જળ ચડાવવા સિવાય આ ૫ રીતે પણ સુર્યદેવની પૂજા કરી શકાય – પૂરી થશે મનોકામના

સુર્યદેવને તેજસ્વી દેવતા માનવામાં આવે છે. તેને ભાગ્ય ઘડણાર દેવ પણ કહેવામાં આવે છે. રોજ સવારે તેનો પ્રકાસ પુરી દુનિયા પર પડે છે. એવું કહેવામાં આવે છે કે સુર્યમાંથી નિકળેલી સવારની કિરણો પૉઝિટિવ થી ભરેલ હોય છે. તેમજ દર રવીવારે લોકો સુર્યદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

માનનવામાં આવે છે કે સુર્યદેવ જેને પ્રસન્ન થાય છે તેની દરેક મનોકામના પુર્ણ થઇ જાય છે. ઘણા લોકો સુર્યદેવની ખુશ કરવા માટે જળ ચડાવતા હોય છે જો કે ખુબ જ સારી વાત છે પરંતુ અમુક વિશેષ કાર્યો પણ છે જેનાથી તે સુર્યદેવને પ્રસન્ન કરી શકે છે. તો ચાલો જાણીયે…

1. નારિયલ :

રવિવારના દિવસે સુર્ય ભગવાન સામે નારોયેલ વધેરીને પરિવાર સાથે પ્રસાદી લેવાથી ઘરમાં સુખ શાંતી બની રહે છે. આવું કરવાથી ઘરમાં લડાઇ ઝગડા ઓછા થઇ જાય છે. સુર્યદેવની તેજસ્વી અને પોઝિટિવ કિરણ નારિયણને પણ સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. એવામાં જો પરિવારના લોકો જો પ્રસાદી લે તો તેના વિચારો પોઝિટિવ થવા લાગે છે. બસ એક વાતનું ધ્યાન રાખવું કે નારિયલ પુર્વ દિશામાં વહેલી સવારે વધેરવું જોઇએ. તેનાથી વધુ લાભ થઇ શકે છે.

2. સફેદ વસ્તુઓનું દાન :

જો તમે રવિવારે કોઇ પણ સફેદ વસ્તુનું દાન કરશો તો લાભ થસે. તેનાથી સુર્યદેવ તમારા પર પ્રસન્ન થાય છે અને સારુ ભાગ્ય આપે છે. આ સફેદ વસ્તુઓમાં તમે કપડા, મિઠાઇ, તેમજ રોજ બરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ દાન કરી શકો છો. બસ તેનો રંગ સફેદ હોવો જોઇએ અને આ દાન તમે મંદિર અથવા કોઇ ગરીબ કે બ્રાહ્મણ ની આપી શકો છો.

3. સુર્ય આરતી :

મોટાભગના લોકો સુર્યદેવને જળ તો ચડાવી દે છે પરંતુ ખુબ જ ઓછા દિવો પ્રગટાવીને કે થાળી સાથે સુર્યદેવની પૂજા કરતા હોય છે. તમે એક થાળીમાં ઘી અથવા તેલનો દિપક પ્રગટાવો સાથે કપૂર પણ રાખો. તેમજ સાચા મનથી સુર્યદેવની આરતી કરો અને પ્રસાદ પણ વહેંચો. તેનાથી તમારી ખરાબ કિસ્મત પણ સારી થઇ જસે. એટલું જ નહી પરંતુ તમારી બધી મનોકામના પૂર્ણ થસે. આ આરતી તમે સતત 7 રવિવાર સુધી કરો.

4. પરિકૃપા :

જળ ચડાવ્યા બાદ તમારા સ્થાન પર જ સુર્ય દેવની ત્રણ વખત પરિક્રમાં પણ કરવી જોઇએ. ત્યારબાદ હાથ જોડીને સુર્યદેવ પાશેથી તમારી ભુલચુકની માફી માંગો અને તેની સામે માથુ નમાવીને નમન કરો. આવું કરવાથી તમે હંમેશા દુર્ભાગ્યથી દુર રહેશો.

5. વ્રત :

રવિવારનાં દિવસે ઘણા ઓછા લોકો વ્રત રાખે છે. બાકી બધા દેવી દેવતાઓ માટે ઘણી મોટી સંખ્યા ઉપવાસ રાખવામાં આવે છે. પરંતુ સુર્યદેવના નામનું વ્રત ના બરોબર જોવા મળે છે. એવામાં જો તમે તેના નામનું વ્રત રાખી લેશો તો તમને ખુબ જ લાભ થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!