શરીરનો બર્થમાર્ક એટલે કે તલ આપે છે અમુક સંકેત – દરેક તલ એની જગ્યા, સાઈઝ પ્રમાણે આ માહિતી આપે છે

શરીર પર કાળા નાના નિશાનને આપણે તલ કહીયે છીયે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ તલની અસર સીધી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર પડે છે. આજે આપણે શરીરના તલના આધારે વ્યક્તીનો સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણવાની કોશીશ કરીશું.

શરીરમાં રહેલા તલનો અર્થ :

જો વ્યક્તિના બન્ને નેણ વચ્ચે તલ હસે તો તે ખુબ જ બુદ્ધીમાન હોય છે, અને તેના કારણે તેને તેના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જમણી આંખની પલક પર તલ હોવાનો મતલબ છે  કે તમે બૌદ્ધીક ક્ષમતાના મામલામાં બાકી લોકોથી આગળ છો. તમને એવા કામ કરવામાં મજા આવે છે જેમા બુદ્ધીનો ઉપયોગ વધારે થતો હોય.

જો કોઇને આંખના ખૂણા પર તલ હોય તો તે ભાવુક હોય છે. આવા લોકો બિજાથી જલન કરવા વાળા પણ હોય શકે છે.

જમણી આંખની નીચે તલ વાલા લોકો કામુક હોય છે અને તે પ્રેમના મામલામાં પણ અન્યથી આગળ હોય છે. તેને બિજાની મદદ કરવમાં ખુશી મળે છે.

એવા લોકોને સમજવા થોડા મુશ્કેલ છે જેની જમણી આંખની નીચે અને નાકની બાજુમાં તલ હોય છે. આવા લોકો થોડા રહસ્યમયી હોય છે.

ડાબી આંખની નીચે અને નાકની પાશે તલ વાળા લોકોમાં જલનની ભાવના ખુબ જ વધારે હોય છે. આ લોકો સ્વાર્થી હોય છે.

જે લોકોને ડાબી આંખની બરોબર નીચે તલ હોય છે તે ખુબ જ કામુક હોય છે. તેના જીવનસાથીને આ સ્વભાવની અસર પડે છે.

ડાબી આંખના ખૂણા પર તલ વાળા લોકો તેના પાર્ટનર માટે ઝઘડા કરતા હોય છે. આ લોકો તેના પ્રેમને પામવા માટે ગમે તે હદ સુધી જઇ શકે છે.

 

જો તમારી ડાબી આંખની પકલો પર તલ હોય તો તમારો બધો સમય યાત્રા કરવાનો યોગ છે, આ લોકો સાથે પ્રેમમાં પરેશાનીઓ થાય છે.

જમણી આંખના હાડકા પર તલ વાળા લોકો ભાવુક હોય છે અને તેનો આ સ્વભાવ તેને મુશ્કેલીમાં પણ મુકી શકે છે.

નાકની વચ્ચે નિચેની તરફ તલ વાળા લોકો આઝાદી પસંદ કરે છે. તેમે ટ્રાવેલ કરવુ ખુબ જ પસંદ હોય છે.

હોંઠ ઉપર ડાબી બાજુ તલ વાળા લોકો તેના સંતાનોને ખુબ જ પ્રેમ કરે છે. તેના કારણે ઘર પરીવરમાં સુખનો માહોલ રહે છે. તેમજ આ લોકો વિશ્વાસને લાયક હોય છે.

નાક પર ડાબા હાથ બાજુ તલ વાળા લોકો કોઇ પણ કાર્ય કલાત્મક રીતે કરવાનું પસન્દ કરે છે. તેમજ પ્રેમ સંબંધો એકથી વધુ હોય છે. લગ્ન પછે પત્નીના સપોર્ટમાં રહે છે.

સીધા હાથ બાજુ હોંઢના ખુણા ઉપર તલ વાળા લોકોનો સ્વભાવ રોમાંટિક હોય છે. ક્યારેક ક્યારેક ઇર્ષાળુ પણ બની જાય છે.

જે લોકોને ડાબા હાથ બાજુ ગાલના હાડકા પર અને કાનની બિલકુલ પાશે તલ હોય છે તેને સમજવા ખુબ જ મુસ્કેલ હોય છે આ લોકો પ્લાઇંગમાં સૌથી આગળ હોય છે.

દાઢી પર તલ વાળા લોકો દેખાવમાં ખુબ જ આકર્ષિત હોય છે. પરંતુ ઘણી વાર અસુરક્ષાની ભાવના આવી જાય છે, તેમજ સ્વાસ્થ્ય માં ઉતર ચડાવ રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!