છોડમાં આ વસ્તુ નાખો – તમારા ઘરે તુલસીનો છોડ રહેશે બારેમાસ લીલોછમ

હિન્દુ ધર્મની પરંપરા મુજબ દરેકના ઘરે તુલસીનો ક્યારો હસે જ, તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે. જો કે દરેકના ઘરે તુલસી ક્યારો હોય જ છે પરંતુ અમુકના ઘરે તુલસીનો છોડ સુકાઇ જતો હોય અથવા વૃદ્ધી થતો ન હોય. તો આજે આપણે આ લેખમાં આ જ ટોપિક પર વાત કરવાના છીયે…

મિત્રો તુલસી જેવા મોટા થાય એટલે તેના પર માંજર આવવા લાગે છે, તે તુલસીના છોડની નાસ કરવાની નિશાની આપે છે. એટલે કે માંજર આવ્યા પછી તુલસીનો છોડ વધુ સમય લીલો રહેતો નથી. જો તમારે તેને લીલો જ રાખવો હોય તો માંજરને વહેલી તકે કાપતા રહો. વહેલી તકે એટલે કે તેને પાકવા ન દો. પાક્યા પહેલા જ માંજર કાપી નાખવા જોઇએ.

જો તમે મંજરની સાથે સાથે તુલસીની અમુક ડાળીઓ પણ કાપવ માંગો છો, તો કપી શકો છો પરંતુ યાદ રહે કે તમે જેનાથી કાપો છો તે સાધન જીવાણુ રહિત હોવું જોઇએ, તેના માટે તમે તે સાધનને ગરમ પણ કરી શકો છો. જો સાધારણ સાધનથી કાપશો તો છોડને જીવાણું થી થતા રોગો લાગુ પડી શકે છે. તેથી તુલસીને રોગોથી બચાવવા માટે આ કાર્ય ખુબ જ જરુરી છે.

મિત્રો તુલસીથી સ્વાથ્ય અને ચહેરાને પણ ખુબ જ ફાયદો થાય છે, એટલે કે તમે જે માંજર કાપો છો તેને ફેંકી ન દેવા જોઇએ તેને પાણીમાં પલાળીને ખાવા થી પણ ચહેરામાં કરચલી પડતી અટકે છે. તેમજ આ માંજરથી તમે નવા છોડને પણ જન્મ આપી શકો છો એટલે કે પાકેલા બીજ ને ફરીવાર ક્યારામાં કે અન્ય જગ્યાયે નાખીને પાણી પાવાથી નવા તુલસી વાવી શકાય છે.

જો તમે તમારા ફળીયામાં રહેલા તુલસીને બારે માર લીલાછમ રાખવા માંગતા હો અને તેમા વ્રુદ્ધી ઇચ્છતા હો તો તેને નાઇટ્રોજન વાળુ ખાતર નાખવું જોઇએ. જો તમને કોઇ અન્ય ખાતર ન મળે તો તમે ગૌમુત્રનો પણ ઉપયોગ કરી શકો છો તેમા પણ નાઇટ્રોજન વધુ પ્રમાનમાં હોય છે. તેમજ દેશી ખાતર તરીકે તમે ગોબરનો પણ ઉપયોગ કરી શકો છો. આવુ કરવાથી તામારો છોડ બારેમાસ લીલોછમ રહેશે.

જો કે તુલસીના છોડને રોગો ઓછા લાગુ પડે છે, અને જીવ-જંતુ પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો પાંદ સુકાવા લાગે અથવા કાળા પડવા લાગે તો તમે ગૌમુત્રથી તુલસીને ધોઇ શકો છો. જેનાથી તુલસી ચોખ્ખા રહે છે અને લીલાછમ રહે છે. જ્યારે તુલસી ક્યારે દિવો કરો તો એ વાતનું ધ્યાન રાખો કે દિવાને લીધે તુલસીને કંઇ નુક્શાન ન થાય.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!