આ 10 સંકેતોને ભૂલથી પણ ન કરવા જોઈએ નજરઅંદાજ – આ છે અશુભ હોવાના સંકેતો

આપના દેશમાં મોટાભાગના લોકો જ્યોતિષ વિદ્યા પર વિશ્વાસ કરે છે. એટલું જ નહિ ઘણા  લોકો તો આ વિદ્યા પર એટલો વિશ્વાસ કરે છે કે જ્યોતિષ વિદ્યા વગર કોઈ નવા કામની શરૂઆત પણ નથી કરતા. જ્યોતિષ વિદ્યા એક એવી વિદ્યા છે જે ગ્રહોની સ્થિતિ અને ચાલ પરથી કોઈ પણ વ્યક્તિના ભવિષ્ય વિશે ભવિષ્યવાણી કરી શકે છે.

ઘણા લોકો જ્યોતિષનાં કારણે જીવનમાં બનેલ ઘટનાઓ પર વિશ્વાસ કરે છે જયારે ઘણા લોકો એવા પણ છે જે આ વાત પર બિલકુલ વિશ્વાસ નથી કરતા. જો કે બધાના જીવનમાં સારી અને ખરાબ ઘટનાઓ બનતી રહેતી હોય છે. આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ કે ક્યારે અને કયા મોકા પર કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખરાબ સમય શરુ થાય છે, અને આ અશુભ ઘટનાની જાણકારી કયા સંકેતો થી મળે છે.

 

જો તમારું કોઈ ઘરેણું ખોવાઈ જાય તો તે શુભ માનવામાં નથી આવતું, ઘરેણું ખોવાવું એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવનારી ભારે વિપતીનો સંકેત હોઈ શકે છે.

જો તમારા ઘરમાં કોઈ પાલતું પ્રાણી હોય અને અચાનક જ તેનું મૃત્યુ થાય તો એનો અર્થ છે કે તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવવાની છે.

જો હથેળી પર બનેલા સૂર્ય પર્વત એટલે કે અનામિકા આંગળીની નીચેનો ભાગમાં અચાનક કોઈ તલ બનવા લાગે તો આવનારા સમયમાં તમને કોઈ પોતાનાથી જ દગો મળવાનો સંકેત હોઈ શકે છે.

જો અચાનક તમારા જીવનસાથી સાથે તમારી લડાઈ ઝઘડા વધવા લાગે અને તમારા દામ્પત્ય જીવનમાં તણાવ વધવા લાગે તો તે ધન નુકશાન નો સંકેત હોઈ શકે છે.

ક્યારેક ક્યારેક એવું પણ હોય છે કે ઘણી મહેનત કરવા છતાં પણ  અમુક કામમાં સફળતા નથી મળતી. જો આટલી બધી મહેનત પછી પણ તમને કોઈ કામમાં સફળતા નથી મળતી તો તે ધન નુકશાન નો સંકેત હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિને પેટની બીમારિયો વધુ થવા લાગે અને હમેશા ચીડચીડાપણ રહેવા લાગે તો સમજી લેવું કે તેના જીવનમાં કોઈ મોટી દુર્ઘટના ઘટવાની છે. આ દુર્ઘટના આર્થિક અને શારીરિક બંને પ્રકારની હોઈ શકે છે.

જો ક્યારેય અચાનક કાઈ બોલતા બોલતા જીબ લથડાવા લાગે અને મોઢામાંથી જરૂરથી વધારે લાર આવવા લાગે તો આ સંકેત આવનારા સમયમાં ધનનાં નુકશાન અને કાનુની કેશમાં પડવાનો હોઈ શકે છે.

જો તમારા ઘરમાં રહેલ પાણીની ટાંકીમાંથી અચાનક પાણી ટપકવા લાગે તો એ સમજી જાવું કે કોઈ મોટી આર્થિક સમસ્યા આવવાની છે.

ઘરના મુખ્ય દરવાજા પર અચાનક તેલ જોવા મળે તો તે પરિવાર પર કોઈ આપતી આવવાનો સંકેત હોઈ શકે છે.

જો તમારા ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક સામાન વારંવાર બગડવા લાગે તો આ સંકેત ધન નુકશાન તરફ ઈશારો કરે છે. આવું થવાથી ભવિષ્યમાં તમને મોટાપાયે ધન નુકશાન થઇ શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!