90 માં દશકનાં સુપરસ્ટાર્સ અત્યારે કરી રહ્યા છે આ કામ – ક્યારેક કરતા હતા લાખો દિલો પર રાજ

90 મું દશક ખુબ જ સારું હતું એ એ વાત તો 90માં દશકમાં જન્મેલ લોકોને સારી રીતે જાણે છે. આજના સમયનાં સિંગર અને મોડલ થી ઘણા સારા સોંગ અને મોડલ્સ તે સમયે હતા. 90 માં દશકામાં જ્યારે મોડલની દુનિયામાં મિલિંદ સોનમ, જોન અબ્રાહમ, અર્જુન રામપાલની સાથે સાથે ઘણા બીજા પણ સુપરમોડલ સામે આવ્યા, પરંતુ શું તમે જાણો છો કે 90ના દશકના ફેમસ મોડલ્સ આજના સમયમાં શું કામ કરે છે? ચાલો જાણીએ..

મિલિંદ સોમન :

મિલિંદ સોનમને આજે પણ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેને દેશનો આયરન મેં પણ કહેવામાં આવે છે. મિલિંદ સોનમે અલીશા ચિનાઈ જેવી સિંગરને બોલીવુડમાં એન્ટ્રી અપાવી છે. મિલિંદ સોનમ મોડલિંગની દુનિયામાં સુપરમોડલનો એવોર્ડ મેળવી ચુક્યા છે. તેને બોલીવુડમાં પણ કામ કર્યું છે. હાલમાં તે મૈરાથન માં રનીંગ કરે છે. તેની ફીટનેશ આજે પણ જોવા જેવી છે.

જસ અરોરા :

90 ના દશકામાં જસ અરોરા સૌ કોઈના ફેવરીટ હતા. જસ મ્યુજિક વિડીઓ “ગુડ નાલ ઈશ્ક મીઠા” માં જોવા મળ્યા હતા તેમજ તેને બોલીવુડ અને ટેલીવીઝનમાં પણ કામ કર્યું છે. તેની સ્ટાઈલ અને લૂક આજે પણ કમાલની છે. છેલ્લી વખત તે નાવાજુદીન સિદ્દીકની ફિલ્મ ફ્રીક્લી માં જોવા મળ્યા હતા.

જોન અબ્રાહમ :

જોન અબ્રાહમાંની ગણતરી ઇન્ડિયાના સુપરમોડલમાં થાય છે. લોકો તેની બોડી અને લૂક પર ફિદા હતા.જો કે આજના સમયમાં પણ જોન અબ્રાહમાંના લાખો ફેંસ છે. જોન અબ્રાહમનું બોલીવુડ કરિયર પીક પોઈન્ટ પર છે અને તેની ફિલ્મો બોલીવુડ પર ખુબ જ ધમાલ મચાવે છે.

મધુ સપરે :

મધુ સપરેને 90ના દશકની સૌથી ફેમસ અને બોલ્ડ મોડલ્સ માનવામાં આવે છે. 90 ના દશકમાં મધુ સપરે મિલિંદ સોમન અને ન્યુઝ ફોટોશૂટ કરીને ઘણાબધા વિવાદો માં ઘેરાઈ ગઈ હતી. 90 માં દશકામાં મધુ સપરેની ચર્ચાઓ ચારે તરફ થતી હતી. હાલમાં મધુ ઇટલીમાં રહે છે.

અર્જુન રામપાલ :

અર્જુન રામપાલ બોલીવુડમાં એન્ટ્રી કરનાર પહેલા સુપરમોડલ હતા. તેમજ લાખોની સંખ્યામાં ફેંસ ધરાવતા હતા. અર્જુન રામપાલની પહેલી પત્ની મેહર જેસીયા પણ એક મોડલ હતી. અર્જુન આજે પણ પહેલાની જેમ જ ફીટ અને હેન્ડસમ જોવા મળે છે અને તે પોતાના બોલીવુડ કરિયર પર વધુ ધ્યાન આપે છે.

ડિનો મોરિયા :

90 માં દશકના ફેમસ સુપરમોડલ માં ડિનો મોરિયાનો પણ સમાવેસ થાય છે. 90 માં દશકમાં મોડલિંગ દ્વારા લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર ડિનો મોરિયાએ ફિલ્મોમાં પણ એન્ટ્રી લીધી. જો કે ડિનોનું કરિયર ખાસ સફળ નથી રહ્યું પરંતુ આજે પણ તે સોશિયલ મીડિયા પર લોકોને ઇનફ્લુએંસ કરવાનું કામ કરે છે.

મલાઈકા અરોડા :

મલાઈકા અરોડાને બોલીવુડની છૈયા છૈયા ગર્લ માનવામાં આવે છે. મલાઈકા આજે પણ ખુબ જ સુંદર અને યંગ લાગે છે. મલાઈકાને વર્ષોથી રેંપ વોક કરતી જોવા મળે છે. સમય સાથે સાથે તેની સુંદરતા વધતી જાય છે. આજે પણ મલાઈકા તેની સુંદરતા થી લાખો લોકોને તેના દીવાના બનાવી રહી છે.

ઇંદર મોહન સૂડાન :

ગ્લેડ્રેગ્સ મેલ હંટ 1994 રનઅપ રહેલ ઇંદર મોહન સુજાન આજે પણ લોકોના ફેવરીટ છે. આજના સમયમાં ઇંદર મોહન બિલકુલ બદલી ગયા છે. પરંતુ તે આજે પણ પહેલાની જેમ જ ફીટ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!