વાળમાં મહેંદી લગાવતી વખતે ભૂલથી પણ આ 5 ભૂલ નહિ કરશો – વાળ પર ઉલટી અસર થશે અને વાળની આ હાલત થશે

વાળથી સ્ત્રીઓની સુંદરતામાં વધારો થાય છે, જો કે સ્ત્રી હોય કે પુરુષ વાળનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ઉંમર વધી જાય તો વાળ ધોળા થઇ જતા હોય છે અને તેને બ્લેક કરવા માટે પણ દરેક સ્ત્રી પુરુષો મેહેંદી નાખતા હોય છે. તેથી મોટાભગની સ્ત્રીઓ વાળની સંભાળ ધ્યાન થી લેતી હોય છે. અને વાળને વધુ સુંદર બનાવવા માટે મહેંદી નાખતા હોય છે. અને મહેંદી લગાવતા સમયે અમુક વાતની ખાસ કાળજી લેવી જોઇએ.

ઘણા લોકોનું કે ડોક્ટરોનું માનવુ છે કે વાળમાં મહેંદી લગાવવી વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. અને વાળને અલગ અલગ ફાયદાઓ થાય છે. જેમ કે વાળ સિલ્કી બને છે, મજબુત બને છે, ચમકીલા બને છે. પરંતુ શુ તમે જાણો છો કે સતત મહેંદી બાખવી વાળ માટે નુક્શાન કારક પણ છે. મહેંદી નાખતી વખતે અમુક ભુલો ક્યારેય ન કરવી જોઇએ.

મિત્રો તમને જણાવી દઇયે કે તમે જ્યારે પણ વાળમાં મહેંદી નાખો ત્યારે તેને સામાન્ય પાણીમાં પલાળવી ન જોઇએ. તેને ચા અથવા કોફીના પાણીમાં જ પલાળવા જોઇએ. કારણ કે કોફી એ એસીડીક પ્રકૃતીની હોય છે. તેથી સામાન્ય પાણીમાં પલાળીને ક્યારેય મહેંદી નાખવી ન જોઇએ.

અલગ અલગ લોકોની સાલાહ થી લોકો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે પરંતુ મિત્રો પુરી જાણકારી વગર કોઇ પણ અખતરો કરવો ન જોઇએ. ઘણા લોકો વાળને સિલ્કી બનાવવા માટે ઇંડા નાખતા હોય છે. પરંતુ મિત્રો તમને જણાવી દઇયે કે વાળમાં મહેંદી નાખ્યા પછી વાળમાં ઇંડા ન નાખવા જોઇએ. કેમ એ મેહેંદી અને ઇંડાના પ્રોટિન બન્ને સાથે જોડાય એટલે વાળને યોગ્ય પોષણ મળતુ નથી.

તેમજ જો તમે કોઇની શિખ લઇને મહેંદીને લીંબુના પાણીમાં મહેંદી ઉમેરતા હોય તો આ ભુલ બિલકુલ કરવી ન જોઇએ એનાથી વાળને નુક્શાન થઇ શકે છે. લિંબુના પાણીથી વાળ સુકાઇ જવાના ચાન્સ રહે છે. તેમજ તેલ લગાવેલ વાળમાં પણ મહેંદી લગાવવી ન જોઇએ. જો તેલ વાળા વાળ પર મહેંદી લગાવસો તો કંઇ ફેર પડશે નહી. મહેંદીનો રંગ વાળ પર ચડશે જ નહી.

જો તમે મહેંદીથી વાળમાં કલર લાવવા માંગતા હોય તો મહેન્દીને આખો દિવસ પલારી રાખવી જોઇએ. કેમ કે ઓછા સમયે પલારેલી મહેન્દી વધુ કોઇ ખાસ અસર કરતી નથી. આખો દિવસ મહેંદી પલાળીને રાતે નાખવી જોઇએ, તેમજ આખી રાત રાખીને સવારે વાળ ધોઇ લેવા જોઇએ. તેથી સૌથી વધુ ફાયદો થસે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!