શાક-દાળમાં અગર મીઠુ વધુ પડી ગયું હોય તો ચિંતા ના કરો – આ સરળ રીતે ભૂલ ઢાંકી શકાશે – બહેનો ખાસ વાંચો

ઘણા લોકો રસોઇ બનાવવાના ખુબ જ શોખીન હોય છે. એવા લોકોને સસોઇના સારા ટેસ્ટ વીશે ઘણી જાણકરી હોય છે. જો કે ભારતની દરેક સ્ત્રીઓને આ જાણકારી હોય જ છે. આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ મિઠાની જેના વગર ખાવાનું ફિકુ અને અધુરુ માનવામાં આવે છે. જો રસોઇમાં મિઠુ વધારે કે ઓછુ પડી જાય તો ટેસ્ટ બગડી જાય છે. તેથી રસોઇ ટેસ્ટી બનાવવા માટે દરેક વસ્તુની સાથે સાથે મિઠાનું વધુ પ્રમાણ હોવુ ખુબ જ જરુરી હોય છે.

પરંતુ ઘણીવાર જોવા મળે છે કે ઘણા લોકોથી રસોઇ બનાવતી વખતે મિઠુ વધુ પડી જાય છે. તેથી શાક કે દાળનો સ્વાદ બગડી જાય છે અને તે ખાવાને લાયક નથી રહેતી. જો કે આ કોઇ નવી વાત નથી, ઘણી વાર નવા લોકો રસોઇ બનાવતી વખતે શાકમાં બે વખત મિઠુ નાખી દેતા હોય છે.

આ રીતે દાળ કે શાકમાં પડેલ વધુ મિઠુ કરી શકાય છે ઓછુ :

આજે અમે તમને એક એવી ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવ્યા બાદ જો તમે વધુ મિઠુ નાખી દિધુ હસે તો રસોઇ ફેંકવી નહી પડે. તો ચાલો જાણીએ કે ક્યારેક તમારી સાથે આવું થાય તો તમારે શું કરવુ. જનાવી દઇયે કે જો તમારી સાથે ક્યારેય આવું થાય તો મુંજાવાની જરુર નથી સૌથી પહેલા લોટ બાંધો અને તેની નાની નાની ગોળીઓ બનાવીને તેને જે શાકમાં મિઠુ વધુ પડી ગયુ ચે તેમા નાખી દો.

જી હા, આવુ કરવાથી તમારા શાકની ખારાશ દુર થઇ જસે. તેમજ જો તમારાથી દાળમાં વધારે મિઠુ નખાય ગયુ હોય તો તમે દાળમાં લિંબુનો રસ ભેળવી શકો છો. એવું કરવાથી દાળની ખારાશ સુર થઇ જાય છે અને મિઠાની માત્રા સામાન્ય થઇ જાય છે.

 

તેના સિવાય જો ક્યારેય તમારાથી શાકમાં વધુ મિઠુ પડી ગયુ હોય તો તમે એક બટેટાની સાલ ઉતારીને તેમા નાખી દો થોડો સમય રાખીને તે બટેટાને કાઢી લો. આ રીતે પણ તમારા શાકની ખારાશ દુર કરી શકો છો. તે સિવાય તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો, જી હા, જો શાકમાં મિઠુ વધી ગયુ હોય તો તેમા બ્રેડના બે કટકા નાખીને પણ શાકની ખારાશ ઘટાડી શકો છો.

આ બધા સિવાય એક રીત હજુ પણ છે અને તે છે દહિં જી હા, દહિંથી પણ તમે તમારા શાકની ખારાશને દુર કરી શકો છો. એટલે કે જો તમારા શાકમાં વધુ મિઠુ નખાય ગયુ હોય તો તેમા થોડુ દહિં નાખીને પણ તેની ખારાસ ઓછી કરી શકાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!