અઝહરની રિશ્તેદાર બનશે સાનિયા મિર્ઝા – બંને વચ્ચે આ રીતનો સંબંધ બનશે…

ગયા વર્ષે આપણે ઘણી સેલિબ્રિટીઝનાં લગ્ન જોયા હતા પણ આ વર્ષે તો કોઈના લગ્નની વાતેય નથી. તમે આવું વિચારો એ પહેલાં અમે તમને જણાવી દઈએ કે, આ વર્ષે પણ ઘણા લગ્ન થવાના છે અને એમાંથી એક લગ્ન છે સાનિયા મિર્ઝાનાં ઘરમાં થનાર લગ્ન. પરંતુ શું તમે જાણો છો કે લગ્ન કોના છે? મોહમ્મદ અઝરૂદ્દિન અને સાનિયા મિર્ઝા સગા-વ્હાલા બનવા જઈ રહ્યા છે. આ સંબંધ કેવી રીતે બનશે? ચાલો જાણીએ…

મોહમ્મદ અઝરૂદ્દિન અને સાનિયા મિર્ઝા રીશ્તેદાર બનશે:


ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા ખૂબ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેણીનાં લગ્ન ટીમ ઇન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દિનનાં દિકરા મોહમ્મદ અસદ સાથે થવા જઇ રહ્યા છે. અનમ મિર્ઝા અસદની દુલ્હન બનવાની છે. ઘણા સમયથી એમના લગ્નની વાતો ચાલતી હતી પણ હવે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે.

આ વાતનો ખુલાસો ખુદ સાનિયા મિર્ઝાએ કર્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ, સાનિયા મિર્ઝાએ કહ્યું, ‘અનમના લગ્ન ડિસેમ્બરમાં થશે અને હમણાં જ અમે લોકો પેરિસમાં બેચલર પાર્ટી કરીને આવ્યા છીએ અને અમે લોકો આ લગ્ન માટે ખૂબ જ ઉત્સુક છીએ.’

તમને જણાવી દઈએ કે, અનમ મિર્ઝાનાં આ બીજા લગ્ન છે. આ પહેલા અનમ મિર્ઝાએ વર્ષ 2015માં અકબર રશીદ સાથે લગ્ન કર્યા હતાં. જો કે ખુબ જ ધુમધામથી થયેલા આ લગ્ન વધારે ચાલ્યા નહીં. અનમ અને અકબર 2018માં એકબીજાથી છુટા થઈ ગયા. આ બંને શા કારણે અલગ પડ્યાં એનું કારણ આજ દીન સુધી જાણવા મળ્યું નથી.

સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા એક ફેશન સ્ટાઇલિસ્ટ છે. હકીકતમાં, અનમ મિર્ઝાએ સોશિયલ મીડિયા પર મોહમ્મદ અસદ સાથે એક ફોટો શેર કર્યો હતો અને એના કેપ્શનમાં લખ્યું, “ફેમેલી”. ત્યારબાદ બંનેનાં લગ્નની વાતોએ જોર પકડ્યું હતું. હવે આ વાતનો ખુલાસો કરતા સાનિયા મિર્ઝાએ જણાવ્યું છે કે, અનમ એક સારા છોકરા સાથે લગ્ન કરવા જઈ રહી છે, જેનું નામ અસદ છે અને તે મોહમ્મદ અઝરૂદ્દિનનો પુત્ર છે. અમે લોકો આ લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. સાનિયા મિર્ઝાએ બંનેનાં લગ્નની ચોક્કસ તારીખ તો જાહેર નથી કરી પણ તેણીએ હિંટ આપતા કહ્યું કે, આ જ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન થશે.

સાનિયા મિર્ઝાની દોસ્ત અને ફિલ્મમેકર ફરાહ ખાને પણ થોડા દિવસ પહેલા અનમની તરફ ઈશારો કરતા બ્રાઇડ ટુ બી વાળી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સાનિયા અને અનમ મિર્ઝા સાથે પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરતા ફરાહ ખાને લખ્યું હતું કે, પિલો ટૉક, જ્યારે મિર્ઝા બહેનો સાથે હોય ત્યારે એની સાથે સમય વિતાવવો ખૂબ જરુરી હોય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!