આટલી તનતોડ મહેનત કરીને ખુદને ફિટ રાખી શકે છે સપના ચૌધરી – ડાએટ થી લઈને વર્કઆઉટ આ રીતનું છે

હરિયાણાની ફેમસ ડાંસર અને બિગ બોસ સીજન 11 ની પર્ફોમર સપના ચૌધરી હવે બોલીવુડની એક્ટ્રેસ પણ બની ચુકી છે. જો કે તે અવારનવાર ચર્ચાઓમાં રહે છે. જોરદાર ડાંસની સાથે સાથે લોકોને તેનો અંદાજ પણ ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

……………….? #zara #fitness #positivevibes #thankgod #desi #desiqueen #thaknamnahai??

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on


સપના આજે તેના ડાંસ અને અદાઓને લઇને લાખોના દુકદિલમાં રાજ કરી રહી છે. મુળતે હરીયાણા થી છે અને આજે તે ખુબ જ ફેમસ બની ગઇ છે. જો કે પહેલાની સપના અને આજની સપનામાં તમને ઘણો ખરો ફરક જોવા મળશે. પહેલા તેનો વજન ખુબ જ વધારે હતો પરંતુ હવે તે એકદમ ફિટ રહેવા લાગી છે.

સપનાની તસ્વીરો અને વીડિયો જોઇને જ તેની ફિટનેશનો અંદાજ લગાવી શકાય છે. આજે સપના ખુદને ફિટ રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. સપનાએ તેના ઇંસ્ટાગ્રામ એકાઉંટ ની સ્ટોરી પર તેની અમુક વીડિયો શેર કરી હતી, જેમા તે વર્ક આઉટ કરતી જોવા મળી હતી.


આ વીડિયો અને ફોટાઓ જોઇને તમે અંદાજ લગાવી શકો છો કે સપના ખુદને ફિટ અને સ્લિમ રાખવા માટે કેટલી મહેનત કરે છે. સપનાએ તેનો વર્ક આઉટ વાળો વીડિયો તેની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો. જો કે તમે બધા જાણો જ છો કે ઇંસ્ટા સ્ટોરી પર શેર કરેલો વીડિયો માર્ત 24 કલાક જ રહે છે.

સપના ચૌધરી તેની ફિટનેશની સાથે સાથે તેના લૂક પર પણ પુરતુ ધ્યાન આપે છે. બિગ બોસ 11 માં તે સલવાર શૂટમાં જોવા મળી હતી. પરંતુ હંમેશા સલવાર શૂટમાં જોવા મળતી સપના હવે શૉર્ટસ માં પણ જોવા મળે છે. વેસ્ટર્ન ડ્રેસમાં સપના ચૌધરી ખુબ જ સ્માર્ટ લાગે છે.

એક ઇંટર્વ્યુમાં સપનાએ જણાવ્યુ હતુ કે તેને ઠંડુ પાણી પીવુ ખુબ જ પસંદ છે, પરંતુ તેનો વજન ઘટાડવા માટે સપનાએ ઠંડુ પાણી પણ છોડી દિધુ હતુ. તેમજ વજન ઓછો કરવા માટે સપનાએ જીમમાં અલગ અલગ વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યુ.

સપના ચૌધરીએ કહ્યુ કે તેનું અડધુ વર્કઆઉટ તો ડાંસ માં જ થઇ જાય છે. તેથી તે તેની ડાયટ પર વધુ ધ્યાન આપે છે. સપના જણાવે છે કે વજન ઓછો કરવા માટે તે સવારે ભૂખ્યા પેટે લિંબુ પણી અને ગ્રીન ટી પીવે છે. ત્યારબાદ જીમ જઇને વર્કઆઉટ કરે છે.

સપના રોજ ઓછામાં ઓછુ એક કલાક વર્કઆઉટ કરે છે. ડાંસ પણ તેના જ વર્કઆઉટનો ભાગ છે. સપના દરરોજ અલગ અલગ અને વજનને રિલેટેડ એક્સરસાઇજ કરે છે. તેમજ સવારે 9 વાગ્યા સુધીમાં નાસ્તો પણ કરી લે છે. નાસ્તામાં સપના મલ્ટીગ્રેન બ્રેડ અને અંકુરિત અનાજ ખાવાનું પસંદ કરે છે.

બપોરના ભોજનમાં તે લીલી શાકભાજી સાથે બાફેલા રાજમાં અને ગ્રીન સલાડ લે છે. સપનાએ જણાવ્યુ કે તેને નારિયેલ પાણી અને સંતરાનું જ્યુસ પણ ખુબ જ પસંદ છે. વજન ઓછો કરવા માટે આ બન્ને વસ્તુ ખુબ જ ફાયદાકારક હોય છે. જણાવી દઇયે કે સપના ખુબ જ જલ્દી બોલીવુડમાં નજરે આવી શકે છે. એવી ઘણી ખબરો આવી ચુકી છે કે તે જલ્દી ફિલ્મોમાં એંટ્રી કરવા જઇ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!