પત્ની ઘણા સમયથી થાકેલી લાગતી હતી – પતિએ બેડરૂમમાં કેમેરો ફીટ કરાવ્યો અને ખુલ્યું આ રાજ

કહેવાય છે કે એક પતિ હંમેશા ઈચ્છે કે, એની પત્ની હંમેશા હસતી રહે, ખુશ રહે પરંતુ લગભગ એવું થતું નથી. ઘણીવાર આ વાતને લઈને બંને વચ્ચે ઝગડો પણ થઈ જાય છે. તો ક્યારેક અન્ય કારણો પણ હોય છે કે જેથી પત્ની ખુશ નથી રહેતી અને આખો દિવસ થાકેલી અને ઉદાસ દેખાય છે.

આવું જ કંઈક થયું અમેરિકાના લોસ એંજલિસમાં રહેનાર મેલાનીયા ડારનેલ સાથે. તેણી લગ્નનાં શરુઆતનાં દિવસોમાં ખૂબ ખુશ રહેતી અને પોતાનાં પતિને પણ પૂરતો સમય આપતી હતી. પણ છેલ્લા એક વર્ષથી તેણી પોતાના પતિ સાથે બરાબર વાત નથી કરતી અને એનો સ્વભાવ એકદમ ચીડિયો થઈ ગયો હતો. હકીકતમાં તેણી ખૂબ જ ઉદાસ અને થાકેલી નજર આવવા લાગી.

પતિ ટ્રાવેલિંગની નોકરી કરે છે :


મેલાનીયા જણાવે છે કે, એનો પતિ ટ્રાવેલિંગ જોબ કરે છે અને તેથી તેઓ હંમેશા ઘરની બહાર રહે છે. મેલાનીયાનો પતિ જ્યારે નોકરી પરથી ઘરે આવે ત્યારે એની એક જ ફરિયાદ રહે છે કે, તેણી હંમેશા થાકેલી-પાકેલી કેમ દેખાય છે? કેમ મને પૂરતો સમય નથી આપતી ? એવામાં તેણીનાં પતિએ કંઈક એવું કામ કર્યું કે, જે કોઈ વિચારી પણ ન શકે. જોકે મેલાનીયા આ બધી પ્રોબ્લેમનું કારણ જાણતી હતી પણ એના પતિને એના પર શંકા હતી કે એના ગયા પછી એની પત્ની બીજા કોઈ સાથે સંબંધ રાખતી હશે? મારા ગયા પછી ઘરે કોણ-કોણ આવતું હશે? વગેરે… આવી બધી શંકા-કુશંકાને મગજમાં રાખીને એના પતિએ કંઈક અલગ જ પગલું ભર્યું.

બેડરૂમમાં કેમેરો લગાવ્યો :


મેલાનીયાનાં પતિએ બેડરૂમમાં કેમેરો લગાવ્યો અને એમાં જોયું કે, એની પત્ની પોતાના બાળકોને સાચવવામાં ખૂબ વ્યસ્ત રહેતી હતી. જી હાં, એણે કેમેરામાં જોયું કે, એના ત્રણ બાળકો એની પત્નીને રાત્રે બરાબર ઊંઘવા પણ નહોતા દેતા અને સવારે વહેલા જાગવું પડતું હતું. એટલે જ તેણી હંમેશા ઉદાસ અને થાકેલી રહેતી હતી જેના કરણે તેણી પોતાના પતિને પૂરતો સમય નહોતી આપી શકતી. એવામાં પતિએ જ્યારે જોયું કે તેણી પોતાનો માતૃત્વ ધર્મ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે તો એણે એક વીડિયો શેર કર્યો અને એણે પોતાની પત્નીની માફી માંગી.

તમે આ વિડિયોમાં જોઈ શકો :

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મેલાનીયા કઈ રીતે અડધી રાત્રે જાગીને પોતાના બાળકોની કાળજી લે છે. દુનિયાની દરેક માઁ પોતાના બાળકો માટે જીવ ન્યોછાવર કરી દે છે. માઁ બન્યા પછી દરેક સ્ત્રીનાં જીવનમાં ઘણા ફેરફાર થાય છે જેમાંથી એક ફેરફાર આ પણ છે. તમે આ વીડિયોમાં મેલાનીયાનાં કેટલાક ફોટો અને વીડિયો અને એનું કામ જોઈ શકો છો. તમે આને દરેક માતાનું ખુશીભર્યું દુઃખ કહી શકો છો. કારણ કે, એક માતા પોતાનાં બાળકો માટે કંઈ પણ કરી શકે. એટલે જ કહેવાય છે કે,

માઁ પોતે ભીનામાં સુવે, નીચે સુવે પણ બાળકને સુરક્ષિત જગ્યાએ સુવડાવે. માઁ પોતે ભૂખી રહીને પહેલા બાળકોને જમાડે.
ખરેખર ! ” મા તે મા બીજા બધા વગડાનાં વા ”

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!