સારા અલી ખાને કરી આ ભૂલ અને આ જીન્સ પહેર્યું – હદથી વધુ તૂટેલ આ જીન્સને લઈને લોકોએ કહ્યું કંઇક આવુ

ફેશનમાં હંમેશા નવા નવા પ્રયોગો થતા હોય છે. પ્રયોગ કરવા માટે હંમેશા નવી ડીઝાઇન અને નવી ફેશન લોકો વચ્ચે આવે છે પરંતુ આ પ્રગોગનો એવો મતલબ બીલકુલ નથી કે તમે ગમે તે અને ગમે તેવી ડિઝાઇન પહેરી લો. છોકરીઓને મોટા ભાગે નવી નવી ફેશન ફોલોવ કરવી ખુબ જ ગમતી હોય છે.

આજકાલ છોકરીઓ ઇનરિપ્ડ જીંસ અને ડિસ્ટ્રેસ્ડ જીંસ પહેરવાનું ખુબ જ પસંદ કરે છે. તેમજ બોલીવુડ સેલીબ્રીઓ હંમેશા નવા નવા અંદાજમાં બહાર આવીને નવી ફેશનનો ટ્રેંડ બનાવી દે છે. થોડા દિવસો પહેલા જ બોલીવુદની ટુંક સમયમાં જાણીતી થયેલ અભિનેત્રી સારા અલી ખાનને તેના કપડાને લીધે ટ્રોલ કરવામાં આવી હતી.

સારા અલી ખાન થોડા દિવસો પહેલા મુંબઇમાં રૈપર અંદાજમાં જોવા મળી. સારા અલી ખાને યેલ્લો કલરની ટીશર્ટ અને રિપ્ડ જીંસ પહેર્યુ હતુ. જો કે સારા આ જીંસમાં સુંદર તો લાગી રહી હતી પરંતુ લોકોને તેની ફેશન ક્રિટિક્સ સારુ લાગ્યુ નહી.

ડિસ્ટ્રેસ્ડ જીન્સ પહેરવું સારુ છે પરંતુ બોલીવુડ સેલીબ્રીટી ફેશન ફ્લોન્ટ કરવા માટે હદથી પણ વધારે પ્રયોગો કરી નાખે છે. અને સારા અલી ખાન આ વાતનો શિકાર બની છે. સારાનો આ લૂક ખુબ જ સુંદર છે. સારાએ ફંકી પૂમા સ્નીકર્સ અને બેડ ગર્લ પ્રિંટેડ ઇયરરિંગ સાથે મેચ કરવાની કોશિશ કરી છે.

સારાએ મિનિમલ મેકપ સાથે લાઇટ કલર હેર સ્ટાઇલ બનાવ્યા છે. જેમા સારા સ્ટ્રીટ સ્ટાઇલ ફેશન ગોલ્સ આપી રહી છે. પરંતુ સારાને આ લૂકને કારણે લોકોએ ખુબ જ ટ્રોલ કરી. સારાની ફોટો પર એક યુઝર્સે લખ્યુ ‘ભિખારી’ આ ફેશન તારા પર સારી નથી લગતી. આ પહેરવાની પણ શું જરુર હતી.

સારા અલી ખાન અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દિકરી છે. એક ઇંટર્વ્યુમાં સૈફ અલી ખાને સારા વીશે જણવતા કહ્યુ કે, ‘મે હંમેશા સારાને એક્ટર બનવા માટે સલાહ આપી છે. સૈફ કહે છે કે સ્ટર તો હરકોઇ બની શકે છે પરંતુ એક્ટર બનવું અઘરુ છે.’ સારા અલી ખાન આજકાલ કાર્તિક આર્યન સાથે બ્રેકપના કારણે પણ ચર્ચાઓમાં આવી છે. સારા અલી ખાન ખુબ જ જલ્દી કાર્તિક સાથે “લવ આજ કલ 2” માં જોવા મળશે.

સારા અલી ખાને કરણ જોહર ના ચેટ શો કૉફી વિથ કરણ માં એ વાત જણાવી હતી કે તે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા ઇચ્છતી હતી. ત્યારથી જ દર્શકો કાર્તિક અને સારાના નામની અફવાઓ ફેલાવા લાગ્યા. પ્રેમ વીશે સારાને પુછવામાં આવ્યુ તો સારાએ જવાબ આપ્યો કે ‘પ્યાર કો બયા નહી કિયા જા શકતા’.  જાણવા મળેલ માહિતી મુજબ ઇમ્તિયાજ અલીની ફિલ્મ લવ આજકાલ 2 ના શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાન એકબીજાની નજીક આવ્યા. પરંતુ હવે એવી ખબરો આવે છે કે બન્નેનું બ્રેકપ થઇ ગયુ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!