આ ૮ અગત્યની વાત વાંચો – આ રીતે વોશિંગ મશીનમાં કપડા નાખો – મશીન અને કપડાની લાઈફમાં વધારો થશે

આજનાં સમયમાં લોકો દરેક કામ સહેલાઇથી થઇ જાય એવો રસ્તો શોધતા હોય છે. એવામાં મહિલાઓનું કામ સરળ થાય એવા પણ પ્રયત્નો થતા હોય છે. જો કે આજકાલ મહિલાના ઘણા કામો સરળ થઇ રહ્યા છે, એવામાં કપડા ધોવા માટે હવે દરેક ઘરોમાં વોશિંગ મશીન વસાવવામાં આવે છે. પરંતુ ઘણી સ્ત્રીઓને તેનો સરખી રીતે ઉપયોગ કરતા ન આવડતુ હોય તો તે ટુંક સમયમાં જ ખરાબ થઇ જાય છે . તો આજે આપણે આ લેખમાં વોશિંગ મશીનની અમુક ટિપ્સ વિશે વાત કરવાનાં છીએ.

વોશિંગ મશિનમાં કપડા નાખતા પહેલા રાખવું આ બાબતોનું ધ્યાન :

જો કે ઘરમાં નાનામાં નાના રુમાલથી લઇને ચાદર જેવા મોટા કપડાથીના દરેક કપડા મશિનમાં શોવાતા હોય છે. પરંતુ મિત્રો જેમ આવે તેમ કપડા મશિનમાં ન નાખવા જોઇએ, પહેલા મોટા પછી નાના કપડા નાખવા જોઇએ. જેથી અંદર ગુંચવાઇ ન જાય.

આ રીતે કરવો ડીટરજન્ટનો ઉપયોગ :

અમુક સ્ત્રીઓ મશિનમાં પાણી ભરાયા પછે તરત જ કપડા નાખી દેતા હોય છે. પરંતુ પાણી ભરાયા પછી તેમા ડીટરજન્ટ નાખીને 10 15 મિનિટ રાખવું જોઇએ આવુ કરવાથી ડીટરજંટ સરખી રીતે પલળી જાય ત્યારબાદ જ કપડા નાખવા જોઇએ. તેમજ કપડા નાખ્યા પછી એક કલાક સુધી પલાળી રાખવા જોઇએ ત્યારબાદ મશિન ચાલુ કરવું જોઇએ. આવુ કરવાથી કપડા સરખી રીતે ધોવાસે.

મશિન માટે યોગ્ય ડીટરજંટનો ઉપયોગ :

 

પહેલા તો તમારે સારો અને પોપ્યુલર પાવડર લેવો જોઇએ જો તમે કપડા સ્વચ્છ અને સારી રીતે ધોવા માંગતા હોય તો, પહેલા લોટ અને આખરી લોટ બન્નેમાં અલગ અલગ ડીટરજન્ટ વાપરવા જોઇએ એ તમને જાહેરતમાં જોવા મળશે. તેમજ પાવડર સિવાય મશિનમાં લિક્વીડનો ઉપયોગ કરવો પણ શ્રેષ્ઠ છે.

કેવા પ્રકારના કપડા છે તેનું પણ ધ્યાન રાખો :

 

તમે મશિનમાં કેવા કપડા ધોવા માંગો છો એના પર ડીટરજંટ નક્કી કરવું જોઇએ. જો સિફોન મટીરીયર કાપદ ધોવા માંગતા હોય તો લિક્વીડ અથવા સેમ્પૂનો ઉપયોગ વધુ શ્રેષ્ઠ રહેશે.

તેમજ નાના બાળકોના કપડા ધોતી વખતે સોફ્ત ડીટરજન્ટનો ઉપયોગ કરવો જોઇએ. તેમજ જો વ્હાઇટ કપડા ધોવાના હોય તો બ્લિચીંગ ડીટરજંટનો પણ ઉપયોગ કરવો જોઇએ.

વધુ ખરાબ વસ્ત્રોને આ રીતે ધોવો :

બાળકોના કપડા કે ટુવાલ જેવા વધારે ગંદા કપડા ધોવા માટે મશિનમાં નાખ્યા પહેલા હાથેથી ધોઇ ને જ મશિનમાં નાખવા જોઇએ. તેથી તેનો મેલ તેની સાથે નાખેલા અન્ય કપાડાઓમાં ન લાગે.

કલર નિકળતા કપડા અલગ ધોવા :

 

જો કપડા નવા હોય તો તેમાથી કલર નિકળતો હોય છે અને આવા કપડાને અલગ રીતે ધોવા જોઇએ કેમ કે જો અન્ય કપડા સાથે ધોવામાં આવે તો તેનો કલર બીજા કપડામાં પણ લાગી જાય. જેનાથી અન્ય કપડા પણ સ્વચ્છ રીતે ધોવાઇ જાય.

ઓવરલોડ કપડા ન નાખવા :

ઘણી વખત વધુ કપડા હોય તો બે વખત ધોવાને બદલે એક જ વખતમાં બધા કપડા નાખી દેતા હોય છે. પરંતુ આ રીતે વધુ કપડા મશિનમાં નાખવા ન જોઇએ. આવું કરવાથી લાંબા સમયે મશિન બગડી શકે છે. જો કે વધુ કપડા હસે તો સરખી રીતે શોવાસે પણ નહી.

કપડા ઉંધા કરીને નાખો :

મશિનમાં કપડા ધોતી વધતે હંમેશા કપડા ઉંધા કરીને નાખવા જોઇએ. આવુ કરવાથી કપાડાની ફ્રંટ સાઇડ પાવડર કે લિક્વીડની અસર થસે નહી અને કલરમાં કંઇ નુક્શાન થસે નહિં.

આ રીતે રાખો મશિનની સ્વચ્છતા :

જ્યારે પણ મશિનમાં કપડા ધોવો ત્યારે મશિન બરોબર રીતે સાફ કરવું જોઇએ. કપડાનો મેલ મશિનની અંદર જ ફસાઇ ગયેલો હોય છે. તેથી દરરોજ સાફ કરવાથી તેમા વધુ મેલ ફસાતો નથી.

જો તમે ઇચ્છો તો બજારમાંથી મશિન સાફ કરવાનો પાવડર પણ ખરીદી શકો છો. જો કે આ પાવડર લાંબા સમયે ઉપયોગ કરવો જોઇએ. મશિનનું આખુ ટબ પાણીનું ભરીને તેમા આ પાવડર નાખી દેવો જોઇએ. અને ત્યારબાદ મશિન થોડી વાર ચાલુ રાખવું જોઇએ. બની શકે તો ગરમ પાણીનો ઉપયોગ કરવો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!