ટીકટોકમાં વિડીયો બનાવી આ સુંદરીઓ સ્ટાર્સ બની ગઈ – ઓહ્હો આટલા રૂપિયા કમાઈ લ્યે છે !!

આધુનિક ભારતમાં પૈસા કમાવવાનાં ઘણા રસ્તા છે બસ, તમારી પાસે ટેલેન્ટ હોવું જોઈએ. જો તમને ઈન્ટરનેટનો સાચો ઉપયોગ આવડતો હોય તો આખી દુનિયા તમારી નજીક છે, જેનાથી તમે પોપ્યુલર પણ થઈ શકો અને કમાણી પણ કરી શકો. હાલમાં મોબાઈલનાં જમાનામાં એક એપ્લિકેશન છે – TikTok (ટિકટોક), જ્યાં વીડિયો બનાવીને તમે સેલિબ્રિટી બની શકો છો. જો તમારા ફોલોઅર્સ બનવા લાગે તો તમારું નામ પ્રખ્યાત થઈ જાય. ટિકટોકમાં અતરંગી વીડિયો બનાવીને ઘણી છોકરીઓ સ્ટાર બની ગઈ છે, ચાલો જાણીએ એમના વિશે….

ટિકટોકમાં અતરંગી વીડિયો બનાવીને આ છોકરીઓ સ્ટાર બની ગઈ:


આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને અહીંયા તમે તમારા ટેલેન્ટ વડે કરિયર પણ બનાવી શકો છો. જેમાં ટિકટોક એપ્લિકેશન દ્વારા મહિલાઓનાં સપનાઓને પણ એક નવી દિશા મળી શકે છે. તો ચાલો તમને જણાવીએ આવી જ 4 છોકરીઓ વિશે કે જેઓ ફક્ત 15 સેકન્ડનો વીડિયો બનાવીને સેલિબ્રિટી બની ગઈ છે અને આજે લાખો રૂપિયાની કમાણી કરે છે.

(1) નગમા મિર્ઝાકર


10.2 મિલિયન ફેન્સ સાથે મુંબઈની નગમા મિર્ઝાકર ખૂબ પ્રખ્યાત છે. તેણીનાં વીડિયો ડાન્સ અને કોમેડીવાળા હોય છે. તેણીએ પોતાના એકાઉન્ટ પર લખ્યું છે, ” હું અહીંયા લોકોનું મનોરંજન કરવા માટે છું. કોમર્સમાં માસ્ટર ડીગ્રી કરી છે અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પણ માસ્ટર્સ કરી ચુકી છું.” બિઝનેસ મેનેજમેન્ટમાં પી.જી. ડિપ્લોમા પણ કર્યું છે. તેણીનો મુખ્ય શોખ ફેશન અને બ્યુટી વિશે બ્લોગ લખવાનો છે.

(2) ગરિમા ચૌરસિયા


ટિકટોક પર 15.7 મિલિયન ફોલોઅર્સ સાથે ગરિમા ચૌરસિયા ડાન્સિંગ અને કોમેડી ક્લિપ અને લિપ સિન્કિંગ વીડિયો બનાવે છે. આ એપ્લિકેશન પર તેણીનાં ફેન્સ એને ખૂબ પસંદ કરે છે અને ગરિમાએ થોડા દિવસ પહેલા જ પોતાની દોસ્ત રુગીજ વીની સાથે ”મચાયેંગે” ગીત પર વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ટિકટોક યૂઝર્સ આ વીડિયો માટે આકર્ષાય રહ્યા છે.

(3) મોની કુંડુ


મોની કુંડુ પોતાના પતિ અને દિકરા સાથે ટિકટોક પર છવાઈ ગઈ છે. અત્યાર સુધી 2.8 મિલિયન ફોલોઅર્સ બની ચુક્યા છે. તેણીનાં વીડિયો ટેંશન દૂર કરનાર અને મજાકભર્યા હોય છે. તેણીના ઘણા મજેદાર વીડિયો પતિ અને દિકરા સાથે છે. લોકોને તેણીના ફેમેલી નૌટંકી વાળા વીડિયો વધુ પસંદ આવે છે.

(4) વાણી ચૌધરી :


ટિકટોક ક્વિન વાણી ચૌધરનાં 223.3 K ફેન્સ ફોલોઅર્સ છે. તેણીના DIY વીડિયોમાં સ્કિનકેર રૂટિન અને હોમમેડ સ્કિનકેર ઉપચાર પણ સામેલ છે. પોતાના 15 સેકન્ડનાં વીડિયોમાં તેણી એવું સરસ કન્ટેન્ટ પીરસે છે કે લોકોને ખૂબ પસંદ આવે છે.

ફક્ત આ 4 છોકરીઓ જ નહીં આ સિવાય ઘણા બાળકો, મહિલાઓ અને પુરૂષો પણ ટિકટોકનો ઉપયોગ કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. પણ એના માટે જરૂરી છે, ટેલેન્ટ, મહેનત અને સૌથી જરૂરી વસ્તુ છે દ્રઢ મનોબળ સાથે સાચી દિશામાં ‘શરૂઆત’..

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!