દુલ્હાને દહેજમાં ૨૧ ઝેરીલા સાપ મળે છે- જો એક પણ મરી ગયો તો દુલ્હાએ આ કામ કરવું પડે છે…

જો દહેજમાં ઝેરીલા સાપ ન આપે તો છોકરી કુંવારી રહી જાય, સાપ વગર લગ્ન નથી થતા.

તમે સાંભળ્યું જ હશે કે, કોઈકને દહેજમાં લાખો રૂપિયા, ગાડી, બંગલો વગેરે મળ્યું હોય પરંતુ હવે ભારતમાં કાયદો એવો છે કે, દહેજ લેવું અને દેવું એમ બંને ગુન્હો બને છે. જોકે આજે પણ લોકો ગમે તેમ કરીને ભેટ સ્વરૂપે દહેજની લેતી-દેતી કરે છે. જોકે દહેજમાં મળનાર પૈસા અને ભેટ સોગાદથી તો બધા જ ખુશ થાય પણ આજે અમે તમને એક એવા ગામ અને એવા લોકો વિશે જણાવીશું કે, જ્યાં એકદમ વિચિત્ર દહેજ પ્રથા છે.

કહેવાય છે કે, અહીંયાનાં લોકો દહેજમાં કંઈક એવું આપે છે કે, તમે તો એમની છોકરી સાથે લગ્ન કરવાની જ ના પાડી દો. હાં, આ સાચી વાત છે. તમને જણાવી દઈએ કે, અમે એવા લોકોની વાત કરી રહ્યા છીએ કે જે પોતાની દિકરીનાં લગ્ન વખતે દહેજમાં 21 ઝેરીલા સાપ આપે છે. તો ચાલો જાણીએ આ લોકો વિશે અને આ વિચિત્ર રિવાજ પાછળ રહેલ કારણ વિશે. જણાવી દઈએ કે, આવી વિચિત્ર દહેજ પ્રથા મધ્યપ્રદેશનાં એક ગામની છે.

મધ્યપ્રદેશનાં ગૌરીયા ગામનાં એક સમુદાયમાં કંઈક આવું જ થાય છે. આ લોકોનું માનવું છે કે, જો પોતાની દિકરીનાં લગ્નમાં દહેજ પેટે સાપ ન આપવામાં આવે તો એના લગ્ન જલ્દી તૂટી જાય છે એટલે આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે. કહેવાય છે કે, છોકરીનાં લગ્ન નક્કી થતા જ પિતા સાપ પકડવાનું શરૂ કરી દે છે. આ 21 સાપમાં ઝેરીલા કોબ્રા અને પડકુ સાપ સામેલ છે. આ ખૂબ જ વિચિત્ર પરંપરા છે જેને લોકો વર્ષોથી ચલાવી રહ્યા છે.

અહીંયાનાં બાળકો સાપથી ડરતા નથી :


આપણે તો બિનઝેરી સાપ જોયો હોય તોયે ડરી જઈએ પણ આ ગામનાં લોકો ઝેરીલા સાપથી પણ બિલકુલ નથી ડરતા. જી હાં, અહીં નાના બાળકો ઝેરીલા સાપ સાથે રમે છે. તમને એ પણ જણાવી દઈએ કે, આ લોકોનું મુખ્ય કામ સાપ પકડવાનું છે અને મદારીનો ખેલ બતાવીને કમાણી કરવાની હોય છે. આપણે સાપનાં ખેલ અને જાદુ વગેરે જોયું જ છે આ પણ એ પ્રકારના જ લોકો છે. એમના બાળકો પોતાના પિતાને જોઈને આ બધું કામ શીખી જાય છે. એટલે ત્યાંના બાળકો સાપથી ડરતા નથી.

કમાણી માટે આપે છે સાપ :


અહીં છોકરીનાં પિતા 21 અથવા એનાથીયે વધુ સાપ આપે છે, જેથી છોકરો વધુ કમાણી કરી શકે. આ સમુદાયનાં એક વડીલનું કહેવું છે કે, જો એકપણ સાપ મરી જાય તો છોકરો અને એના પરિવારનું મુંડન કરાવવું પડે છે. ત્યાં સુધી કે સાપ મરી જાય તો એમના પરિવારે લોકોને ભોજન કરાવવું પડે અને કોઈ સગા-સંબંધીની જેમ શોક સભાનું આયોજન પણ કરવામાં આવે છે. દરેક સાપને ખૂબ કાળજીપૂર્વક સાચવવા પડે છે કારણ કે સાપ મરી જાય તો ઘણી વિધિ કરવી પડે, જેના માટે ઘણા પૈસા ખર્ચ થઈ જાય છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!