રાશિ અનુસાર કેવી પત્ની મળશે? એની એક ઝાંખી – આ રાશિના લોકોને મળે છે નૌટંકીબાજ પત્ની

લગ્ન જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. બધાએ લગ્નનો નિર્ણય લેતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. પતિ-પત્નીનો સંબંધ વીજળીનાં બે તાર જેવો હોય છે. જો આ બંને તાર વ્યવસ્થિત જોડાય રહે તો ચારેતરફ અજવાળું અને ખોટી રીતે જોડાય તો તિખારો થાય અને ઝટકા પણ લાગી શકે. એટલે આજની આ પોસ્ટમાં અમે તમને પુરુષોની રાશિ મુજબ એમની થનાર પત્નીનો સ્વભાવ જણાવીશું. જી હાં, પુરુષ પોતાની રાશિ દ્વારા જાણી શકે છે કે તેની થનાર પત્ની કેવી હશે? તો ચાલો જાણીએ….

(1) મેષ :


આ રાશિના પુરૂષોને મોટાભાગે શાંત સ્વભાવની પત્નીઓ મળે છે. પત્નીનાં શાંત સ્વભાવને કારણે લડાઈ-ઝગડા ઓછા થાય છે. એમની પત્ની ખૂબ જ આકર્ષક હોય છે અને બધા લોકો એની તરફ આકર્ષાય છે.

(2) વૃષભ :


આ રાશિનાં પુરૂષને ગુસ્સેલ સ્વભાવની પત્ની મળે છે. એમની પત્નીનો ગુસ્સો ખૂબ જ ખતરનાક હોય છે. તેણીને નાની-નાની વાતમાં પણ ગુસ્સો આવી જાય છે. એટલે મોટાભાગે પતિએ પત્નીની દરેક વાતમાં એગ્રી થવું પડે છે. આવું ન કરવાથી ઘરમાં તણાવ વધી જાય છે.

(3) મિથુન :


આ રાશિનાં જાતકોને વાતોડી સ્વભાવની પત્ની મળે છે. તેણીને વાતો કરવાનો ખૂબ શોખ હોય છે અને તેણી વાતોમાં કોઈને જીતવા નથી દેતી. હવે એમની વાતોથી ખુશ થવું કે દુઃખી એ તમારા પર નિર્ભર છે.

(4) કર્ક :


આ રાશિ ધરાવતા લોકોની પત્ની ખૂબ જ મિલનસાર હોય છે. તેણી બધા સાથે હળીમળીને રહે છે. તેણી પરિવારમાં પણ ખૂબ સંપ સાથે રહે છે. તેણી પોતાની બોલચાલ અને વ્યવહારથી બધાનાં દિલ જીતી લે છે.

(5) સિંહ :


આ રાશિનાં પુરૂષોની પત્ની ઝગડાખોર હોય છે. તેણી વાત-વાતમાં ઝગડવાનો મોકો શોધતી રહે છે. તેણીનાં પતિ પણ તેનાથી ડરે છે. સારી વાત એ છે કે, તેણી પોતાના પતિ માટે કોઈની પણ સાથે લડી લે છે.

(6) કન્યા :


આ રાશિનાં પુરુષોને સમજદાર પત્ની મળે છે. તેણીની સમજદારીથી બધા પ્રભાવિત થાય છે. તેણી પરિવારને એકસાથે લઈને ચાલવામાં માને છે. તેણી કોઈનું પણ ખરાબ નથી ઇચ્છતી.

(7) તુલા :


આ રાશિનાં જાતકોની પત્ની ખૂબ જ હસમુખ સ્વભાવની હોય છે. તેણી કોઈને ટેંશન આપતી નથી અને કોઈપણ વાતનું ટેંશન લેતી નથી. તેણીને કારણે એમના પતિ પણ ઘણાંખરાં ટેંશન મુક્ત થઈ જાય છે.

(8) વૃશ્ચિક :


આ રાશિનાં લોકોને ચપળ અને ચાલાક પત્ની મળે છે. તેઓની પત્ની કોઈપણ સમસ્યાને ચાલાકીથી સોલ્વ કરી લે છે. તેણીને મૂર્ખ બનાવવાનું તમે વિચારી પણ ન શકો.

(9) ધન :


તેઓની પત્નીનો સ્વભાવ ખૂબ જ ખર્ચાળ હોય છે. તેણી બચત નથી કરી શકતી. તેણીને શોપિંગ, હરવું-ફરવું અને ફાલતુ સામાન પર ખર્ચ કરવો વધુ પસંદ હોય છે. તેણીને પૈસાની વેલ્યુ નથી હોતી.

(10) મકર :


આ રાશિના પુરૂષોને ખુલ્લા વિચારોવાળી પત્ની મળે છે. તેણીને કોઈપણ પ્રકારનાં બંધનમાં રહેવું પસંદ નથી. તેણી દરેક કામ પોતાની રીતે કરે છે.

(11) કુંભ :


આ રાશિનાં પુરૂષોને ફિલ્મી અને નૌટંકીબાજ પત્ની મળે છે. આવી પત્નીઓને સપનાની દુનિયામાં રહેવું ગમે છે. તેણી પોતાની હરકતોથી બધાનું મનોરંજન કરે છે. એના પતિને તેણીની આ આદત ખૂબ પસંદ હોય છે.

(12) મીન :


આ રાશિનાં પુરૂષોની પત્ની ખૂબ જ શરમાળ સ્વભાવની હોય છે. તેણીને વધુ વાતચીત કરવી નથી ગમતી. તેણીની દુનિયા પોતાના પતિ અને બાળકો સુધી જ સીમિત હોય છે. આ કારણે લોકો તેણીને ઘમંડી સમજવા લાગે છે પણ હકીકતમાં એવું હોતું નથી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!