એક સમયે અંડર-વર્લ્ડ પર આ 9 મહિલાનું જ હાલતું હતું રાજ – નામ સાંભળતા જ લોકો ધ્રુજતા

કહેવાય છે ને કે મહિલાઓ પણ માર્દોથી ઓછી નથી હોતી, તે દરેક ક્ષેત્રમાં પુરુષોની સરખામણી કરે છે. તમે જાણીને હેરાન થઇ જસો કે અપરાધની દુનિયામાં પણ ઘણી મહિલાઓએ નામ બનાવ્યું છે. તમે લોકોએ પુરુષ ગેંગસ્ટર્સ વિશે તો ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ આજે આપણે ભારતની સૌથી ખાતરનાખ અને પોપ્યુલર મહિલા ગેંગસ્ટર્સ વિશે વાત કરવાના છીએ.

1 બેલા આંટી :

બેલા આંટીનો દરબાર મુંબઈમાં 70 માં દાયકામાં ચાલતો હતો. તે મુંબઈમાં ગેરકાયદેસર રીતે દારુનો ધંધો ચલાવતી હતી. જોવા જેવું તો એ હતું કે તેના કામમાં અંડરવર્લ્ડ ડોન વર્ધરાજન પણ દાખલ કરતો નહિ. દારુથી ભરેલ ઘણા ટંકો બેલા આંટીનાં ઇસારાઓ પર ચાલતા, તે પોલીસને પણ રિશ્વત આપીને કંટ્રોલ માં રાખતી.

2 સંતોકબેન જાડેજા ઉર્ફે “ગોડમધર” :

સંતોકબેને અપરાધની દુનિયામાં પગ ત્યારે મુક્યો જ્યારે મિલમાં કામ કરનાર 14 લોકોએ સંતોકબેન જાડેજાનાં પતિની હત્યા કરી. એવામાં તે પોલીસ પાસે ગયા નહિ અને તેને જાતે જ તેના પતિના હત્યારાઓને ભયંકર રીતે મોત આપ્યું. ત્યારબાદ તેનો ભય આખા ગુજરાતમાં ફેલાયો. જણાવી દઈએ કે તે અપરાધની દ્નીયા સાથે સાથે રાજનીતિને પણ તેના કંટ્રોલમાં રાખતા હતા. તેને જનતાદળ પાશે થી ટીકીટ લઈને ચુંટણી પણ લડી હતી. તે 1990થી 1995 સુધી ધારાસભ્ય પણ રહ્યા. તેના જીવન પર ‘ગોડમધર’ નામની ફિલ્મ પણ બની જેમાં શબાના આઝમી હતી.

3 રૂબીના સિરાજ સૈયદ ઉર્ફે “હિરોઈન” :

હિરોઈનના નામે ફેમસ રૂબીના સિરાજ સૈયદમાં એક અલગ જ કળા હતી તે લોકોને તેના દીવાના બનાવીને તેનું કામ કઢાવી લેતી. જણાવી દઈએ કે તે પ્રખ્યાત છોટા શકીલ નાં માણસો માટે જેલમાં હથીયારો, પૈસા અને જમવાનું સપ્લાઈ કરતી હતી.

4 સીમા પરિહાર :

સીમા જ્યારે 13 વર્ષની હતી ત્યારે તે કિડનેપ થઇ ગઈ હતી. ત્યારબાદ તેને પોતાની એક અલગ ગેંગ પણ બનાવી હતી. ફૂલન દેવી પાસેથી પ્રેરણા લેનાર સીમા પરિહાર બીગ બોસ શો માં પણ જોવા મળી ચુકી છે. હાલમાં તે સમાજવાદી પાર્ટીની સભ્ય છે.

5 શિલ્પા ઝાવેરી :

શિલ્પા ઝાવેરી એ સમયે ચર્ચાઓમાં આવી જ્યારે ગેંગસ્ટર કરીમ લાલાનાં ભત્રીજા સમદ ખાનને પોલીસની વચ્ચેથી ઉઠાવીને લઇ આવી હતી. જણાવી દઈએ કે સમદ ખાન બેલ પર હતા અને પોલીસ તેને બીજી વખત ગિરફતાર કરવાની હતી પરંતુ શિલ્પા વચ્ચે કાર લઈને આવી અને ઝડપથી સમદને લઈને ફરાર થઇ ગઈ. બાદમાં તેના દુશ્મનોએ તેના પર ગોળીબાર પણ કર્યો હતો.

6 અશરફ ખાન :

હંમેશા પડદા પાછળ રહેનાર અશરફ ખાનેતો દાઉદ ઈબ્રાહીમ સાથે ટક્કર મારી. જણાવી દઈએ કે અશરફ ખાનનો પતિ મહમૂદ કાલિયા દાઉદ માટે કામ કરતો હતો અને એક દિવસ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યો. એવામાં અશરફએ દાઉદ સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું અને હથિયાર ચલાવવાનું પણ શીખ્યા. તે વર્ષ 1993 નાં આરોપીયોને મારવાનો પ્લાન બનાવતી હતી પરંતુ તેની પહેલા તેને દાઉદએ મરાવી દીધી.

7 જેનાબાઈ દારુવાલી :

નાગપાડાનાં રહેવાસી જેનાબાઈ અનાજ અને દારૂનનો વેપાર કરી હતી. તેના ઘરે આવારનાવાર ઘણા મોટા મોટા ડોન જેમ કે, કરીમ લાલા અને હાજી મસ્તાન જેવા ડોનનું આવવા જવાનું રહેતું. તેના દ્વારા આપેલ ઓર્ડરની કોઈ નાં પાડી શકતું ન હતું.

8 અર્ચના બાલમુકુંદ શર્મા :

અર્ચના ગીડનેપીંગ, ધમકી જેવા ઘણા ગેરકાયદેસર ધંધામાં શામેલ રહી છે. તેનું સાચું રહેઠાણ આજે પણ કોઈને ખબર નથી. કહેવાય છે કે વિદેશમાં રહીને આજે પણ તેની ગેંગ ચલાવે છે. પહેલા તે બબલુ શ્રીવાસ્તવની ગેંગનો પણ એક ભાગ રહી ચુકી છે.

9 સમાયરા જુમાની :

સમાયરા ગેંગસ્ટર્સ અબુ સલેમની એક્સ વાઈફ છે. તેનું નામ વર્ષ 1993 નાં બમ્બ બ્લાસ્ટ સાથે પણ જોડાયું હતું. તેમજ સાથે તે ઘાને પ્રકારના ગેરકાયદેસર ધંધાઓ ચલાવતી હતી. હાલમાં તે ફરાર છે અને જાણવા મળ્યું છે કે અમેરિકામાં ક્યાંક છુપાઈને રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!