ભલભલાને પરસેવો વાળી દે તેવા 13 સવાલો – જોઈએ કેટલા બુદ્ધિશાળી જવાબ આપી શકે છે

એક સમય હતો જ્યારે મોબાઇલ નોતા અને માત્ર ઉખાણા જેવી રમતમાં જ દિવસો પસાર થઇ જતા. જો કે અઘરા ઉખાણા કે પહેલીઓના જવાબ આપવામાં અમુક લોકોને વધુ મજા આવતી હોય છે, જેમા મગજનો ઉપયોગ પણ કરવો પડે છે. ઘણી એવી પહેલીઓ છે જેના જવાબ જેવા તેવા લોકો આજસુધી આપી શક્યા નથી અને બુદ્ધીશાળી લોકોને પણ જવાબ આપવામાં પરસેવો પડી ગયો છે. તો ચાલો આજે આપણે જોઇએ આવી અમુક અઘરી પહેલીઓ…

1. એવું કોણ છે જે બહેરું, આંધળું અને મૂંગુ હોવા છતા પણ બધુ એકદમ સાચું જ બતાવે છે?

જ : અરીસો

2. એવી કઇ શાકભાજી છે જેનું નામ હિન્દીમાં કરીયે તો તાળું અને ચાવી બંને આવી જાય?

જ : દુધી (લોક+કી = લોકી)

3. જો 8 નાં બે ભાગ કરવાના હોય અને તેનો જવાબ 0 અને 4 સિવાય અન્ય શું આવે ?

જ : 3

4. ધારી લો કે તમે જે બસમાં મુસાફરી કરો છો તેમા તમારા સિવાય બીજા 10 મુસાફરો પણ છે, પહેલા સ્ટોપ પર 2 ઉતરી જાય અને 4 ચડી જાય, બીજા સ્ટોપ પર 5 ઉતરી જાય છે અને બિજા 2 ચડી જાય છે, અને ત્રીજા સ્ટોપ પર 2 ઉતરી જાય છે અને 3 ચડે છે. તો હવે બતાવો કે બસ માં કુલ કેટલા મુસાફરો વધ્યા?

જ : 11 ( 1 તમે અને 10 મુસાફરો)

5. કયો એવો અંગ્રેજીનો શબ્દ છે જેને અંગ્રેજીમાં Incorrectly જ લખાય છે?

જ : Incorrectly

6. એવી વસ્તુ વીશે જણાવો જે છોકરીઓ ખાય પણ છે અને પહેરે પણ છે?

જ : લવિંગ

7. તમે નથી બોલાવતા છતા તમારી પાશે આવી જાય છે તે દરેક ઘરમાં ભાડુ આપ્યા વગર જ રહે છે. આપણે તેને જોઇ પણ નથી શકતા અને અડી પણ નથી શકતા અને પછા એના વિના રહી પણ નથી શકતા. તો હવે જણાવો કે એ શુ છે?

જ : હવા

8. ગરીબ લોકો તેને ફેંકી દે છે અને અમિર લોકો તેને સાચવીને ખિસ્સામાં રાખે છે, જણાવો શુ છે આ વસ્તુ?

જ : વહેતું નાક (સેડા)

9. એક મીટ શોપના માલીકે 1 ઇંચના જૂતાં પહેર્યા છે અને તેની ઉંચાઇ 5’10 છે તો બતાવો કે ત્રાજવામં તોલવા કોને?

જ : મીટ

10. હવે એક એવી જગ્યા વિશે જણાવો કે જ્યાં જાય છે 100 લોકો અને પાછા માત્ર 99 લોકો જ આવે છે?

જ : સ્મશાનઘાટ

11. પાણીથી જે પલળે નહી, હવાથી જે ઉડે નહી, આગથી તે બળે નહી અને શસ્ત્રથી તે ભાંગે પણ નહી, અને મોત પણ તેને મારી શકે નહી. તો જણાવો શું હસે આ વસ્તુ??

જ : પડછાયો

12. ઘણા મહીના 31 દિવસના પણ હોય છે તો જણાવો કે એક વર્ષમાં 28 દિવસનાં કેટલા હોય છે?

જ : બધા જ મહીના ( કારણ કે બધા મહીનામાં 28 દિવસ તો આવે જ છે)

13. એવી કઇ બેગ છે જે માત્ર પલળવામાં જ કામ આવે છે?

જ : ટી – બેગ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!