ સારા દોસ્ત છીએ. દુનિયા અને લોકો અમારા વિશે જેવુ વિચારે છે એવું કશું જ નથી. અમે ફક્ત દોસ્ત છીએ અને દોસ્તથી વધુ બીજું કંઈ નથી. જ્યારે અમને એકબીજાની જરૂર હોય અમે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. બસ, આના કરતાં વધુ કશું જ નથી અમારી વચ્ચે.

ફિલ્મ ભારત પછી ફેલાઈ હતી અફવા :


તમને જણાવી દઈએ કે, કેટરીના અને સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થયા પછી તેઓ બંને વચ્ચે ફરી એકવાર રિલેશન છે એવી અફવાએ જોર પકડ્યું હતું. એવામાં કેટરીનાએ લોકોને ખુલીને જવાબ આપ્યો હતો કે, અમારા વચ્ચે એવુ કશું જ નથી. અમારી સાચી દોસ્તીને તમારા મગજથી ન માપો. અમે ફક્ત સારા દોસ્ત છીએ. અમે પણ અમારા ફેન્સને ખૂબ ચાહીએ છીએ પરંતુ આવી અફવાઓથી ખરેખર દુઃખ થાય છે.

સલમાન ખાને પણ ક્લાસ લઈ લીધી :


સલમાન ખાને પણ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, મીડિયા પોતાની મર્યાદામાં નહીં રહે તો તે બધાની ક્લાસ લગાવશે. જે લોકો અફવા ફેલાવી રહ્યા છે એમને ચેતવણી પણ આપી હતી. સલમાન ખાને કહ્યું હતું કે, હું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માનુ છું. મને ગર્વ છે કે હું ભારતીય છું. જોકે સલમાન ખાન અને કેટરીનાની જોડીને આખી દુનિયા પસંદ કરે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!