ટીવીના આ સિતારાઓને છે બ્રેકઅપ પછી પણ દોસ્તીનો સંબંધ – ત્રીજા નંબર વાળી જોડી છે સૌથી ફેમસ

બોલીવુડ અને ટીવી એક્ટ્રેસ એક એવી જગ્યા છે જ્યાં રોજ કેટલાય અફેર અને કેટલાય બ્રેકપ થતા હોય છે, અહિં સાચો પ્રેમ તો ભાગ્યે જ કોઇ કરે છે. ટીવી ઇંડસ્ટ્રીઝમાં પણ અફેર અને બ્રેકપની ખુબ ચર્ચાઓ રહે છે ખાસ કરીને કે જ્યારે બન્નેએ ખુબ પ્રેમ કર્યો હોય અને અચાનક અલગ થવુ પડે. ટીવીના આ સિતારાઓએ પણ ક્યારેક એકબીજાને ખુબ જ પ્રેમ કર્યો હતો, પરંતુ હવે બ્રેકપ પછી પણ આ 4 સિતારાઓ નિભાવી રહ્યા છે દોસ્તીનો સંબંધ. તો ચાલો જાણીએ કોણ છે આ સિતારાઓ…

બ્રેકપ બાદ પણ આ 4 સિતારાઓ નિભાવી રહ્યા છે દોસ્તી :

ટીવી એક ઇંડસ્ટ્રીઝ છે જ્યા રોજ નવા ચહેરાઓ નજર આવે છે. પછી આ ચહેરાઓને એક બીજા સાથે પ્રેમ થવા લાગે છે. પરંતુ જે સિતારાઓને આપણે ક્યારેક એકબીજાના થતા જોયા હતા હવે તે અલગ થઇ ગયા છે. અલગ હોવા છતા પણ તે એકબીજા સાથે દોસ્તીનો સંબંધ રાખે છે.

સુગંધા અને રઘુરામ :

રિયાલિટી શો ‘ રોડીઝ’ માં સૌથી વધુ ચર્ચામાં આવનાર રઘુરામને આજે હરકોઇ જાણે છે. તેની એક્સ વાઇફ સુગંધાએ પણ નાના પર્દા પર એંકર અને મૉડલિંગ કરીને સારુ એવું નામ કમાયુ છે. વર્ષ 2005માં બન્નેએ લગ્ન કર્યા અને 10 વર્ષ સાથે રહીને બન્નેએ અચાનક અલગ  રહેવાનો નિર્ણય લઇ લીધો બન્નેએ તેના લગ્નના ફોટાઓ સોસિયલ મીડિયા પર શેર કરીને કહ્યુ કે તે ખુશીથી અલગ થયા છે. અલગ થયા પછી પણ બન્ને સારા દોસ્ત છે અને તેનુ સબુત છે કે તેને ઇંસ્ટાગ્રામ પર ઘણીવાર સાથે જોવામાં આવ્યા છે.

જૂહી પરમાર અને સચિન શ્રોફ :

ટીવી સીરિયલ ‘કુમકુમ’માં લીડ એક્ટ્રેસ જૂહી પરમારે એક્ટર સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બન્નેએ 25 જૂન 2018 ના રોજ છુટાછેડા લઇ લિધા હતા. બન્નેએ એક દિકરી છે અને તે નથી ઇચ્છતા તેની પરવરિશ ખરાબ થાય તેથી બન્નેએ સાથે રહેવાનું નક્કી કર્યુ. આજે પણ બન્ને એકબીજાની જરુરતો પુરી કરે છે અને દિકરીને અહેસાસ નથી થવા દેતા કે તે હવે સાથે નથી.

રાકેશ બાપટ અને રિદ્ધી ડોગરા :

ટીવી ઇંડસ્ટ્રીઝની રાકેશ અને રિદ્ધીની એક્સ જોડીની બોડિંગ ખુબ જ સારી રહી છે. લગ્નના 7 વર્ષ બાદ બન્નેએ અચાનક જ મીડિયા સામે અલગ થવાની વાત સ્વીકારી લીધી. તમને જણાવી દઇયે કે બન્ને ટીવી સીરિયલમાં સાથે કામ કરતા હતા અને તે સમયથી બન્ને એક સારા દોસ્ત બની ગયા.

ઉર્વશી ઢોલકિયા અને અનુજ સચદેવા :

ડાંસ રિયાલિટી શો ‘નચ બલિયે 9’ માં એકવાર એક એવી જોડી આવી જેની લવસ્ટોરીની ખબર કોઇને પડી નહી. અમે વાત કરી રહ્ય છીએ ઉર્વશી ઢોલકિયા અને અને અનુજ સચદેવાની જે બન્ને રિલેશનશિપમાં હતા અને અચાનક અલગ પણ થઇ ગયા અને તેની પણ કોઇને જાણ થવા દીધી નહી. ઉર્વશીએ ખુદે એ વાતનો ખુલાસો કર્યો કે તે અનુજ સાથે 5 વર્ષ સુધી રિલેશનમાં હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!