આ ૬ સિતારા પહેલા ટીવી સિરીયલ્સમાં હતા હવે સુપરસ્ટાર છે – ચંદ્રકાંતામાં કામ કરતો હતો આ એક્ટર

માયાનગરી મુંબઈમાં હજારો લોકો એક્ટર બનવાનું સપનું લઈને આવે છે. અહીંયા આવેલા મોટાભાગનાં યુવાનોનું સપનું બોલિવૂડમાં કામ કરવાનું હોય છે. ટીવી ઈન્ડસ્ટ્રી અને મૉડલિંગમાં પણ ઘણા એવા લોકો છે કે જે બોલિવૂડમાં કામ કરવા માંગે છે. પરંતુ એમાંથી ખૂબ ઓછા લોકો નસીબદાર હોય છે કે જેને ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળે છે. બોલિવૂડમાં પણ ઘણા સિતારાઓ એવા છે કે જે પોતાની જાત મહેનતે સુપરસ્ટાર બન્યા છે. ઘણી એડ ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને મૉડલિંગ કર્યા પછી સિતારાઓ આજે આ મુકામે પહોંચ્યા છે. આજનાં આ આર્ટિકલમાં અમે તમને આવા જ સિતારાઓ વિશે જાણકારી આપીશું કે જેમણે એક્ટિંગની શરૂઆત નાના પરદેથી કરી હતી પણ આજના સમયે તેઓ બોલિવૂડનાં પ્રખ્યાત સ્ટાર બની ગયા છે.

(1) આયુષ્માન ખુરાના :


આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાનું. આયુષ્માન આજે બોલિવૂડનાં સક્સેસફુલ એક્ટર્સમાંથી એક છે. ઍક્ટર હોવાની સાથોસાથ આયુષ્માન એક બહેતરીન સિંગર પણ છે. આયુષ્માનની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘વિક્કી ડોનર’ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં સુપરહીટ સાબિત થઈ હતી. પહેલી ફિલ્મથી જ આયુષ્માને દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી હતી. તમને જણાવી દઈએ કે, આજે લોકોનાં દિલમાં રાજ કરનાર આયુષ્માન રોડીઝ સિઝન-2નાં વિનર રહી ચૂક્યા છે. ત્યારબાદ એણે વીડિયો જોકી તરીકે કરિયરની શરૂઆત કરી.

(2) શાહરૂખ ખાન :


બૉલીવુડમાં શાહરૂખ ખાન કિંગ ખાન તરીકે ઓળખાય છે. એમને કિંગ ખાન કહેવા પાછળ એક નહીં અનેક કારણ છે. શાહરુખ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. દુનિયાભરમાં શાહરૂખનાં કરોડો ફેન્સ છે. શાહરુખ ખાન બાદશાહનાં નામથી પણ પોપ્યુલર છે. શાહરૂખ ખાને શરૂઆતનાં દિવસોમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આટલા વર્ષની મહેનત પછી એમણે સાબિત કરી બતાવ્યું છે કે, બૉલીવુડનાં અસલી કિંગ શાહરુખ ખાન છે અને એમની જગ્યા કોઈ ન લઈ શકે. લગભગ બધા જાણે છે કે, ફિલ્મોમાં આવ્યા પહેલા શાહરુખ ‘સર્કસ’ અને ‘ફૌજી’ જેવી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે.

(3) ઈરફાન ખાન :


ઈરફાન ખાનનું નામ બોલિવૂડમાં સર્વશ્રેષ્ઠ એક્ટરમાં ગણાય છે. ઇરફાન ખાન આજે જે મુકામ પર છે ત્યાં પહોંચવા માટે એમણે ઘણો સંઘર્ષ કર્યો છે. ફક્ત બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં ઈરફાન ખાનનું નામ જાણીતું છે. ઈરફાન એવા નસીબદાર એક્ટર છે કે જેમને હોલિવૂડમાં પણ કામ કરવાનો મોકો મળ્યો. પોતાની સાદગી અને બહેતરીન અભિનય દ્વારા તે દર્શકોનાં દિલ જીતી લે છે. જણાવી દઈએ, ફિલ્મોમાં આવ્યા એ પહેલાં ઈરફાન ખાન ‘ચાણક્ય’, ‘ભારત કી યોજના’ અને ‘ચંદ્રકાંતા’ જેવી સિરિયલોમાં કામ કરી ચુક્યા છે.

(4) પ્રાચી દેસાઈ :


પ્રાચી દેસાઈએ પોતાનાં કરિયરની શરૂઆત જી ટીવીનાં ફેમસ શો ‘કસમ સે’ દ્વારા કરી હતી. ટીવી પર કામ કરતા-કરતા પ્રાચીને બોલિવૂડમાંથી ઓફર આવવાની શરૂ થઈ ગઈ અને ટૂંક સમયમાં તેણી ટીવી જગતમાંથી બોલિવૂડ જગતની મશહૂર અભિનેત્રી બની ગઈ. પ્રાચીએ ‘રોક ઓન’, ‘બોલ બચ્ચન’, ‘લાઈફ પાર્ટનર’, ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ’, ‘તેરી મેરી કહાની’, ‘આઈ, મી ઔર મૈં’, ‘પુલીસગિરી’ અને ‘અઝહર’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આજ પ્રાચી બોલિવૂડમાં પોતાની જગ્યા એક અભિનેત્રીનાં રૂપમાં બનાવી ચુકી છે.

(5) યામી ગૌતમ :


યામી ગૌતમ બોલિવૂડની એક લોકપ્રિય અભિનેત્રી છે. યામીએ પોતાનાં બોલિવૂડ કરિયરની શરૂઆત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘વિક્કી ડોનર’ દ્વારા કરી હતી. ત્યારબાદ તેણીએ ‘કાબિલ’, ‘સનમ રે’, ‘બદલાપુર’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉરી ફિલ્મ કર્યા બાદ યામી પોતાનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં સામેલ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે, યામીએ પોતાના કરિયરની શરૂઆત ‘ચાંદ કે પાર ચલો’ સીરીયલ દ્વારા કરી હતી. તેણીને ‘ફેર એન્ડ લવલી’ ગર્લનાં નામથી ઓળખાવામાં આવે છે.

(6) આદિત્ય રોય કપૂર :


આદિત્ય રોય કપૂર આજ બોલિવૂડનાં જાણીતા અભિનેતા છે. થોડાક ફિલ્મોમાં કામ કરીને પણ આદિત્યએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. આમ તો આદિત્ય અક્ષય કુમાર અને એશ્વર્યાની ફિલ્મ ‘એક્શન રિપ્લે’ અને ‘લંડન ડ્રિમ્સ’માં પણ દેખાયા હતા પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મ ‘આશિકી-2’ દ્વારા મળી. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે, આદિત્યએ પોતાનાં કરિયરની શરૂઆત ચેનલ વી પર વીડિયો જોકીનાં રૂપમાં કરી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!