હેં? દયાભાભી તારક મહેતામાં પરત ફરી નથી? – દિશા વંકાણીના પતિદેવે કર્યો મોટો ખુલાસો

છેલ્લા ૧ અઠવાડિયા થી તારક મહેતા કાં ઉલ્ટા ચશ્માં સીરીયલ માં દયાભાભી ની વાપસી માટે સસ્પેન્સ ચાલી રહ્યું છે. સીરીયલ ના તમામ એક્ટર અને પ્રેક્ષકો બધા જ ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ત્યારે લોકોને એમ જ લાગે છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભી એટલે કે દિશા વાકાણી પરત ફરે છે. અહી લોકોને ખ્યાલ જ છે કે દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી આ શોમાં જોવા મળતી નથી.

આ વાત પણ જગ જાહેર જ છે કે દિશાએ વર્ષ 2017મા મૅટરનિટી લીવ લીધી હતી. પછી એવી વાત પણ બહાર આવેલી કે દિશાને ફી તથા વર્કિંગ અવર્સ ને લઈ વાંધો હતો અને તેથી જ તે હજી સુધી શોમાં પરત ફરી નથી. જોકે,નવરાત્રી ના સ્પેશ્યલ એપિસોડ માં દયાભાભી એટલે કે દિશા પરત ફરી છે અને પ્રેક્ષકો પણ ખુબ આતુરતા થી આ એપિસોડ ની રાહ જોઈ રહ્યા હતા.

પણ આ ઘટના વખતે જ  દિશાના પતિએ કહ્યું હતું કે તે માત્ર સિરિયલના નાનકડાં પોર્શન માટે જ પરત ફરી છે. હજી સુધી તેણે સિરિયલમાં પરત ફરવાનો નિર્ણય લીધો નથી.

દિશાના પતિ મયુર પડિયાએ કહ્યું કે દિશાએ સિરિયલનો ફક્ત નવરાત્રિનો સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો છે. જોકે, દિશાએ હજી સુધી આ વાતનો સ્વીકાર કર્યો નથી. દિશાના પતિ મયુર પડિયાએ કહ્યું હતું કે દિશાએ માત્ર તે એપિસોડનો નાનકડો પોર્શન જ શૂટ કર્યો છે. મેકર્સ તથા તેમની વચ્ચેના પ્રશ્નો નો  ઉકેલ હજી સુધી આવ્યો નથી. અને જેથી હાલ તો દિશા શોમાં પરત ફરશે નહીં. તેમને આશા સાથે એ પણ કહ્યું કે એમના મત ભેદો જલ્દી જ દુર થશે અને ચાન્સ છે કે દિશા જલ્દી જ સીરીયલ માં પરત ફરી જાય.

‘તારક મહેતા કાં ઉલ્ટા ચશ્માં’ સીરીયલ ના ડાયરેક્ટર અસિત મોદીને જ્યારે આ વિષે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે દિશાએ લગભગ બે વર્ષ બાદ શૂટિંગ કર્યું છે અને આ શુટિંગ ફક્ત નવરાત્રી એપિસોડ માટેના નાનકડાં ભાગનું જ શૂટ કર્યું છે. એમને એ પણ કહ્યું હતું કે એમને પૂરી આશા છે કે દિશા જલ્દી જ  ફૂલ ટાઈમ શોમાં પરત ફરશે. તેમની વચ્ચે વાતચીત ચાલી જ રહી છે અને આશા છે કે આ વાતચીતનો ચોક્કસથી નિવેડો આવશે. એમને કહ્યું હતું કે એક બીજાની અપેક્ષા ઓ જાણવા સમજવા તેમની વચ્ચે છેલ્લાં ઘણાં મહિનાઓથી વાત ચાલી રહી છે. જો કે અસિત મોદી આ પહેલા કહી ચુક્યા છે કે શો કરતાં કોઈ જ વ્યક્તિ મહત્ત્વની નથી. જોઈએ આગળ શું થાય છે.

હાલમાં સોશિયલ મીડિયામાં દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક સીનનું શૂટિંગ કર્યું હોય તે ક્લિપ વાયરલ થઈ છે.

 

View this post on Instagram

 

Coming Back Soon

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!